AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : ધોની અને અમ્પાયર વચ્ચે થઈ બોલાચાલી ? પ્લેઓફ પહેલા કેપ્ટન ધોનીનો મૂડ થયો ખરાબ !

MS Dhoni Angry ahead of IPL 2023 Playoff : ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં જીત મેળવીને ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યું છે. પણ દિલ્હી સામેની મેચ દરમિયાન કેપ્ટન કૂલ ધોની ગુસ્સે થયો હતો. જેનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : ધોની અને અમ્પાયર વચ્ચે થઈ બોલાચાલી ? પ્લેઓફ પહેલા કેપ્ટન ધોનીનો મૂડ થયો ખરાબ !
MS Dhoni Viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 6:21 PM
Share

પૂર્વ ભારતીય કેપ્ટન અને હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીને ‘કેપ્ટન કૂલ’ તરીકે ઓળખવામાં આવે છે. પણ કેટલીક વાર તે મેદાન પર ગુસ્સામાં પણ જોવા મળે છે. આઈપીએલ 2023ના દરેક અઠવાડિયામાં ધોની અને તેની ટીમ ક્રિકેટ ફેન્સ વચ્ચે લોકપ્રિય રહી છે. દિલ્હી કેપિટલ્સ સામેની અંતિમ લીગ મેચમાં ધોનીની ટીમે જીત મેળવીને 14મી વાર પ્લેઓફમાં સ્થાન પાક્કુ કર્યું હતું. પણ આ મેચ દરમિયાન ધોનીની અમ્પાયર સાથે ટક્કર પણ થઈ હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હીના હોમ ગ્રાઉન્ડ પર કેપ્ટન ધોનીનો મૂડ સારો રહ્યો ન હતો. ખાસ કરીને જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બોલિંગ પર હતી, ત્યારે તે પોતાના ખેલાડીઓને સતત ખીજવાઈ રહ્યો હતો. આ જ મેદાન પર કેપ્ટન ધોનીની અમ્પાયર સાથે બોલના ઉપયોગને લઈને બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 14મી ઓવરમાં કેપ્ટન ધોની અમ્પાયરને ખરાબ થયેલા બોલને બદલવા અપીલ કરી રહ્યો હતો.

મેચ દરમિયાનનો આ વીડિયો થયો વાયરલ

પોઈન્ટ ટેબલમાં ટોચની 2 ટીમો વચ્ચે ક્વોલિફાયર 1

ગુજરાત ટાઈટન્સે પ્લેઓફમાં સૌથી પહેલા સ્થાન મેળવી લીધુ હતુ. રવિવારે હવે બેંગ્લોર સામે ગુજરાત ક્વોલીફાયર 1 મેચ પહેલા તૈયારી સમાન મેચ રમવા ઉતરશે. મંગળવારે ગુજરાત ટાઈટન્સ સામે ક્વોલીફાયર 1 મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થશે છે. ચેન્નાઈને હોમ ગ્રાઉન્ડનો લાભ મળશે. ધોનીની ટીમ સાથે યલો આર્મીનો જબરદસ્ત ઉત્સાહ હશે. અહીં જીતનારી ટીમ સીધી જ ફાઈનલમાં પહોંચશે. જ્યારે હારનારી ટીમ માટે વધુ એક મોકો ફાઈનલમાં પહોંચવા માટે રહેશે. ચેન્નાઈએ શનિવારે દિલ્હી કેપિટલ્સને 77 રનથી હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ હતુ.

હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર છે. તે 13 મેચ રમીને 18 પોઈન્ટ સાથે નંબર 1 છે. ગુજરાતની ટીમ અંતિમ મેચ   બેંગ્લોર સામે રમશે. શનિવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીને હરાવીને, ચેન્નાઈએ IPL 2023 ના પ્લેઓફમાં પહોંચવા સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 2  સ્થાનને પણ જાળવી રાખ્યુ છે. ગ્રુપ સ્ટેજની 14 મેચો પૂરી થયા બાદ ચેન્નાઈના કુલ 17 પોઈન્ટ થયા હતા. CSK ને પોઈન્ટ ટેબલમાં નંબર બે સ્થાન મળવા પાછળ તેના રન રેટની મોટી ભૂમિકા હતી.

IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">