ક્રિકેટ દરમિયાન જો કોઈ ખેલાડી અપશબ્દ બોલે તો શું સજા આપવામાં આવે છે? ICC ના નિયમો વિશે જાણો
ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓને મોંઢામાંથી અપશબ્દો નીકળે તો એક શબ્દ ખેલાડીઓની મેચ ફી નહી પરંતુ આખી મેચ પણ છીનવી શકે છે. તો ચાલો આજે આપણે આઈસીસીનો નિયમ શું છે તેના વિશે જાણીએ.

ક્રિકેટ ભલે જેટલમેન ગેમ કહેવામાં આવે પરંતુ મેદાનનો દબાવ હંમેશા ખેલાડીઓની ભાષા પર રહે છે. કેટલીક વખત એવું પણ થયું છે કે, એક ખરાબ ઓવર, આઉટ થવું કે હતાશા કે પછી વિપક્ષી ટીમ સાથે ગરમ માહોલ દરમિયાન અપશબ્દો વધી જાય છે. આ દરમિયાન ટીવી પર બીપનો અવાજ સાંભળવા થોડી મિનિટમાં મળે છે પરંતુ આ શબ્દો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની નજરમાં ખુબ જ ગંભીર છે. અપશબ્દો કે અપમાનજક ભાષાનો ઉપયોગની સીધી અસર આચાર સંહિતાનું ઉલ્લંધન માનવામાં આવે છે.
શું છે આઈસીસીનો નિયમ
આઈસીસીના નિયમ ખેલાડીઓને સજાના ચાર અલગ અલગ સ્તરોમાં વર્ગીકૃત કરે છે. મોટાભાગના ભાષા-સંબંધિત ગુનાઓ સ્તર 1 અને સ્તર 2 માં આવે છે. સ્તર 1 માં ઠપકો અથવા ઓછો દંડ થઈ શકે છે, પરંતુ સ્તર 2 વધુ ગંભીર છે. આ લેવલમાં સામાન્ય રીતે અપશબ્દો, અપશબ્દોથી વિરોધીને ઉશ્કેરવા, અમ્પાયરના નિર્ણયનું અપમાન કરવા અથવા કોઈપણ અયોગ્ય ટિપ્પણી કરવાનો સમાવેશ થાય છે.
શું સજા મળે છે
સૌથી પહેલા વાત કરીએ તો અપશબ્દો બોલવા પર લેવલ 1 અંતર્ગત ખેલાડીની મેચ ફીનો 50 ટકા ભાગ લઈ લેવામાં આવે છે. સાથે 1 ડિમેરિટ પોઈન્ટ પણ જોડાય જાય છે. આ ડિમેરિટ પોઈન્ટ આગામી 2 વર્ષ સુધી ખેલાડીની પ્રોફાઈલમાં એક્ટિવ રહે છે અને બીજી વખત ભૂલ થવા પર આગળની સજા નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે. આ સજા મામુલી લાગી શકે છે પરંતુ 2-3 ઘટનાઓ સાથે મળી ખેલાડીઓ પર સીધો પ્રતિબંધ લાગે ત્યાં સુધી વાત પહોંચી જાય છે. લેવલ 2માં થોડી વધારે આકરી સજા હોય છે. આ દરમિયાન મેચની 100 ટકા ફી સાથે 1 થી 4 ડિમેરિટ પોઈન્ટ મળે છે. જો 4 ડિમેરિટ પોઈન્ટ ખેલાડીના ખાતામાં આવે તો તે ખેલાડી એક ટેસ્ટ , 2 ઓડીઆઈ તેમજ 2 ટી20 મેચ રમવા પર પ્રતિબંધનો સામનો કરવો પડે છે.
તાજેતરના વર્ષોમાં માઇક્રોફોન અને કેમેરા ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, અને ખેલાડીઓ ઘણીવાર જાણતા પણ નથી હોતા કે તેમનો અવાજ કેપ્ચર થઈ ગયો છે, અને જ્યારે તેમને મેચ પછી નોટિસ મળે છે ત્યારે તેઓ ચોંકી જાય છે. જ્યારે ICC સ્વીકારે છે કે રમતના તણાવપૂર્ણ વાતાવરણમાં ક્યારેક અજાણતાં બોલવું સામાન્ય છે, ત્યારે ઇરાદા અને પરિસ્થિતિના આધારે કાર્યવાહી કરવામાં આવે છે.
