Viral Video : વાદળ ફાટવાના ખતરનાક દ્રશ્યો થયા વાયરલ, જાણો કેટલા પ્રકારના હોય છે વરસાદ

વરસાદને કારણે આહલાદ્ક બનેલું વાતાવરણ દરેકને પ્રિય હોય છે. પણ જ્યારે વાદળ ફાટવા જેવી ઘટના બને છે ત્યારે ચારેય તરફ તબાહીના દ્રશ્યો જોવા મળે છે. ચાલો જાણીએ વરસાદના 12 પ્રકાર (Types Of Rain) અને વાદળ ફાટવાની ઘટના વિશે. 

Viral Video : વાદળ ફાટવાના ખતરનાક દ્રશ્યો થયા વાયરલ, જાણો કેટલા પ્રકારના હોય છે વરસાદ
Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 2:05 PM

Cloudburst Video : જેમ જીવનમાં સુખ સાથે દુખ આવે છે. ગુલાબના ફૂલ સાથે કાંટા આવે છે. તેમ વરસાદની સાથે કીચડ અને તબાહીના દ્રશ્યો સાથે આવે જ છે. વરસાદને કારણેઆહલાદ્ક બનેલું વાતાવરણ દરેકને પ્રિય હોય છે. પણ જ્યારે વાદળ ફાટવા જેવી ઘટના બને છે ત્યારે ચારેય તરફ તબાહીના દ્રશ્યો જોવા મળે છે. ચાલો જાણીએ વરસાદના 12 પ્રકાર (Types Of Rain) અને વાદળ ફાટવાની ઘટના વિશે.

જ્યારે એક જગ્યા પર અચાનક એકસાથે ભારે વરસાદ પડે તેને વાદળ ફાટવુ કહે છે. જેવી રીતે પાણીથી ભરેલા ફૂગ્ગાને ફોડવામાં આવે તો બધુ જ પાણી એક જગ્યાએ જ પડવા લાગે છે. તેવી જ રીતે વાદળ ફાટવાથી પાણી અચાનકથી જમીન પર પડવા લાગે છે. વાદળ ફાટવાને “ફ્લેશ ફ્લડ” અથવા તો “ક્લાઉડ બર્સ્ટ” પણ કહેવાય છે. વર્ષ 2013માં કેદારનાથમાં વાદળ ફાટવાથી ભારે તબાહી થઈ હતી.

તમારા બાળકને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરવાની સરળ ટિપ્સ
PNR Full Form : ટ્રેનની ટિકિટ પર લખેલા 'PNR' નો મતલબ શું છે?
Women's Health : મહિલાઓએ કયા ટેસ્ટ વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઈએ ?
આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ

આ પણ વાંચો : Viral Video : બાથરૂમમાં દેખાઈ ગરોળીની આખી સેના, લોકોએ કહ્યું- ટોયલેટ છે કે એમેઝોનનું જંગલ

આને કહેવાય વાદળ ફાટવું ! જુઓ વીડિયો

આ પણ વાંચો : “કાશ્મીર ભારતને આપી દો” પાકિસ્તાની જનતાનો અવાજ, સોશિયલ મીડિયામાં Viral Video આવ્યો સામે

જાણો વરસાદના 12 પ્રકાર વિશે

  • ફરફર – જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ
  • છાંટા -ફરફરથી થોડો વધારે વરસાદ
  • ફોરા – છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ
  • કરા – ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ
  • પછેડીવા – વધારે વરસાદ, પણ રક્ષણ થાય તેવો વરસાદ
  • નેવાધાર – છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ
  • મોલમેહ – પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ
  • અનરાધાર – એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ
  • મુશળધાર – અનરાધારથી વધુ હોય એવો વરસાદ, સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે
  • ઢેફાં – વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ
  • પાણ મેહ – ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ
  • હેલી – અગિયાર પ્રકારના વરસાદ પૈકી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.

આ પણ વાંચો : VIDEO: દુબઈના શેખે બનાવી ‘બાહુબલી’ કાર, જોઈને લોકો થઈ ગયા આશ્ચર્યચકિત

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">