Women’s World Cup 2022: દક્ષિણ આફ્રિકા સામે વોર્મ અપ મેચમાં હરમનપ્રીતે ફટકાર્યુ શતક, વિશ્વકપ પહેલા દેખાડ્યો દમ

દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 244 રન બનાવ્યા હતા, જેમાં હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ના બેટમાંથી 103 રન આવ્યા હતા.

Women’s World Cup 2022: દક્ષિણ આફ્રિકા સામે વોર્મ અપ મેચમાં હરમનપ્રીતે ફટકાર્યુ શતક, વિશ્વકપ પહેલા દેખાડ્યો દમ
Harmanpreet Kaur ન્યુઝીલેન્ડ સામેની અંતિમ વન ડે માં અર્ધશતક ફટકાર્યુ હતુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 9:02 AM

ભારતની મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) માં લેડી સેહવાગ તરીકે જાણીતી હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) લાંબા સમયથી ફોર્મમાં નહોતી. તેના બેટ થી રન નહોતા આવી રહ્યા. આવી સ્થિતિમાં, જ્યારે તેણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી. ત્યારે તેના ફોર્મમાં પાછા ફરવામાં વિશ્વાસ કરવો સરળ ન હતો. પરંતુ, હવે સાઉથ આફ્રિકા સામે મહિલા વર્લ્ડ કપ (ICC Women’s World Cup) ની વોર્મ-અપ મેચમાં સદી ફટકારીને તેણે કહ્યું છે કે, ન્યૂઝીલેન્ડ સામેની અડધી સદી પણ આશ્ચર્યજનક ન હતી. તેનું ફોર્મ ખરેખર પાછુ મળ્યુ છે.

જ્યારે કોઈ ખેલાડી ક્રિકેટમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હોય છે, ત્યારે તે મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવા માટે તેને શાનદાર ઇનિંગ્સની જરૂર હોય છે. ભારતીય ટીમ માટે સારું છે કે હરમનપ્રીતે વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ તે શાનદાર ઇનિંગ્સની સ્ક્રિપ્ટ લખીને ફોર્મ હાંસલ કર્યું છે.

દક્ષિણ આફ્રિકા સામે સદી

દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 244 રન બનાવ્યા હતા. જેમાં હરમનપ્રીત કૌરના બેટમાંથી 103 રન આવ્યા હતા. તેણે ચોથા નંબર પર બેટિંગ કરતા આ રન બનાવ્યા હતા. આ માટે તેણે 114 બોલનો સામનો કર્યો, જેમાં તેણે 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સદી બાદ હરમનપ્રીતનો આત્મવિશ્વાસ વધ્યો હશે, જે તેના અને સમગ્ર ટીમ માટે સારો સંકેત છે.

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

નંબર 4 પોઝિશન સાથે હરમનનું જોડાણ

હરમનપ્રીતની ચોથા નંબર પર રમાયેલી આ પહેલી સદીની ઇનિંગ નથી. ખાસ કરીને જ્યારે વાત વર્લ્ડ કપની હોય. આ પોઝિશન પર ODIમાં તેના આંકડા જુઓ. તેણીએ છેલ્લી 48 ઇનિંગ્સમાં 40.45ની એવરેજથી 1618 રન બનાવ્યા છે, જેમાં 8 અર્ધસદી અને 3 સદી સામેલ છે. આ 3માંથી તેણે વર્લ્ડ કપમાં 2 સદી ફટકારી છે. તે મહિલા ક્રિકેટમાં નંબર 4 પર રમતી વખતે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.

હરમનના આ આંકડા પરથી લાગે છે કે તેને આખા વર્લ્ડ કપમાં ચોથા નંબર પર રમવું જોઈએ, જેથી ટીમ ઈન્ડિયાને તેનો ફાયદો મળતો રહે. કોઈપણ રીતે, ભારતને ટાઈટલ જીતવા માટે હરમનનું બેટ બોલવું જરૂરી બની જાય છે. વોર્મ-અપ મેચમાં હરમન ઉપરાંત યાશિકા ભાટિયાના 58 રનની મદદથી ભારતને 244 રન સુધી પહોંચાડવામાં મદદ મળી હતી.

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાએ દેખાડી ચતુરાઇ, સળંગ ત્રણ બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારનાર દનુષ્કાને ચોથા બોલે શિકાર કરી લીધો

આ પણ વાંચોઃ Arvalli: વિસ્ફોટ કરી પત્નિની હત્યા બાદ પતિ મોતને ભેટ્યો, હવે ATS એ પણ મામલાની બારીકાઇથી તપાસ કરી

Latest News Updates

પોરબંદરમાં જળ પ્રકોપની સ્થિતિ, શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ
પોરબંદરમાં જળ પ્રકોપની સ્થિતિ, શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળ આક્રમણના એંધાણ
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળ આક્રમણના એંધાણ
વલસાડમાં મૃતકોની અંતિમક્રિયા માટે લોકો જીવ જોખમમાં મૂકે છે
વલસાડમાં મૃતકોની અંતિમક્રિયા માટે લોકો જીવ જોખમમાં મૂકે છે
આ 5 રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભના સંકેત
દ્વારકામાં 2 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ-Video
દ્વારકામાં 2 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ-Video
મહેસાણાના નંદાસણ પાસેથી MD ડ્રગ્સ સાથે SOG એ શખ્શને ઝડપી પાડ્યો, જુઓ
મહેસાણાના નંદાસણ પાસેથી MD ડ્રગ્સ સાથે SOG એ શખ્શને ઝડપી પાડ્યો, જુઓ
કડીમાં કોટન સ્પિનિંગ મિલમાં સહકર્મીએ બેરિંગ મારી હત્યા કરી, જુઓ વીડિયો
કડીમાં કોટન સ્પિનિંગ મિલમાં સહકર્મીએ બેરિંગ મારી હત્યા કરી, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદને કારણે લીલો દુષ્કાળ સર્જાવાની ભીતિ
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદને કારણે લીલો દુષ્કાળ સર્જાવાની ભીતિ
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ, પૂરની સ્થિતિ- જુઓ -Video
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ, પૂરની સ્થિતિ- જુઓ -Video
જુનાગઢમાં અનરાધાર વરસાદથી ચોતરફ જળ બંબાકાર, અનેક નદીઓમાં ઘોડાપૂર
જુનાગઢમાં અનરાધાર વરસાદથી ચોતરફ જળ બંબાકાર, અનેક નદીઓમાં ઘોડાપૂર
g clip-path="url(#clip0_868_265)">