રોડ અકસ્માતમાં જીવ બચાવનાર બે છોકરાઓને રિષભ પંતે શું ભેટ આપી? ઓસ્ટ્રેલિયન મીડિયાએ કર્યો ખુલાસો
રિષભ પંત 2 વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેના જીવને જોખમ હતું. પરંતુ બે છોકરાઓએ તેનો જીવ બચાવ્યો. હવે પંતે આ બંનેને કઈ ગિફ્ટ આપી તે અંગે ઓસ્ટ્રેલિયન મીડિયાએ ખુલાસો કર્યો છે.
30 ડિસેમ્બર 2022… ભાગ્યે જ કોઈ ભારતીય ચાહક આ તારીખને ભૂલી શકશે. આ તે કાળો દિવસ છે જ્યારે રિષભ પંત રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. તેની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ અને પછી આગ લાગી. પરંતુ આટલા ગંભીર અકસ્માત છતાં રિષભ પંતે મૃત્યુને હરાવ્યું અને સુગર મિલમાં કામ કરતા બે લોકો તેમના માટે દેવદૂત બનીને આવ્યા. આ બે લોકોના નામ રજત અને નિશુ હતા, જેઓ પંતને કારમાંથી બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા. અકસ્માતમાં બચ્યા બાદ રિષભ પંતે બંનેને શું ગિફ્ટ આપી હતી તે હવે સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ આ અંગે એક વિશેષ અહેવાલ આપ્યો છે.
રજત અને નિશુને પંતે સ્કૂટી ગિફ્ટ કરી
જ્યારે રિષભ પંત સ્વસ્થ થયો, ત્યારે તે સૌપ્રથમ રજત અને નિશુને મળ્યો હતો. રિષભ પંતે બંનેને એક-એક સ્કૂટી ગિફ્ટ કરી હતી. બંનેની સ્કૂટી પર રિષભ પંત લખેલું છે. આજે પણ પંત આ બંનેનો ઋણી છે, કારણ કે તેમના કારણે જ રિષભનો જીવ બચ્યો હતો અને તે ક્રિકેટમાં વાપસી કરી શક્યો હતો. રિષભ પંત હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને એવી અપેક્ષા છે કે તે ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરશે.
The two people who saved Rishabh Pant’s life after his accident had no idea who he was.@beastieboy07 travels back to India to retrace the steps from Pant’s accident to his return, but also much more than that.
The tale of Rishabh’s recovery, from those closest to him pic.twitter.com/UuzaJBN0QT
— 7Cricket (@7Cricket) November 23, 2024
પંતને બચાવનારને ફેન્સના સલામ
રિષભ પંત સાથે જોડાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિષભ પંતના ફેન્સ રજત અને નીશુ માટે પ્રાર્થના કરી રહ્યા છે. જો આ બંને ત્યાં ન હોત તો તે દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. જોકે, અકસ્માતમાંથી બચીને પંતે શાનદાર વાપસી કરી હતી.
પંતે જોરદાર કમબેક કર્યું
ડોક્ટરોએ તો પંતને કહી દીધું હતું કે કદાચ તે ક્યારેય પોતાના પગ પર ચાલી શકશે નહીં. પરંતુ પંતે આવું ન થવા દીધું. સારા ડોકટરો પાસેથી સારવાર લેવા ઉપરાંત સાજા થવા માટે પંતે દિવસ-રાત કામ કર્યું. IPLમાં કમબેક કરી શાનદાર પ્રદર્શન કર્યું. આ પછી તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાની તાકાત બતાવી. તે T20 વર્લ્ડ ચેમ્પિયન પણ બન્યો હતો. હવે આશા છે કે તે ઓસ્ટ્રેલિયામાં પણ દેશનો વિજયી ઝંડો ફરકાવશે.
આ પણ વાંચો: Video : હાર્દિક પંડ્યાએ 5 સિક્સર અને 6 ફોર ફટકારી ટીમને અપાવી યાદગાર જીત