AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs SRH, IPL 2023: પ્લેઓફમાં પહોંચવા મુંબઈ ઈન્ડિયન્સ માટે કેવુ છે સમીકરણ, હૈદરાબાદ સામે રોહિતે કેવો ખેલવો પડશે દાવ? જાણો

Mumbai Indians vs Sunrisers Hyderabad, IPL 2023: RCB નો રનેરેટ મુંબઈ કરતા સારો છે અને આવી સ્થિતીમાં બેંગ્લોરથી આગળ થવુ એ રોહિત સેના માટે મુશ્કેલ કાર્ય છે. રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મોટી જીત મેળવવી જરુરી છે.

MI vs SRH, IPL 2023: પ્લેઓફમાં પહોંચવા મુંબઈ ઈન્ડિયન્સ માટે કેવુ છે સમીકરણ, હૈદરાબાદ સામે રોહિતે કેવો ખેલવો પડશે દાવ? જાણો
MI vs SRH IPL Match Today Preview
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 8:35 AM
Share

IPL 2023 ના લીગ તબક્કાનો રવિવારે અંતિમ દિવસ છે. પ્લેઓફની રેસનો રોમાંચ પણ અંતિમ દિવસ અને અંતિમ મેચ સુધી જળવાયેલો રહેશે. રવિવારે ડબલ હેડર દિવસમાં પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી છે. અહીં હૈદરાબાદ પોતાની અંતિમ લીગ મેચની ઔૅપચારીકતા પૂરી કરશે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના શ્વાસ પ્લેઓફમાં પહોંચવાને લઈ અટકેલા છે. હૈદરાબાદ સામે મુંબઈએ મોટી જીત મેળવવી જરુરી છે, જે તેને પ્લેઓફના અંતિમ સ્થાન પર પહોંચાડી શકે છે.

વાનખેડેમાં રોહિત શર્માએ કોઈ પણ હિસાબે આજની મેચ જીતવી જરુરી છે. આ જીત મોટી હોવી પણ ખૂબ જ જરુરી છે. પ્લેઓફનો માર્ગ મુંબઈ માટે આસાન નથી પરંતુ તેની સામે રહેલા પડકાર અશક્ય પણ નથી. પરંતુ હાર સીધા જ બહાર કરી શકે છે. આમ હૈદરાબાદ સામે હોમ ગ્રાઉન્ડમાં જીતનો દાવ ખેલવો પડશે.

મુંબઈ અને ગુજરાતની જીત રોહિતની વાત બનાવે

જો રવિવારે ડબલ હેડર મેચમાં પહેલા મુંબઈ અને બીજી મેચમાં બેંગ્લોર સામે ગુજરાત જીતી જાય તો રોહિત શર્મા માટે મોટી વાત બની જાય એમ છે. IPL 2023 ના પોઈન્ટ્સ ટેબલમાં નજર કરીએ તો. મુંબઈ ઈન્ડિયન્સે 7 મેચમાં જીત મેળવીને 14 પોઈન્ટ્સ મેળવ્યા છે. જે 16 સુધી રવિવારે પહોંચી શકે છે. પરંતુ RCB રવિવારે બીજી મેચમાં ગુજરાત સામે હારી જાય અને એ પહેલા હૈદરાબાદ સામે મુંબઈ જીતે તો પ્લેઓફની એન્ટ્રી રોહિત માટે આસાન બની જાય એમ છે.

આ પણ વાંચોઃ  IND vs PAK, WC: પાકિસ્તાન ટીમે આખરે ટેકવ્યા ઘૂંટણ, ટીમ પહેલા સિક્યોરિટી ટીમ ભારત મોકલી આબરુ બચાવવા પ્રયાસ કરશે!

પ્લેઓફમાં પહોંચવાનો બીજો માર્ગ પણ છે, જે થોડો કઠીન છે. બેંગ્લોર અને મુંબઈ બંને રવિવારે જીતે છે તો, રન રેટ એન્ટ્રી કરાવશે. આ માટે મુંબઈએ વિશાળ અંતરથી જીત મેળવવી જરુરી છે. બેંગ્લોર હાલમાં નેટ રન રેટમાં આગળ છે. આમ મોટી જીત મુંબઈને માટે ટિકિટ અપાવી શકે છે. પરંતુ આ માટે ઉદાહરણથી સમજીએ તો બેંગ્લોરની જીત 1 રનથી થાય તો મુંબઈએ 79 રનથી જીત મેળવેલી હોવી જોઈએ.

આ પણ વાંચોઃ  IPL 2023, Qualifier 1: ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ચેપોકમાં ફાઈનલ માટેની ટક્કર થશે, જીત મેળવનારી ટીમ સીધી અમદાવાદ પહોંચશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">