AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : હાર્દિક પંડ્યાએ 5 સિક્સર અને 6 ફોર ફટકારી ટીમને અપાવી યાદગાર જીત

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં ગુજરાત સામેની મેચમાં બરોડા તરફથી રમતા ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને હાર્દિક પંડ્યાએ તોફાની બેટિંગ કરીને તેની ટીમને જીત અપાવી હતી. હાર્દિક પંડ્યાએ 5 સિક્સર અને 6 ફોર ફટકારીને વિરોધી ટીમને સ્તબ્ધ કરી દીધી હતી.

Video : હાર્દિક પંડ્યાએ 5 સિક્સર અને 6 ફોર ફટકારી ટીમને અપાવી યાદગાર જીત
Hardik PandyaImage Credit source: PTI
| Updated on: Nov 23, 2024 | 9:27 PM
Share

હાર્દિક પંડ્યા જ્યાં જાય છે ત્યાં પ્રભુત્વ ધરાવે છે. મેદાન ગમે તે હોય, પ્રતિસ્પર્ધી ગમે તે હોય, પંડ્યાને કોઈ પરવા નથી, તે માત્ર પોતાની ટીમને જીતાડવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફરી એકવાર હાર્દિક પંડ્યાએ એવું જ કર્યું છે. 8 વર્ષ બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહેલા હાર્દિક પંડ્યાએ પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ અણનમ અડધી સદી ફટકારીને પોતાની ટીમને રોમાંચક જીત અપાવી હતી. બરોડા તરફથી રમતા હાર્દિક પંડ્યાએ અણનમ 74 રન બનાવ્યા અને તેના જ દમ પર બરોડાની ટીમ 3 બોલ બાકી રહેતા મેચ જીતવામાં સફળ રહી હતી.

હાર્દિક પંડ્યાએ બતાવી તાકાત

ઈન્દોરમાં રમાયેલી મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 184 રન બનાવ્યા હતા. ટાર્ગેટ મોટો હતો અને એક સમયે ગુજરાતની ટીમ જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ પછી હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો. હાર્દિક પંડ્યા પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો અને શાનદાર બેટિંગ કરી હતી. તેણે પાંચ સિક્સર અને 6 ફોર ફટકારી હતી. મહત્વની વાત એ છે કે પંડ્યાએ તણાવભરી સ્થિતિમાં આ તમામ બાઉન્ડ્રી ફટકારી હતી અને પરિણામે બરોડાએ પ્રથમ મેચ જીતી લીધી હતી. ગુજરાતની ટીમમાં ભારતીય નેશનલ ટીમના બે સ્ટાર ખેલાડીઓ રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલ પણ આ બરોડા ટીમમાં હતા, પરંતુ બંને આઅ મેચમાં કઈં ખાસ કરી ન શક્યા.

હાર્દિક પંડ્યા નંબર-1 ઓલરાઉન્ડર

આ અઠવાડિયે બુધવારે હાર્દિક પંડ્યા નંબર-1 T20 ઓલરાઉન્ડર બન્યો હતો. તેણે લિયામ લિવિંગ્સ્ટનને પછાડીને ટોપનું સ્થાન હાંસલ કર્યું હતું. હાર્દિક પંડ્યાએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં નંબર-1 ઓલરાઉન્ડર જેવું પ્રદર્શન કર્યું હતું. બોલિંગમાં હાર્દિક પંડ્યા થોડો મોંઘો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 37 રન આપીને એક વિકેટ લીધી હતી, પરંતુ બેટથી તેણે ધમાલ મચાવી હતી. હાર્દિક પંડ્યા પણ આ ટૂર્નામેન્ટમાં રમીને IPL 2025ની તૈયારીઓ પૂર્ણ કરી રહ્યો છે. પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે.

આ પણ વાંચો: IPL Mega Auction : સાઉદી અરેબિયાના જેદ્દાહમાં સ્ટેજ તૈયાર, ખેલાડીઓ પર થશે કરોડોનો વરસાદ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">