IND vs SA: ટેસ્ટ કેપ્ટન આગામી સમયમાં હવે શુ કરશે? વિરાટ કોહલી માટે નિરાશાઓ વચ્ચે આ દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી

આ અનુભવીએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી હારવાના કારણોની જાણવા પ્રયાસ કર્યો છે. દરમિયાન એવું પણ માનવામાં આવે છે કે DRS વિવાદ પછી વિરાટ કોહલી (Virat Kohli) નું ઓનફિલ્ડ વર્તન ખોટું હતું.

IND vs SA: ટેસ્ટ કેપ્ટન આગામી સમયમાં હવે શુ કરશે? વિરાટ કોહલી માટે નિરાશાઓ વચ્ચે આ દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
Virat Kohli દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન શતકની અપેક્ષા પુરીના કરી શક્યો

દક્ષિણ આફ્રિકા (South Africa) માં ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બનવાનું વિરાટ કોહલી (Virat Kohli) નું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત 1-2થી હારી ગયું હતું. કેપટાઉનમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ 7 વિકેટે જીતીને યજમાન ટીમે શ્રેણી જીતી લીધી હતી. શ્રેણીમાં હારનું મુખ્ય કારણ ભારતની બેટિંગ હતી, જેને ભારતીય ટેસ્ટ કેપ્ટને પણ સ્વીકારી હતી. ક્રિકેટ ચાહકો આ સિરીઝમાં વિરાટ કોહલી પાસેથી સદીની આશા રાખતા હતા, પરંતુ તે પણ તૂટી ગઈ. મતલબ કે 2 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી તેની સદીની રાહ હજુ પણ અકબંધ છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે આ બધી નિષ્ફળતાઓ વચ્ચે વિરાટ કોહલી આગળ શું કરશે. શું તેની 71મી સદીની રાહ દક્ષિણ આફ્રિકામાં અટકશે? જવાબ હા છે. અને તે અમે નહીં પરંતુ વસીમ જાફરે (Wasim Jaffer) તેના વિશે દાવો કર્યો છે.

ભારતના આ પૂર્વ ક્રિકેટર અને ઓપનરે એક સ્પોર્ટસ યુટ્યુબ ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલી પર મોટી ટિપ્પણી કરી છે. તેણે ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાના પ્રદર્શન વિશે વાત કરી. આ સાથે એક મોટી આગાહી પણ કરવામાં આવી છે.

વસીમ જાફરની દિલખુશ આગાહી

સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ તેમાં ભારતની નિષ્ફળતાઓને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તેના કારણોની ગણતરી કરવામાં આવી રહી છે. વસીમ જાફરે પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. પરંતુ, તેની સાથે જ તેણે એક એવી આગાહી પણ કરી છે, જે વિરાટ કોહલીના વાસ્તવિક ચાહકોનો મૂડ વધારશે.

વિરાટ વનડે સિરીઝમાં સદી ફટકારશે – વસીમ જાફર

ભારતના ભૂતપૂર્વ ઓપનરે વિરાટ કોહલીની 71મી સદી વિશે યુટ્યુબ ચેનલ પર તેની આગાહી કરી છે. તેણે કહ્યું કે હું આગાહી કરું છું કે વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં સદીની રાહનો અંત લાવશે. તે પોતાની 71મી સદી ફટકારશે. વસીમ જાફરે પોતે પણ તેની ક્લિપ શેર કરી છે.

આ ઈન્ટરવ્યુમાં ટીમ ઈન્ડિયાના સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ હારવાના કારણોને પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એ પણ સ્વીકાર્યું કે ડીઆરએસ વિવાદ પછી વિરાટ કોહલીનું ઓનફિલ્ડ વર્તન ખોટું હતું. વિરાટ કોહલીએ નવેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની છેલ્લી સદી ફટકારી હતી. એકવાર દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તે સદીની નજીક પહોંચી ગયો હતો, પરંતુ તે ચૂકી ગયો હતો. વનડે શ્રેણીમાં તેના પર કેપ્ટનશિપનું કોઈ દબાણ રહેશે નહીં. આવી સ્થિતિમાં, બની શકે છે કે વસીમ જાફરની તેની 71મી આંતરરાષ્ટ્રીય સદી વિશેની ભવિષ્યવાણી સાચી પડી શકે.

આ પણ વાંચોઃ Badminton U19: પોલીસ કર્મીની પુત્રીનો વિશ્વ સ્તરે કમાલ, પિતાએ શિખવી રમત અને પુત્રીએ નેહવાલ-સિંધૂને પાછળ છોડી બની નંબર 1

આ પણ વાંચોઃ Cricket: ખૂબસુરત અભિનેત્રી ઉશના શાહે ‘લાલા એ દિલ જીતી લીધુ’ કહી સ્ટાર ક્રિકેટરને ચર્ચાનુ કારણ બનાવી દીધો

  • Follow us on Facebook

Published On - 9:58 am, Sat, 15 January 22

Click on your DTH Provider to Add TV9 Gujarati