ભારત સામે પહેલી ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાહેર, 2 અનકેપ્ડ ખેલાડીઓનો કર્યો સમાવેશ

ડોમિનિકા ખાતે ભારત સામે યોજાનાર પ્રથમ ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝે 13 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સામે પહેલી ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાહેર, 2 અનકેપ્ડ ખેલાડીઓનો કર્યો સમાવેશ
West Indies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 9:02 PM

12 જુલાઇથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે Test મેચની સીરિઝની પહેલી મેચ રમાશે. ટેસ્ટ મેચ શરૂ થવાના ચાર દિવસ પહેલા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે પહેલી ટેસ્ટ માટે 13 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ટીમની કમાન ક્રેગ બ્રેથવેટને સોંપવામાં આવી છે.

અનકેપ્ડ ખેલાડીઓનો ટીમમાં સમાવેશ

ભારત સામેની પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે બે અનકેપ્ડ ખેલાડીઓ કિર્ક મેકેન્ઝી અને એલિક અથાનાજને ટીમમાં સામેલ કર્યા છે. આ બંને ખેલાડીઓએ તાજેતરમાં બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી વેસ્ટ ઇન્ડીઝ A ટીમ માટે સારું પ્રદર્શન કર્યું હતું અને હવે તેમને ભારત સામેની પહેલી ટેસ્ટમાં ટીમમાં સામેલ કર્યા છે. પ્રથમ મેચમાં આ બંને ખેલાડીઓ ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

હોલ્ડર અને જોસેફ ટીમમાં સામેલ

વેસ્ટ ઈન્ડિઝ ટીમના બે સિનિયર ખેલાડીઓ જેસન હોલ્ડર અને અલ્ઝારી જોસેફને પણ ભારત સામેની પહેલી ટેસ્ટ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલ વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ટીમનો ભાગ હતા. પરંતુ ભારત સામે ટેસ્ટ મેચ પહેલા તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા અને હવે બંનેને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયા છે.

બે રિઝર્વ ખેલાડીઓ

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે 13 સભ્યોની ટીમ પહેલી ટેસ્ટ માટે જાહેર કરી છે. ટીમમાં આ સિવાય બે ખેલાડીઓને રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. અકીમ જોર્ડન અને ટેવિન ઇમ્લેક આ બંને ખેલાડીઓ ટીમમાં રિઝર્વ ખેલાડીઓ તરીકે રહેશે અને જો કોઈ ખેલાડીને મેચમાંથી બહાર થવાની પરિસ્થિત સર્જાશે તો આ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળી શકે છે. જો કે આવું થવાની સંભાવના નહિવત છે.

આ પણ વાંચો : ICC ટૂર્નામેન્ટમાં ‘દાદાગીરી’ સૌરવ ગાંગુલીના આ રેકોર્ડ્સ જે નથી તોડી શક્યા કોઈ ખેલાડી

ભારત સામે પહેલી ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ:

ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), જર્મેન બ્લેકવુડ (વાઈસ કેપ્ટન), એલિક અથાનાજ, તેજનારાયણ ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ ડીસિલ્વા, શેનન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, રેમન રીફર, કેમાર રોચ, જોમેલ વારિકન.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">