Cricket Rules Changed: સચિન તેંડુલકરે ક્રિકેટ નિયમોમાં ફેરફારને આવકાર્યા, તો ઇંગ્લીશ ખેલાડીએ કહ્યુ તેમાં કોઇ સ્કિલ નથી

ક્રિકેટના કાયદા ઘડનારા અને તેમની સંરક્ષક સંસ્થા, MCC એ ઘણા મોટા નિયમોમાં ફેરફારોની જાહેરાત કરી હતી, જેમાં એક નિયમ ઘણીવાર વિવાદો અને ચર્ચાઓના દાયરામાં આવે છે.

Cricket Rules Changed: સચિન તેંડુલકરે ક્રિકેટ નિયમોમાં ફેરફારને આવકાર્યા, તો ઇંગ્લીશ ખેલાડીએ કહ્યુ તેમાં કોઇ સ્કિલ નથી
Sachin Tendulkar 'માંકડિંગ' શબ્દના ઉપયોગ થી અસહજતા અનુભવતા હતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:54 AM

બુધવાર 9 માર્ચના દિવસની શરૂઆત ક્રિકેટ જગત માટે એક મોટા સમાચાર સાથે થઈ હતી. ક્રિકેટની નિયમ બનાવતી સંસ્થા અને તેના સંરક્ષક મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ કેટલાક નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. તે નિયમમાં એક ખાસ ફેરફાર પણ કરવામાં આવ્યો હતો, જે લાંબા સમયથી ક્રિકેટનો એક ભાગ છે, પરંતુ તેને અનુસરવાથી ઘણીવાર ખેલદિલીની ચર્ચાઓ થાય છે. નોન-સ્ટ્રાઈકરના છેડે બોલર દ્વારા રન આઉટ કરવાની વાત છે, જેને 8 માર્ચ 2021 સુધી ‘માંકડિંગ’ (ICC Changes Mankadin Rule) કહેવામાં આવતું હતું. MCC એ તેને બદલી નાખ્યો છે અને હવે તેને રન આઉટ સાથે સમાવેશ કર્યો છે અને આ નિર્ણયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પણ તેનું સ્વાગત કર્યું છે. પરંતુ ઇંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) આ ફેરફાર સાથે સહમત નથી અને તેને ખોટો ગણાવ્યો છે.

MCC એ અયોગ્ય રમત એટલે કે ‘અનફેયર પ્લે’ માંથી ‘માંકડિંગ’ દૂર કરવાનો નિર્ણય લીધો અને તેને નવા ‘રન આઉટ’ કાયદા સાથે ભેળવી દીધો છે. આ નિર્ણયને ખાસ કરીને ભારતીય ખેલાડીઓ અને ભારતીય ચાહકો દ્વારા આવકારવામાં આવ્યો છે, કારણ કે તેનું નામ મહાન ભારતીય ઓલરાઉન્ડર વિનુ માંકડના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેમણે 1948માં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બિલ બ્રાઉનને આ રીતે આઉટ કર્યા હતા. ત્યારથી, જ્યારે પણ કોઈ બોલરે તેનો ઉપયોગ કર્યો, ત્યારે તેને રમતની ભાવના વિરુદ્ધ માનવામાં આવતું હતું. અનુભવી ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન સહિત ઘણા ખેલાડીઓ તેને આઉટ કરવાનો સાચો રસ્તો માની રહ્યા છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

નામ બદલવાથી સચિન ખુશ

આ ફેરફારના સમાચારે ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ અને ચાહકોને ખુશ કરી દીધા અને તેંડુલકર પણ છે જેણે આ નિર્ણયની પ્રશંસા કરી. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને કહ્યું કે તે આવા આઉટ થવા માટે ‘માંકડિંગ’ શબ્દના ઉપયોગની વિરુદ્ધ હતા.

તેંડુલકરે એક વીડિયોમાં કહ્યું, “MCC સમિતિએ ક્રિકેટમાં નવા નિયમો જારી કર્યા છે અને હું તેમાંથી કેટલાકને ખૂબ જ સમર્થન આપું છું. આમાંથી પહેલું ‘માંકડિંગ’ આઉટ છે. હું આ રીતે આઉટ કરવા માટે ‘માંકડ’ નો ઉપયોગ કરીને અસ્વસ્થતા અનુભવતો હતો.”

સચિને એમ પણ કહ્યું કે, હું ખરેખર ખુશ છું કે તે રન આઉટમાં પરિવર્તિત થયુ છે. મારા મતે તે પહેલાથી જ રનઆઉટ થઈ જવું જોઈતું હતું. આ આપણા બધા માટે સારા સમાચાર છે. હું તેનાથી સહજ ન હતો, પણ હવે એવું નહીં થાય.

બ્રોડે નિયમને ખોટો ગણાવ્યો હતો

જો કે, દેખીતી રીતે દરેક જણ આ નિર્ણયથી ખુશ નથી અને આમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર બ્રોડનો સમાવેશ થાય છે, જે ઘણીવાર ‘રમતની ભાવના’ વિશે વાત કરે છે. બ્રોડે MCCના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો અને કહ્યું કે અન્ય પ્રકારે આઉટ થવાની સરખામણીમાં તેમાં કોઈ કૌશલ્યની જરૂર નથી.

ઇંગ્લિશ ફાસ્ટ બોલરે કહ્યું, “તેથી માંકડ હવે અન્યાયી નથી રહ્યુ અને આઉટ કરવાની આ પદ્ધતિ કાયદેસર બની ગઈ છે. શું તે હંમેશા આઉટ નીકળવાનો માન્ય રસ્તો ન હતો અને તે અન્યાયી હોવું વ્યક્તિલક્ષી ન હતું? મને લાગે છે કે તે ખોટું છે અને મને નથી લાગતું કે તે યોગ્ય છે. બેટ્સમેનને આઉટ કરવા માટે કૌશલ્યની જરૂર પડે છે અને માંકડને માટે કોઈ સ્કિલની જરૂર નથી.

ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વાળાઓની ખેલદિલીની વાતો

કોઈપણ રીતે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને આ પ્રકારે આઉટ કરવા સામે વાંધો ઉઠાવવો અને ખેલદિલીની વાતો કરવી નવી વાત નથી. બ્રોડના સાથી ખેલાડી જોસ બટલરને આઈપીએલમાં આ રીતે અશ્વિને રન આઉટ કર્યો હતો, જેના કારણે ભારે હંગામો મચી ગયો હતો. તે સમયે બ્રોડના સાથી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને અશ્વિનની તસવીરની મજાક ઉડાવી હતી. દરમિયાન ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પણ કહી રહ્યા છે કે તે ક્યારેય કોઈને આ રીતે આઉટ નહીં કરે.

આ પણ વાંચોઃ Sreesanth Retires: મેચમાં બાઉન્સર થી ડાન્સર અને બોલિંગ થી લઈને હંગામા સુધી, આવી રહી હતી શ્રીસંતની કરિયર

આ પણ વાંચોઃ ચિંતાના સમાચાર : ડોલર સામે રૂપિયો 80-82 સુધી ગગડવાની આશંકા, જાણો શું પડશે અસર

g clip-path="url(#clip0_868_265)">