Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'મિલેનિયમ મિરેકલ' કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, કહ્યુ UAEમાં મંદિર નિર્માણમાં બ્રહ્મવિહારી સ્વામી બન્યા નિમીત્ત

‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, કહ્યુ UAEમાં મંદિર નિર્માણમાં બ્રહ્મવિહારી સ્વામી બન્યા નિમીત્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2024 | 5:09 PM

મિલિનિયમ મિરેકલ કાર્યક્રમમાં મંદિર નિર્માણ વિશે બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યુ કે  ઈસ્લામિક દેશમાં હિન્દુ ધર્મનું મંદિર બનાવવા માટે સામાજિક, ભૌગોલિક તથા અન્ય પ્રકારની ઘણી અડચણ હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજના નિર્ધાર અને સંતોની ઈચ્છાશક્તિના પરિણામે આ શક્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન અને સહકાર આ કાર્ય પૂર્ણ કરવામાં મહત્વના સાબિત થયા.

અમદાવાદમાં આયોજિત ‘મિલેનિયમ મિરેકલ’કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન કરવામાં આવ્યુ. આ તકે બ્રહ્મવિહારી સ્વામીના સન્માન પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે અબુધાબીમાં વિશ્વનું જે સૌથી મોટુ હિંદુ મંદિર બન્યુ તેના નિમીત બ્રહ્મવિહારી સ્વામી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે સંતો અને ગુરુઓનું સાનિધ્ય ધ્યેય પ્રાપ્તિ સરળ બનાવે છે.

સંતોના સાનિધ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે વાત કરતા સીએમએ કહ્યુ ત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંતો અને ગુરુઓનું સાનિધ્ય ધ્યેયપ્રાપ્તિ સરળ બનાવે છે અને આપણને એક સારા માનવી બનાવે છે. આપના દેશમાં પ્રાચીન સમયથી ગુરુ પરંપરા અને સંસ્કૃતિ રહેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોનું સાનિધ્ય અને માર્ગદર્શન વર્ષોથી આપણા સમાજ અને રાષ્ટ્રને મળ્યું છે. અબુધાબીમાં આ ભવ્યાતિભવ્ય મંદિરની સ્થાપના કરીને આદરણીય બ્રહ્મવિહારી સ્વામીએ પણ આ જ રીતે વિશ્વ શાંતિ અને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને સાર્થક કરવાની દિશામાં મહત્વનું કાર્ય કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: અબુ ધાબીમાં હિન્દુ મંદિર બનાવવાનો મૂળ ભાવાર્થ દેશોને નજીક લાવવાનો, બ્રહ્મવિહારી મહારાજનું નિવેદન, જુઓ-VIDEO

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 21, 2024 01:53 PM
g clip-path="url(#clip0_868_265)">