AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીએ Live મેચમાં કર્યો ‘કપલ ડાન્સ’, આખું સ્ટેડિયમ જોતું રહી ગયું..

દક્ષિણ આફ્રિકા સામેની 3જી વનડેમાં ભારતની 9 વિકેટથી શાનદાર જીત થઈ. મેચનું મુખ્ય આકર્ષણ વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો મેદાન પરનો 'કપલ ડાન્સ' હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

વિરાટ કોહલીએ Live મેચમાં કર્યો ‘કપલ ડાન્સ’, આખું સ્ટેડિયમ જોતું રહી ગયું..
| Updated on: Dec 07, 2025 | 6:10 PM
Share

દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 9 વિકેટથી શાનદાર જીત નોંધાવી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ મેચ દરમિયાન એક રસપ્રદ અને મજેદાર ક્ષણ જોવા મળી, જેના કારણે સોશ્યલ મીડિયા પર હંગામો મચી ગયો. વિરાટ કોહલી મેદાનની વચ્ચે સાથી ખેલાડી કુલદીપ યાદવ સાથે ‘કપલ ડાન્સ’ કરતા જોવા મળ્યા અને આ ઉજવણીના ફોટોજ તથા વિડિયો હાલમાં વાયરલ થઈ રહ્યા છે.

વિરાટ કોહલી મસ્તીમાં મેદાન પર દોડી આવ્યા અને..

મેચ દરમિયાન કુલદીપ યાદવએ ઓળખાય તેવી બોલિંગ પ્રદર્શન આપીને આફ્રિકન બેટિંગ લાઇનઅપને હચમચાવી દીધી. તેણે 10 ઓવરમાં માત્ર 41 રનમાં ચાર મહત્વપૂર્ણ વિકેટ ઝડપી, જેમાં કોર્બિન બોશની વિકેટ પણ સામેલ હતી. આ વિકેટ મળ્યા બાદ વિરાટ કોહલી મસ્તીમાં મેદાન પર દોડી આવ્યા અને કુલદીપનો હાથ પકડી તેને ગળે લગાવી ધીમો ‘સ્લો ડાન્સ’ કર્યો. પ્રેક્ષકો અને ખેલાડીઓ બંને આ મોઝ મજા ભરેલી ઉજવણીમાં ખીલી ઉઠ્યા.

શ્રેણીના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોહલી

બીજી તરફ, વિરાટ કોહલી બેટિંગમાં પણ તેજસ્વી રહ્યા. 271 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતે માત્ર એક જ વિકેટ ગુમાવી અને સરળ વિજય હાંસલ કર્યો. આ જીતમાં કોહલીની અડધી સદીનો મોટો ફાળો રહ્યો. તેમણે 45 બોલમાં અણનમ 65 રન ફટકાર્યા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રેણીની પ્રથમ બે મેચમાં સદી નોંધાવ્યા બાદ, આ ઇનિંગસે તેમને શ્રેણીના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે સ્થાપિત કર્યું.

બોલિંગ પ્રદર્શન પણ શાનદાર

કુલદીપ યાદવ બોલિંગ વિભાગમાં શ્રેષ્ઠ ખેલાડી બન્યો. તેણે વનડે શ્રેણીમાં કુલ 9 વિકેટ ઝડપી, જેમાં બે મેચમાં ચાર-ચાર વિકેટનો સમાવેશ થાય છે. સાથે જ આ હાઇ-સ્કોરિંગ શ્રેણી હોવા છતાં તેનું ઇકોનોમી રેટ 6.23 રહ્યું, જે તેની શાનદાર બોલિંગ પ્રદર્શનને સાબિત કરે છે. નોંધનીય છે કે તે તાજેતરમાં ટેસ્ટ શ્રેણીમાં પણ 8 વિકેટ લઈ ચૂક્યો છે અને હવે 9 ડિસેમ્બરથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા સામેની પાંચ T20 મેચોની શ્રેણીમાં રમવા ઉતરશે.

વિરાટ કોહલીનો ‘કપલ ડાન્સ’ સેલેબ્રેશન હાલમાં ક્રિકેટ ચાહકો વચ્ચે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો આ રમુજી ક્ષણને ખુબ પસંદ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની આ જીત અને કોહલી-કુલદીપની મજા ભરેલી ઉજવણી બંને ચાહકો માટે ડબલ બોનાન્ઝા સાબિત થઈ.

 સ્મૃતિ મંધાના પલાશ મુછલના લગ્ન કેન્સલ, કહ્યું હવે આગળ વધવાનો સમય આવ્યો

g clip-path="url(#clip0_868_265)">