AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Asia Cup : ટીમ ઈન્ડિયા કોની સાથે ટકરાશે, ક્યારે રમાશે સેમિફાઈનલ મેચ? તમામ માહિતી જાણો

Women’s Asia Cup : ભારત , શ્રીલંકા અને પાકિસ્તાન પહેલા જ સેમિફાઈનલમાં સ્થાન પાક્કી કરી ચૂક્યું છે. ચોથી ટીમ માટે બાંગ્લાદેશ અને યુએઈ વચ્ચે ટકકર હતી. જેનો નિર્ણય બંને ટીમ વચ્ચે રમાયેલી મેચથી લેવાયો છે.

Women’s Asia Cup :  ટીમ ઈન્ડિયા કોની સાથે ટકરાશે, ક્યારે રમાશે સેમિફાઈનલ મેચ? તમામ માહિતી જાણો
| Updated on: Sep 09, 2026 | 8:50 AM
Share

મહિલા એશિયા કપ 2026માં ખિતાબની રેસ આગામી રાઉન્ડમાં પહોંચી ગઈ છે. આ રાઉન્ડ સેમિફાઈનલ છે. એશિયા કપનું ગ્રુપ સ્ટેજ મેચમાં પૂર્ણ થયું છે સ્પષ્ટ થયું કે, સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાની ટકકર કોની સાથે થશે. બાંગ્લાદેશ અને યુએઈ વચ્ચે રમાયેલી છેલ્લી મેચ પછી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બાંગ્લાદેશે માત્ર 103 રન બનાવી જીત નોંધાવી હતી. આ રીતે સેમિફાઈનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ગુરુવાર 10 સપ્ટેમ્બરના રોજ રમાશે.

બાંગ્લાદેશની ટીમ મેદાનમાં

યુએઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મંગળવાર 8 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ બીની છેલ્લી મેચ રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશની ટીમ મેદાનમાં ઉતરી હતી અને મેજબાન યુએઈની જેમ 2-2 પોઈન્ટ હતા. ત્યારે જે પણ ટીમ જીતે તો તેને ગ્રુપબીની સેમિફાઈનલની બીજી ટિકિટ મળવાની હતી. શ્રીલંકા પહેલા જ આ ગ્રુપમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યું હતુ. નિગાર સુલ્તાનની કેપ્ટનશીપવાળી બાંગ્લાદેશની ટીમની આશા મુજબ મેચ તો જીતી લીધી પરંતુ તેમ છતાં મહેનત કરવી પડી.

ICC રેન્કિંગમાં ટોચના 5 માં સ્થાન

આ મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરી પરંતુ યુએઈના બોલિંગ અટેકે અનુભવી બાંગ્લાદેશી ટીમનો પરસેવો છોડ્યો હતો. બાંગ્લાદેશને 100 રન બનાવવા માટે પરસેવો છુટ્યો હતો.ત્યારબાદ જવાબમાં યુએઈ 20 ઓવરમાં માત્ર 69 રન બનાવી શકી હતી. આ રીતે 34 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.મહિલા એશિયા કપમાં ઝડપી ગતિએ રન બનાવી રહેલી સ્મૃતિ મંધાનાને સારા સમાચાર મળ્યા છે. તેને ICC રેન્કિંગમાં ટોચના 5 માં સ્થાન મેળવ્યું છે.

ભારતીય ટીમ ગ્રુપ એમાં પહેલા સ્થાન

હવે વાત સેમિફાઈનલની કરીએ તો. ટૂર્નામેન્ટમાં 2 સેમિફાઈનલ રમાશે. જે 10 અને 11 સપ્ટેમ્બરના રોજ હશે. પહેલી સેમિફાઈનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય ટીમ ગ્રુપ એમાં પહેલા સ્થાન પર હતી. જ્યારે બાંગ્લાદેશ ગ્રુપ બીમાં બીજા સ્થાને રહી. આ મેચ 10 સપ્ટેમબરના સાંજે 8 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમિફાઈનલ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ પણ દુબઈ સ્ટેડિયમમાં રમાશે. જેની શરુઆત સાંજે 8 કલાકે થશે. આ બંને સેમિફાઈનલની વિજેતા ટીમ 13 સપ્ટેમ્બરના રોજ ફાઈનલમાં ટ્રોફી માટે ટકરાશે.

એશિયા કપ એક મોટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
ઓફિસમાં જવાબદારીથી લઈને બિઝનેસની નવી ડીલ સુધી, જુઓ આજનું રાશિફળ
ઓફિસમાં જવાબદારીથી લઈને બિઝનેસની નવી ડીલ સુધી, જુઓ આજનું રાશિફળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
g clip-path="url(#clip0_868_265)">