ટીમ ઈન્ડિયાની હાર બાદ નિશાના પર Rahul Dravid, આ 8 કારણોસર કોચમાંથી કાઢી મૂકવાની ઉઠી માગ

રાહુલ દ્રવિડ (Rahul Dravid)તરફ આંગળી ચીંધનારાઓનો ઉહાપોહ માત્ર વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે વન-ડે મેચો વિશે જ નથી. તેના બદલે, તેની કડી છેલ્લી મોટી ટુર્નામેન્ટમાં કોચ તરીકેના તેના પ્રદર્શન સાથે પણ જોડાયેલી છે.

ટીમ ઈન્ડિયાની હાર બાદ નિશાના પર Rahul Dravid, આ 8 કારણોસર કોચમાંથી કાઢી મૂકવાની ઉઠી માગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 1:24 PM

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. આ હાર બાદ અનેક સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત હેડ કોચ રાહુલ દ્રવિડ સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થયા હતા. સ્થિતિ એવી છે કે ઘણા ક્રિકેટ ચાહકો હવે તેને બરતરફ કરવાની માંગ કરી રહ્યા છે. ભારતની હાર બાદ રાહુલ દ્રવિડને નિશાન બનાવવાનો તાર ટીમ સાથે કરવામાં આવેલા પ્રયોગ સાથે જોડાયેલો છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે વનડેમાં જે પ્રયોગો થયા છે તે ક્રિકેટ ચાહકોની સમજની બહાર છે. અને તેનું પરિણામ પણ ભારત માટે સારું ન આવ્યું. આવી સ્થિતિમાં, લોકોએ હવે દ્રવિડને કોચ તરીકેની ક્ષમતા પર સવાલ ઉઠાવતા સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યો છે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

આ પણ વાંચો : વિરાટ કોહલીને આરામ સાથે મળ્યું નવું કામ! બીજી વનડેમાં અલગ રીતે મેદાનમાં થઈ એન્ટ્રી

દ્રવિડ તરફ આંગળી ચીંધનારાઓનો ઉહાપોહ માત્ર વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે વન-ડે મેચો વિશે જ નથી. તેના બદલે, તેની કડી છેલ્લી મોટી ટુર્નામેન્ટમાં કોચ તરીકેના તેના પ્રદર્શન સાથે પણ જોડાયેલી છે. જ્યારે દ્રવિડ કોચ બન્યો ત્યારે ભારતને તેની પાસેથી ઘણી આશાઓ હતી. લોકો આશાભરી નજરે રાહુલ અને રોહિતની જોડીને જોઈ રહ્યા હતા. પરંતુ હજુ સુધી ધાર્યા પ્રમાણે થતું જોવા મળ્યું નથી.

રાહુલ દ્રવિડ શું બોલ્યા?

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી વનડેમાં રાહુલ દ્રવિડના પ્રયોગોન કારણે ખેલાડીઓને તક આપવાની વાત તો કરી હતી પરંતુ તે ટીમ માટે યોગ્ય રહી નહી. તે લોકોની સમજથી પણ બહાર છે. તેમણે કહ્યું કે, અનેક સવાલોના જવાબ જોતા હતા. જેના કારણે આ પ્રયોગો કરવામાં આવ્યા.

આવા પ્રયોગનો શું ફાયદો?

હવે લોકો કહે છે કે, જ્યારે સૂર્યકુમાર યાદવ નંબર 4નો વિકલ્પ છે તો તેને પ્રથમ વનડેમાં શા માટે ત્રીજા નંબર પર ઉતારવામાં આવ્યો? આ સિવાય બીજી વનડેમાં નંબર 3 પર સંજુ સેમસનને રમાડવામાં આવી રહ્યો છે. અક્ષર પટેલને સૂર્યકુમાર યાદવ ઉપર મોકલવામાં આવી રહ્યો છે. રોહિત-વિરાટને આરામ? આ બધી બાબતો સમજની બહાર રહી ગઈ. હવે તે એક પ્રયોગ છે અને તેના ઉપર, જો તે પણ નિષ્ફળ જાય, તો તે પ્રશ્નો ઉભા થવા બરાબર છે.

દ્રવિડના કોચ બન્યા બાદ હાર જ મળી

રાહુલ દ્રવિડને લઈ લોકોમાં રોષ એ વાતને લઈને છે કે, તેની કોચિંગમાં માત્ર પ્રયોગો થયા છે અને તમામનું રિઝલ્ટ ઝીરો રહ્યું છે. રાહુલ દ્રવિડના કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ જે પણ મોટી ટૂર્નામેન્ટ રમી કે પછી વિદેશનો પ્રવાસ કર્યો તમામમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં 2021 અને 2022ના ટી 20 વર્લ્ડકપ, 2022નો એશિયા કપ, ડબલ્યુટીસી ફાઈનલ સહિત 8 એવી ઈવેન્ટ છે. જેમાં તેની પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

તે સ્પષ્ટ છે કે જ્યારે માત્ર હાર જ ખાતામા આવે છે તો, ત્યારે જ હોબાળો થશે. ત્યારે ટીમના કોચ હોવાથી તેને બરતરફ કરવાની માંગ પણ ઉઠશે. ખાસ કરીને જ્યારે તે ટીમ સામે હાર થાય છે, જે વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકી નથી, ત્યારે આંગળી ચીંધવી વધુ જરૂરી છે. રાહુલ દ્રવિડ સાથે પણ આવું જ થઈ રહ્યું છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">