AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: રવિન્દ્ર જાડેજાએ દેખાડી ચતુરાઇ, સળંગ ત્રણ બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારનાર દનુષ્કાને ચોથા બોલે શિકાર કરી લીધો

દનુષ્કા ગુણાતિલકા (Danushka Gunathilaka) ને તેણે એવા સમયે પેવેલિયન મોકલ્યો હતો કે જ્યારે તે આક્રમક બનવા લાગ્યો હતો.

IND vs SL: રવિન્દ્ર જાડેજાએ દેખાડી ચતુરાઇ, સળંગ ત્રણ બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારનાર દનુષ્કાને ચોથા બોલે શિકાર કરી લીધો
Ravindra Jadeja એ વિશાળ બનવા તરફ જઇ રહેલી શ્રીલંકન ઓપનરોની ભાગીદારી તોડી હતી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 10:07 PM
Share

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે ટી20 સિરીઝ રમાઇ રહી છે, જેની બીજી મેચ ધર્મશાળામાં રમાઇ છે. ભારતીય ટીમે લખનૌમાં રમાયેલી પ્રથમ ટી20 મેચને સરળતાથી જીતી લીધી હતી. બીજી મેચમાં પણ શ્રીલંકન કેપ્ટન દાશુન શનાકાએ તોફાની રમત રમીને ભારતીય ટીમની નિંયત્રણમાં રાખવાની આશા પુરી થવા દીધી નહોતી. તો વળી ભારતીય બોલરો એક એક વિકેટ મેળવી હતી, પરંતુ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ મેળવેલી એક વિકેટ તેના અને ટીમ માટે ખાસ હતી. કારણ કે, દનુષ્કા ગુણાતિલકા (Danushka Gunathilaka) ને તેણે એવા સમયે પેવેલિયન મોકલ્યો હતો કે જ્યારે તે આક્રમક બનવા લાગ્યો હતો. સાથે જ હરીફ ટીમની ઓપનીંગ જોડી મુશ્કેલ બનતી જઇ રહી હતી, તે તોડવામાં સફળતા મળી હતી.

પ્રથમ બેટીંગ કરવા માટે ટોસ હારીને શ્રીલંકન ટીમ મેદાને ઉતરી હતી. આમ ભારતીય ટીમ બોલીંગ કરી રહી હતી. નવમી ઓવર લઇને રવિન્દ્ર જાડેજા આવ્યો હતો. ત્યારે જ દનુષ્કાએ ઓવરના પ્રથમ બોલ પર જ છગ્ગો જમાવી દીધો હતો. ત્યાર બાદ બીજો બોલ લઇને આવેલા જાડેજા પર ચોગ્ગો લગાવી દીધો હતો. આમ બે બોલમાં દશ રન મેળવી લીધા હતા. ત્યાં ત્રીજો બોલ લઇને આવતા જ ફરી એકવાર દનુષ્કાએ બેટ ઘૂમાવતા છક્કો ઝડી દીધો હતો. આમ ત્રણ બોલમાં 16 રન લૂંટી લીધા હતા. જેને લઇ ભારતીય છાવણીમાં નિરાશા છવાઇ ગઇ હતી. પરંતુ તેના આગળના બોલ પર જાડેજાએ ચતુરાઇ વાપરી હતી અને બે છગ્ગા અને એક ચોગ્ગો જમાવનાર શ્રીલંક ઓપનરના શિકારની સફળ જાળ બિછાવી દીધી હતી.

ચોથા બોલ પર પર ફરી એકવાર આક્રમક મુડમા રહેલ દનુષ્કાએ બેટને ગુમાવીને ફરી બોલને બાઉન્ડરીની બહાર મોકલવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે હવામા બોલને ફટકાર્યો હતો, પરંતુ દનુષ્કા પણ પહેલા થી જ અનુમાન જાણે લગાવી ચુક્યો હતો કે, જાડેજાની ચતુરાઇ બોલને બાઉન્ડરીના બદલે ફિલ્ડરના હાથમાં ઉતારી શકે છે. બન્યુ પણ એમ દોડતા આવીને વેંક્ટેશ અય્યરે લોન્ગ ઓન નજીકમાં કેચ ને ઝડપી લીધો હતો. આમ ભારતને પ્રથમ વિકેટ સાથે જાડેજાએ પ્રથમ ત્રણ બોલનો બદલો પણ લઇ લીધો હતો.

દનુષ્કાની આવી રહી ઇનીંગ

આમ તો શ્રીલંકન ઓપનરોએ 67 રનની પાર્ટનરશીપ કરી હતી. જેમાં દનુષ્કાનુ યોગદાન 38 રનનુ રહ્યુ હતુ. જે તેણે 29 બોલમાં બનાવ્યા હતા. જેમાંના 16 રન તો તેમે રવિન્દ્ર જાડેજાની ઓવરના પ્રથમ ત્રણ બોલમાં જ મેળવી લીધા હતા. આમ દનુષ્કાએ આક્રમકતા અપનાવી અને ભારતીય ટીમ માટે મુશ્કેલીઓ વધારવાની શરુઆત કરે એવા સમયે જ તેની ઇનીંગને જાડેજાએ સમેટી લેવામાં સફળતા મેળવી હતી.

આ પણ વાંચોઃ Cricket Video: આ તો ખેલાડી છે કે સુપરમેન ! અકલ્પનિય કેચ ઝડપીને સૌને દંગ રાખી દીધા, જુઓ

આ પણ વાંચોઃ IPL 2022: મહેન્દ્રસિંહ ધોની જોવા મળ્યો નવા અવતારમાં, જોઇને ચાહકો પણ દંગ રહી ગયા, જુઓ Video

Follow Us
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">