AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: જો બંને સેમીફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો શું થશે ? ICC નિયમો જાણો

આ ટૂર્નામેન્ટમાં કુલ 7 મેચો પર વરસાદની અસર જોવા મળી હતી. આમાંથી 4 મેચો રદ કરવામાં આવી હતી. હવે ચાહકોને ચિંતા છે કે વરસાદ સેમિફાઇનલ અને ફાઇનલને ખલેલ પહોંચાડી શકે છે. બાકીની ત્રણ મેચમાં વરસાદ પડે તો ?

T20 World Cup: જો બંને સેમીફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો શું થશે ? ICC નિયમો જાણો
T20 World Cup: જો બંને સેમીફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો શું થશેImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 11:54 AM
Share

ઓસ્ટ્રેલિયામાં ટી 20 વર્લ્ડકપ પોતાના છેલ્લા તબક્કામાં પહોંચ્યું છે, સુપર-12ની તમામ મેચ રમાઈ ચૂકી છે. હવે 2 સેમીફાઈનલ અને ફાઈનલ સહિત કુલ ત્રણ મેચ ટૂર્નામેન્ટની બાકી છે. 16 ટીમોમાં ભારત,પાકિસ્તાન,ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ ટોપ 4માં સ્થાન બનાવવામાં સફળ રહી છે. 9 નવેમ્બર એટલે કે આજે બુધવારના રોજ પ્રથમ સેમીફાઈનલ ન્યુઝીલેન્ડ અને  પાકિસ્તાન વચ્ચે રમાશે. ત્યારબાદ 10 નવેમ્બર ગુરુવારના રોજ બીજી સેમીફાઈનલ મેચ રમાશે.

મેચ પર વરસાદની અસર

આ ટૂર્નામેન્ટમાં કુલ 7 મેચ પર વરસાદની અસર જોવા મળી હતી. જેમાંથી 4 મેચ રદ્દ થઈ ગઈ છે. હવે ચાહકો આ વાતને લઈ ચિંતામાં છે કે, તે સેમીફાઈનલ અને ફાઈનલમાં વરસાદ પડે છે અને ખલેલ પહોંચાડે છે તો શું થશે ? આઈસીસીએ સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો પ્રથમ મેચ પુરી ન થઈ શકે તો તેના પછીના દિવસે મેચ શરુ કરાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં ટકરાશે

સેમીફાઈનલના દિવસે મેચ પુરી ન થાય તો જે દિવસે મેચ રોકવામાં આવી તે બીજા દિવસેથી ત્યાંથી જ શરુ કરાશે જ્યાંથી રોકવામાં આવી હતી. બીજા દિવસે જો બીજા દિવસે પણ વરસાદ પડે અને મેચ પૂર્ણ ન થાય તો સુપર-12માં ટોચની ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. આનાથી પ્રથમ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ અને બીજીમાં ભારતને ફાયદો થશે. આ રીતે ભારત અને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં ટકરાશે. ન્યુઝીલેન્ડ સાત પોઈન્ટ સાથે ગ્રુપ-1માં અને ભારત ગ્રુપ-2માં આઠ પોઈન્ટ સાથે ટોચ પર હતું.

નિયમ અનુસાર વરસાદ આવ્યા બાદ અંદાજે 5-5 ઓવરની મેચ પરિણામ માટે જરુરી હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર નૉક-આઉટ મેચમાં 10-10 ઓવર રાખવામાં આવી હતી. ફાઈનલ ટક્કર રવિવાર 13 નવેમ્બરના રોજ રમાશે. આ મેચમાં જો વરસાદના કારણે ન રમાય તો બંન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. ટી20 વર્લ્ડકપ અને વનડે વર્લ્ડકપમાં અત્યારસુધી ક્યારે પણ સંયુક્ત ટીમને વિજેતા તરીકે જોવા મળી નથી.

T20 વર્લ્ડ કપ ની પ્રથમ સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. સિડનીના મેદાન પર આજે બંને ટીમો સામસામે ટકરાશે. કેન વિલિયમસનની કિવી ટીમ ગ્રુપ 1માં ટોપર રહી હતી જ્યારે પાકિસ્તાને ગ્રુપ 2માં બીજા સ્થાને રહીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">