ડિવાઈડર તોડી કારે પલટી મારતા બ્લાસ્ટ થયો, રિષભ પંતની કાર અકસ્માતનો Video જુઓ

TV9 GUJARATI

|

Updated on: Dec 30, 2022 | 1:22 PM

રિષભ પંત (Rishabh Pant Car Accident)ને દિલ્હીથી રૂડકી જતી વખતે કાર અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો અને હવે આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

ડિવાઈડર તોડી કારે પલટી મારતા બ્લાસ્ટ થયો, રિષભ પંતની કાર અકસ્માતનો Video જુઓ
રિષભ પંતની કાર અકસ્માતનો વીડિયો જુઓ
Image Credit source: Twitter
Follow us

ભારતીય ક્રિકેટર રિષભ પંતનો શુક્રવારે સવારે અકસ્માત થયો હતો. તે દિલ્હીથી રૂડકી જઈ રહ્યો હતો ત્યારે તેની કારનો અકસ્માત થયો હતો અને પંત ઘાયલ થયો હતો. પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. ડોક્ટરે કહ્યું છે કે, અત્યાર સુધી તેમની તબિયત સ્થિર છે અને ચિંતાની કોઈ વાત નથી. આ દરમિયાન પંતના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પંત ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો અને પછી તેની કાર ડિવાઈડ પર ચઢી ગઈ. આ પછી, લાંબા અંતર સુધી ડિવાઈડર પર ગયા બાદ કાર પલટી ગઈ હતી. આ પછી કારમાં આગ લાગી હતી. પંત સમયસર કારમાંથી બહાર આવ્યો અને બચી ગયો

કારમાં થયો બ્લાસ્ટ

પંતની કાર અકસ્માતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ તેમની કારમાં આગ લાગી હતી. પંતની કાર ખરાબ રીતે બળી ગઈ છે.

આ કારણે પંત સાથે અકસ્માત થયો

વેબસાઈટ ESPNcricinfo અનુસાર, ICUમાં પંતની સારવાર કરનારા ડૉ. સુશીલ નાગરે જણાવ્યું છે કે પંતને માથા અને ઘૂંટણમાં ઈજા થઈ છે. તેણે કહ્યું કે, પ્રથમ એક્સ-રે મુજબ કોઈ હાડકું તૂટ્યું નથી અને કારમાં આગ લાગી હોવા છતાં તે ક્યાંય બળ્યો નથી. તેને કપાળ પર, ડાબી આંખની ઉપર, ઘૂંટણમાં અને પાછળના ભાગે ઈજાઓ થઈ હતી.

હરિદ્વાર દેહાતના એસપી એસકે સિંહે જણાવ્યું કે પંત સાથે આ ઘટના એટલા માટે બની કારણ કે તે ઊંઘી ગયો હતો. આ કારણોસર તેમની કાર બેકાબૂ બનીને ડિવાઈડર સાથે અથડાઈ હતી.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રિષભ પંતની માતા સાથે ફોન પર વાત કરી હતી. તેની સારવાર માટે તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.નોંધનીય છે કે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં ભાગ લેવા કોલકાતા ગયા છે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati