AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ખૂબસુરત અભિનેત્રી ઉશના શાહે ‘લાલા એ દિલ જીતી લીધુ’ કહી સ્ટાર ક્રિકેટરને ચર્ચાનુ કારણ બનાવી દીધો

આ ખેલાડીની મુલાકાત એક ખૂબસુરત અભિનેત્રી ઉશના શાહ સાથે થઇ હતી. તેની સાથે કરેલી વાતોથી અભિનેત્રી તેની વાતોમાં આકર્ષાઇ હતી

Cricket: ખૂબસુરત અભિનેત્રી ઉશના શાહે 'લાલા એ દિલ જીતી લીધુ' કહી સ્ટાર ક્રિકેટરને ચર્ચાનુ કારણ બનાવી દીધો
Ushana Shah ની મુલાકાત હવાઇ સફર દરમિયાન Afridi સાથે થઇ હતી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 11:24 PM
Share

પાકિસ્તાન (Pakistan) નો સ્ટાર ક્રિકેટર હાલમાં એક અભિનેત્રીને લઇને ચર્ચામાં આવી ચુક્યો છે. હવાઇ મુસાફરી દરમિયાન પાકિસ્તાનના જાણીતા ખેલાડી શાહિદ આફ્રિદી (Shahid Afridi) ની મુલાકાત એક ખૂબસુરત અભિનેત્રી ઉશના શાહ (Ushna Shah) સાથે થઇ હતી. તેની સાથે કરેલી વાતોથી અભિનેત્રી તેની વાતોમાં આકર્ષાઇ હતી અને તેણે સોશીયલ મીડિયા પર તે મુલાકાતની જાણકારી શેર કરી હતી. આ દરમિયાન તેણે અંતમાં એક એક વાક્ય લખ્યુ હતુ જેનાથી જાણે પાકિસ્તાન જ નહી ચોમેર ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

વાત જાણે એમ બની હતી કે, પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદીની મુલાકાત પાકિસ્તાની અભિનેત્રી સાથે હવાઇ સફર દરમિયાન થઇ હતી. બંને એ એક બીજા સાથે મુસાફરીનો સમય સાથે વિતાવ્યો હતો. પરંતુ આ સમય અભિનેત્રી ઉશના શાહ માટે શાનદાર પળો સમાન બની ગયો હતો. તેણે પ્લેનમાંથી ઉતર્યા બાદ આ પળોને પોતાના અને આફ્રિદીના ચાહકો સામે સોશિયલ મીડિયા મારફતે શેર કરી હતી. સાથે તે બંન સાથે થયેલી ચર્ચાને લઇને કેટલીક લાઇન પણ લખી હતી.

જોકે આટલે સુધી તો વાત બરાબર હતી પરંતુ ઉશનાએ તો ભર પેટ વખાણ કરી દીધા હતા. આફ્રિદીને તેણે સૌથી મોટો સ્ટાર હોવા છતા વિનમ્ર હોવાનુ કહ્યુ અને તેના થી પોતાને આશિર્વાદ સાથે પ્રોત્સાહન મળ્યાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ આફ્રિદીને ખૂબ જ દયાળુ કહી, પોતાનુ દિલ જીતી લીધી હોવાનુ કહ્યુ હતુ, એ પણ પોતાના અંદાજ થી. ઉશનાએ લખ્યુ કે ‘લાલા ને દિલ જીતી લીયા’ સાથે જ થમ્સઅપ સાઇન પણ પાકિસ્તાનના ફ્લેગ સાથે દર્શાવી હતી.

ભણશાળીને લઇને પણ ચર્ચામાં આવી હતી

એ પણ બતાવી દઇ એ કે આફ્રિદીને લાલા કહીને પણ બોલાવવામાં આવતો હોય છે. પરંતુ આ ખૂબસુરતીએ આફ્રિદી માટેના આ ઓછા જાણીતા શબ્દને વધુ જાણીતો બનાવી દીધો છે. પાકિસ્તાની અભિનેત્રી ઉશનાના ભારતમાં પણ ચાહકો છે. તે પાકિસ્તાનના ખૂબ જ જાણીતા શો પરિજાદમાં કામ કરે છે. તે ભારતીય મુદ્દાઓ પર સોશિયલ મીડિયા દ્વારા કોમેન્ટ કરતી રહી છે. તે સંજય લીલા ભણશાળીની વેબ સિરીઝ હિરામંડીને લઇને તેણે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા અને આ અંગે નારાજગીનો સૂર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ Badminton U19: પોલીસ કર્મીની પુત્રીનો વિશ્વ સ્તરે કમાલ, પિતાએ શિખવી રમત અને પુત્રીએ નેહવાલ-સિંધૂને પાછળ છોડી બની નંબર 1

આ પણ વાંચોઃ Sport: નાઓમી ઓસાકા વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મહિલા એથ્લેટ બની, ફોર્બ્સે જારી કરી નવી યાદી

g clip-path="url(#clip0_868_265)">