AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC ટૂર્નામેન્ટમાં ‘દાદાગીરી’ સૌરવ ગાંગુલીના આ રેકોર્ડ્સ જે નથી તોડી શક્યા કોઈ ખેલાડી

ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનોની યાદીમાં ગાંગુલી નંબર વન પર છે. તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સદી ફટકારી છે. જે રેકોર્ડ આજે પણ અકબંધ છે.

ICC ટૂર્નામેન્ટમાં 'દાદાગીરી' સૌરવ ગાંગુલીના આ રેકોર્ડ્સ જે નથી તોડી શક્યા કોઈ ખેલાડી
sourav ganguly in icc tournaments
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 6:58 PM
Share

ટીમ ઈન્ડિયાના મહાન કેપ્ટન સૌરવ ગાંગુલી આજે 51મો જન્મદિવસ માનવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની ખ્યાતિને સૌથી ઉપરના લેવલ પર પહોંચાડવામાં સૌરવ ગાંગુલીનું મોટું યોગદાન રહ્યું છે. તેમણે એક ખેલાડી અને એક કપ્તાન તરીકે અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે, જેમાં એક record એવો છે જે આજ સુધી કોઈ ખેલાડી તોડી નથી શક્યા.

ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી

સૌરવ ગાંગુલી વિશ્વ ક્રિકેટના સૌથી સફળ ખેલાડીઓમાં એક છે જેમણે તેમની રમત અને રેકોર્ડથી વિશ્વભરમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ગાંગુલીએ ટીમ ઈન્ડિયાને વિદેશમાં અને મોટી ટુર્નામેન્ટમાં જીત આપવી છે. ગાંગુલી ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટન છે. ગાંગુલીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સદી ફટકારી છે. જે રેકોર્ડ હજી સીધી કોઈ કેપ્ટન તોડી શક્યો નથી. ગાંગુલી બાદ આ લિસ્ટમાં બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો મહાન કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જેણે વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી હતી.

નોકઆઉટ મેચોમાં સૌથી વધુ એવરેજ

ICC નોકઆઉટ મેચોમાં સૌથી વધુ બેટિંગ એવરેજ ધરાવતો ભારતીય કેપ્ટન પણ સૌરવ ગાંગુલી જ છે. નોકઆઉટ મેચોમાં ગાંગુલીની એવરેજ 107.50 છે. આ લિસ્ટમાં બીજા નંબર પર વિરાટ કોહલી છે. નોકઆઉટમાં કોહલીની એવરેજ 39.75 છે. જ્યારે 36.42ની એવરેજ સાથે મહેન્દ્ર સિંહ ધોનીની ત્રીજા ક્રમે છે.

વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કોર

ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલી ODI વર્લ્ડ કપની એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. તેણે એક મેચમાં 183 રન બનાવ્યા હતા. આ સિવાય સતત ચાર વનડેમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ જીતનાર તે એકમાત્ર ખેલાડી છે. ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં પણ ગાંગુલીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : 51મા જન્મદિવસે સૌરવ ગાંગુલીએ ઓનલાઈન કોર્સની કરી જાહેરાત; જય શાહ-સુરેશ રૈનાએ પાઠવી શુભકામના

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કપ્તાન

સૌરવ ગાંગુલી ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કપ્તાનોમાં એક છે. તેમની કપ્તાનીમાં ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી, જ્યાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">