ICC Test ranking : 107 દિવસથી ટેસ્ટ રમ્યો નથી છતાં કેન વિલિયમસન બન્યો નંબર 1 બેસ્ટમેન

ન્યૂઝીલેન્ડનો પૂર્વ ટેસ્ટ કેપ્ટન કેન વિલિયમસન ઈજાના કારણે ક્રિકેટથી દૂર છે છતાં ટેસ્ટ રેન્કિંગમાં તેનો દબદબો યથાવત છે. લેટેસ્ટ ICC ટેસ્ટ રેન્કિંગમાં તે દુનિયાનો નંબર 1 ટેસ્ટ બેસ્ટમેન બની ગયો છે.

ICC Test ranking : 107 દિવસથી ટેસ્ટ રમ્યો નથી છતાં કેન વિલિયમસન બન્યો નંબર 1 બેસ્ટમેન
Kane Williamson
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 9:32 PM

હાલમાં ઘૂંટણની ઈજાથી ઝઝૂમી રહેલો કેન વિલિયમસન લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે, છતાં તે વિશ્વનો નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. કેન વિલિયમસન તાજેતરની ICC રેન્કિંગમાં નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. તેણે એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બાદ નંબર 1ના સ્થાને પહોંચેલા જો રૂટને પાછળ છોડી દીધો છે. બીજી ટેસ્ટમાં રૂટ કોઈન કમાલ ન કરી શક્યો અને તે ચાર સ્થાન સરકીને પાંચમાં નંબરે આવી ગયો છે.

ક્રિકેટથી દૂર છતાં ટોપ પર

કેન વિલિયમ્સન નંબર 1 બનવું ખૂબ જ આશ્ચર્યજનક છે, કારણ કે ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ 107 દિવસથી કોઈ ટેસ્ટ મેચ રમી નથી. વિલિયમસન છેલ્લે 17 માર્ચ 2023ના રોજ શ્રીલંકા સામે વેલિંગ્ટન ટેસ્ટમાં રમ્યો હતો જે 20 માર્ચ સુધી ચાલી હતી. ઓગસ્ટ 2021 પછી કેન વિલિયમસન ICC ટેસ્ટ રેન્કિંગમાં ફરીથી નંબર 1 બની ગયો છે. IPL 2023ની પહેલી જ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે કેન વિલિયમસન ઈજાગ્રસ્ત થયો હતો. વિલિયમસનને તેના ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે હાલમાં રિકવરીના તબક્કામાં છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

સ્ટીવ સ્મિથ પાસે નંબર 1 બનવાની તક

ICC ટેસ્ટ રેન્કિંગમાં સ્ટીવ સ્મિથને મોટો જમ્પ મળ્યો છે. સ્ટીવ સ્મિથ 4 બેટ્સમેનોને પછાડીને બીજા સ્થાને પહોંચી ગયો છે. સ્ટીવ સ્મિથના 882 રેટિંગ પોઈન્ટ છે અને તે વિલિયમસનથી માત્ર એક પોઈન્ટ પાછળ છે. મતલબ કે જો સ્મિથ હેડિંગલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરશે તો તે નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બની જશે.

સ્મિથની 100મી ટેસ્ટ મેચ

જો સ્મિથ હેડિંગ્લીમાં નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બને છે, તો તે તેના માટે મોટી વાત હશે કારણ કે તે આ મેદાન પર તેની 100મી ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યો છે. સ્વાભાવિક રીતે 100મી ટેસ્ટ મેચમાં નંબર 1 બનવું સ્ટીવ સ્મિથ માટે ખાસ ક્ષણ હશે.

આ પણ વાંચો : Bodyline series : ક્રિકેટ ઇતિહાસની સૌથી ખતરનાક અને વિવાદાસ્પદ એશિઝ સીરિઝ

અશ્વિન-જાડેજા ટોપ પર

ટીમ ઈન્ડિયાનો અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ટોપ પર યથાવત છે, જ્યારે ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા નંબર 1 પર છે. બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ 10માં ઋષભ પંત એકમાત્ર ભારતીય છે. બોલરોની રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ આઠમા અને જાડેજા 9મા ક્રમે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">