Viral Video : રોહિત શર્માએ ડગઆઉટમાં યુઝવેન્દ્ર ચહલને ધોઈ નાખ્યો ! વિરાટ કોહલીના રિએક્શન થયા Viral

India vs West indies: વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ સામેની બીજી વનડેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો. લો સ્કોરિંગ મેચમાં ભારતીય ક્રિકેટરોએ ડગઆઉટમાં બેસીને ફેન્સને ભરપૂર મનોરંજન આપ્યુ હતુ. હાલમાં રોહિત શર્મા અને યુઝવેન્દ્ર ચહલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

Viral Video : રોહિત શર્માએ ડગઆઉટમાં યુઝવેન્દ્ર ચહલને ધોઈ નાખ્યો ! વિરાટ કોહલીના રિએક્શન થયા Viral
Rohit sharma yuzvendra chahal in dugoutImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 6:54 AM

Barbados :  વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝથી ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023ની તૈયારી શરુ કરી દીધી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ નવા નવા પ્રયોગો કરી રહ્યા છે. પ્રથમ વનડેમાં બેટ્સમેનોના ક્રમ બદલ્યા બાદ ભારતીય ટીમ જેમતેમ કરીને પ્રથમ વનડે જીતી હતી. બીજી વનડેમાં દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવાનો પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન રોહિત શર્મા અને યુઝવેન્દ્ર ચહલનો (Yuzvendra Chahal) એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

બીજી વનડેમા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ક્રિકેટ ટીમ 181 રન પર ઓલઆઉટ થઈ હતી. 182 રનના લક્ષ્યને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમે 36.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. જેને કારણે 3 મેચની વનડે સિરિઝ 1-1થી બરાબર થઈ છે. હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડે નિર્ણાયક બનશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાની હાર બાદ નિશાના પર Rahul Dravid, આ 8 કારણોસર કોચમાંથી કાઢી મૂકવાની ઉઠી માગ

કેપ્ટન અને સ્પિનર વચ્ચેની મસ્તીનો વાયરલ વીડિયો

આ પણ વાંચો : એરહોસ્ટેસની પહેલી પસંદ બન્યો માહી, છુપાઈને ધોનીને જોઈ રહેલી એરહોસ્ટેસનો ક્યૂટ Video થયો Viral

મેચ દરમિયાન રોહિત શર્મા, ચહલ અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ ડગઆઉટમાં બેસીને મેચનો આનંદ માણી રહ્યા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ ખેલાડીઓ સાથે ગુજ્જુ ક્રિકેટર જયદેવ ઉનડકટ પણ જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં રોહિત શર્મા સ્પિનર યુઝવેન્દ્ર ચહલને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. ચહલ અને રોહિત શર્મા વચ્ચેની આ મસ્તી જોઈએને વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ હસી પડયા હતા.

આ પણ વાંચો : જાણો કોણ છે Smriti Mandhanaનો બોયફ્રેન્ડ? બોલિવૂડ સાથે ખાસ કનેક્શન જુઓ Photos

જણાવી દઈએ કે સ્પિન યુઝવેન્દ્ર ચહલના મસ્તી-મજાકના વીડિયો આ પહેલા પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. યુઝવેન્દ્ર ચહલ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવા વીડિયો શેયર કરતો રહે છે. યુઝવેન્દ્ર ચહલ પોતાના અનોખા અંદાજથી ફેન્સને ભરપૂર મનોરંજન આપતો રહે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">