IND vs PAK, WC: પાકિસ્તાન ટીમે આખરે ટેકવ્યા ઘૂંટણ, ટીમ પહેલા સિક્યોરિટી ટીમ ભારત મોકલી આબરુ બચાવવા પ્રયાસ કરશે!
India vs Pakistan: Asia Cup માટે પાકિસ્તાનના પ્રવાસે ટીમ ઈન્ડિયાને નહીં મોકલવાની વાત BCCI સચિવ જય શાહે કરી હતી, ત્યાર બાદ પાકિસ્તાન વિશ્વકપથી હટી જવાની ખોખલી ધમકીઓ આપી રહ્યુ હતુ.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી અવાર નવાર કહેવામાં આવી રહ્યુ હતુ કે, તે વિશ્વકપથી હટી જશે. એશિયા કપ 2023 માં રમવા માટે ભારતને પાકિસ્તાન આવવા માટે દબાણ કરવા માટે જુદા જુદા પેંતરા સાથે તે નિવેદન બાજી કરી રહ્યુ હતુ. પરંતુ હવે પાકિસ્તાનના તેવર ઢીલા થઈ ગયા છે. પાકિસ્તાને હવે ઘૂંટણ ટેકવી દીધા છે. પોતાના હથીયાર હેઠા મુક્યા હોય એમ હવે ભારત આવવા માટે તેણે ICC ને સ્પષ્ટ કરી દીધુ છે.
ભારત આગામી વનડે વિશ્વકપનુ આયોજક છે. વિશ્વકપને ભારતીય ક્રિકેટ બોર્ડે તૈયારીઓ શરુ કરી દીધી છે અને ટૂંક સમયમાં શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવે તેની રાહ પણ જોવાઈ રહી છે. આ પહેલા પાકિસ્તાને ભારતમાં પોતાની મેચના સ્થળને લઈ હવે પોતાની સિક્યોરિટી ટીમને મોકલવાની વાત કરી હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે.
પાકિસ્તાન પહેલા સિક્યોરિટી ટીમ મોકલશે
ભારત પ્રવાસે ટીમને મોકલવાથી પહેલા પાકિસ્તાન આનાકાની જેવી વાતો કરી રહ્યુ હતુ. તેના પર પાકિસ્તાનમાં જ સવાલો થઈ રહ્યા હતા કે, પીસીબી વિશ્વકપને બોયકોટ કરવાની તાકાત ધરાવે છે ખરું. પરંતુ હવે પાકિસ્તાન એ વાતે સુર બદલવા લાગ્યુ છે કે, વિશ્વકપમાં રમવા માટે ભારત આવશે. આ માટે ભારત પ્રવાસ કરવા માટે પીસીબીએ આઈસીસીને આ માટે સાફ વાત કરી દીધી છે.
જ્યા પહેલા પાકિસ્તાન બોયકોટની વાત કરી રહ્યુ હતુ. પરંતુ હવે પાકિસ્તાન હવે ભારતમાં જે સ્થળે પોતાની ટીમ મેચ રમશે એવા સ્થળો પર પહેલા જ એક સિક્યુરિટી ટીમ મોકલશે. જે ભારત આવશે અને મેચના સ્થળો પર નિરીક્ષણ કરશે.
Exclusive: Pakistan will send its security team to India to check the venues for the World Cup, and to ensure safety of Pakistan players.
In 2016, Pakistan’s security team requested the ICC to change Dharamsala and India vs Pakistan was shifted to Kolkata in the T20 WC.
— Farid Khan (@_FaridKhan) May 20, 2023
આ પહેલા પણ પાકિસ્તાનની એક સુરક્ષા ટી20 વિશ્વકપ દરમિયાન ભારત આવી હતી. જ્યાં વેન્યૂ બદલવા માટે વાત કરી હતી અને જેના બાદ મેચનુ સ્થળ કોલકાતા કરવામાં આવ્યુ હતુ.