AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સચિન,દ્રવિડ બાદ હવે આ દિગ્ગજ ખેલાડીના દીકરાની ક્રિકેટના મેદાનમાં થઈ એન્ટ્રી, આ ટૂર્નામેન્ટમાં દેખાડશે ઝલવો

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રહી ચૂકેલા સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનો દીકરો લાંબા સમયથી ક્રિકેટના મેદાન પર જલવો દેખાડી રહ્યો છે. સચિન તેંડુલકરનો દિકરો અર્જુન તેંડુલકર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમી ચૂક્યો છે. ત્યારે વધુ એક દિગ્ગજ ખેલાડીના દિકરાની મેદાનમાં એન્ટ્રી થવા જઈ રહી છે.

સચિન,દ્રવિડ બાદ હવે આ દિગ્ગજ ખેલાડીના દીકરાની ક્રિકેટના મેદાનમાં થઈ એન્ટ્રી, આ ટૂર્નામેન્ટમાં દેખાડશે ઝલવો
| Updated on: Sep 29, 2024 | 1:44 PM
Share

ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનો દિકરો એક મોટી ટૂર્નામેન્ટમાં ધમાલ મચાવતો જોવા મળશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયા માટે મેચ રમનાર ખેલાડીઓના દિકરાએ ક્રિકેટના મેદાન પર ચોગ્ગા -છગ્ગાનો વરસાદ કર્યો હતો. હવે વધુ એક દિગ્ગજનો દિકરો મેદાનમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ દિગ્ગજ બીજું કોઈ નહિ ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ છે. વીરેન્દ્ર સહેવાગના દિકરાને દિલ્હીની અંડર 19 ટીમમાં સ્થાન મળ્યું છે.

આર્યવીર સહેવાગની પસંદગી દિલ્હીની અંડર-19 ટીમમાં

વીરેન્દ્ર સહેવાગનો દિકરો આર્યવીર સહેવાગનું સપનું પોતાની ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચ રમવાનું છે. આર્યવીર સહેવાગની પસંદગી દિલ્હીની અંડર-19 ટીમમાં થઈ છે. હવે આર્યવીર સહેવાગ 2024-25ની ડોમેસ્ટ્રીક સીઝન માટે વીનુ માંકડ ટ્રોફી વનડે ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળશે. વીનુ માંકડ ટૂર્નામેન્ટ 4 ઓક્ટોબરથી પોંડિચેરીમાં રમાશે. જેના માટે દિલ્હી અંડર-19નો કેપ્ટન પ્રણવ પંતને બનાવ્યો છે. જ્યારે સાર્થક રે ટીમનો વાઈસ કેપ્ટન હશે.

અંડર-16 ટીમમાં પણ રમી ચૂક્યો છે આર્યવીર સહેવાગ

વીરેન્દ્ર સહેવાગનો દિકરો આર્યવીર સહવાગ આ પહેલા દિલ્હીની અંડર-16 ટીમ માટે મેચ રમી રહ્યો છે. ત્યારથી તેનું પ્રદર્શન સૌ કોઈનું દિલ જીતી લીધું છે. હવે તેને દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-19 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

સહેવાગે ભારત માટે રમી 3 ફોર્મેટ

વીરેન્દ્ર સહેવાગે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. તેમણે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારનાર તે એકમાત્ર બેટ્સમેન છે. તે ભારત માટે ટી20 વર્લ્ડકપ 2007 અને વનડે વર્લ્ડકપ 2011 જીતનાર ટીમનો ભાગ રહ્યો છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે 104 ટેસ્ટ મેચમાં 8586 રન અને 251 વનડે મેચમાં 8273 રન બનાવ્યા છે. આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં તેના નામે 394 રન છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેના નામે 38 સદી પણ છે.

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એવા કેટલાક દિગ્ગજો રહી ચૂક્યા છે. જેમના દિકરા ઈન્ટરનેશનલ લેવલ પર રમી રહ્યા છે. કેટલાક ક્રિકેટરના દિકરા હજુ યુવાવસ્થામાં છે અને જૂનિયર લેવલ પર આગળ વધી રહ્યા છે.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">