વિરાટ કોહલી અને રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં રમશે કે નહીં? ટૂંક સમયમાં લેવાશે નિર્ણય
રોહિત શર્મા અને વિરાટ કોહલીના ODI વર્લ્ડ કપ 2025 ટુર્નામેન્ટમાં ભાગ લેવા અંગે એક મોટો અહેવાલ બહાર આવી રહ્યો છે. આ અહેવાલ મુજબ, આ બંને ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટમાં રમવું ખૂબ મુશ્કેલ લાગે છે.

ભારતીય ટીમના અનુભવી ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. આ બંને ખેલાડીઓએ ICC T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ફોર્મેટને પણ અલવિદા કહી દીધું હતું. હાલમાં, આ બંને ખેલાડીઓ ફક્ત ODI ફોર્મેટમાં જ રમતા જોવા મળશે.
રોહિત-વિરાટ વર્લ્ડ કપ 2027માં રમશે?
જોકે, છેલ્લા કેટલાક સમયથી, આ બંને ખેલાડીઓના ભવિષ્ય અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. વિરાટ અને રોહિત ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાનો ભાગ હતા, પરંતુ ત્યારથી તેઓ ક્રિકેટ રમ્યા નથી. એટલું જ નહીં, તેમના માટે ODI વર્લ્ડ કપ 2027માં રમવું પણ ખૂબ મુશ્કેલ લાગે છે.
ઓસ્ટ્રેલિયા-આફ્રિકા સામે સીરિઝમાં ભાગ લેશે
રિપોર્ટ અનુસાર, આ બંને ખેલાડીઓના ભવિષ્ય અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે રમતા જોવા મળશે.
વર્લ્ડ કપ સુધીમાં રોહિત 40 વર્ષનો થઈ જશે
હાલમાં, વિરાટ 36 વર્ષનો છે જ્યારે રોહિત 38 વર્ષનો છે. જોકે, 2027ના ODI વર્લ્ડ કપ સુધીમાં, તે 40 વર્ષનો થઈ જશે, તેથી આ મોટી ઈવેન્ટ માટે અમારી યોજના સ્પષ્ટ છે. આનું કારણ એ છે કે અમે છેલ્લે 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો અને અમે આ સમયે કેટલાક યુવા ખેલાડીઓને પણ તક આપવા માંગીએ છીએ.’
વાઈટ બોલના ક્રિકેટમાં મોટું યોગદાન
BCCIના સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, ‘બંને ખેલાડીઓએ વાઈટ બોલના ક્રિકેટમાં મોટું યોગદાન આપ્યું છે. બંને ખેલાડીઓએ ઘણું બધું હાંસલ કર્યું છે અને મને નથી લાગતું કે હવે કોઈ તેમના પર કોઈ પ્રકારનું દબાણ લાવશે. પરંતુ એ પણ જોવું મહત્વપૂર્ણ છે કે તેઓ આગામી ODI સર્કલમાં માનસિક અને શારીરિક રીતે ફિટ રહે છે કે નહીં.’
આ પણ વાંચો: અનાયા બાંગરની આ ક્રિકેટ લીગમાં એન્ટ્રી, પોતાના બોલ્ડ લુકથી મચાવી ધૂમ
