T20 મેચમાં આવ્યુ તોફાન, 1 ઓવરમાં બન્યા 46 રન ! બેટ્સમેને બોલરના ઉડાવ્યા હોશ, જુઓ Video

46 Runs in one over : ક્રિકેટમાં સતત 6 બોલમાં 6 સિક્સ ઘણી વખત જોવા મળી છે. ગાયકવાડે વિજય હઝારે ટ્રોફીમાં 1 ઓવરમાં 7 સિક્સ ફટકારીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધો હતો. હવે ક્રિકેટના મેદાન પર એક ઓવરમાં 46 રન બન્યા છે.

T20 મેચમાં આવ્યુ તોફાન, 1 ઓવરમાં બન્યા 46 રન ! બેટ્સમેને બોલરના ઉડાવ્યા હોશ, જુઓ Video
46 runs were smashed in one over
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 2:52 PM

46 Runs in one over : ક્રિકેટના મેદાન પર ઘણી વખત એવી ઘટના જોવા મળી છે જેના વિશે કોઇ વિચારી પણ ન શકે. આવી જ એક ઘટના ક્રિકેટ જગતમાં ઘટી છે જેના કારણે બધા હેરાન થઇ ગયા છે. આમ તો આપણે એક ઓવરમાં 7 સિક્સ જોઇ છે. હાલના સમયમાં જ ઋતુરાજ ગાયકવાડે વિજય હઝારે ટ્રોફીમાં એક ઓવરમાં 7 સિક્સ ફટકારીને તોફાન મચાવી દીધો હતો. ગાયકવાડે એક ઓવરમાં 43 રન કરીને ઇતિહાસ રચી દીધો હતો. હવે કઇક એવુ થયુ છે જેની કલ્પના ન કરી શકાઇ. હવે એક ઓવરમાં 46 રન બન્યા છે.

એક ઓવરમાં 6 સિક્સ

KCC Friends મોબાઇલ ટી20 ચેમ્પિયન્સ ટ્રોફી 2023 ટુર્નામેન્ટ (Franchise League in Kuwait) દરમિયાન આવુ જોવા મળ્યુ હતુ, જ્યારે એક ઓવરમાં 46 રન બન્યા હતા, આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો માં જોઇ શકાય છે કે બેટ્સમેન વાસુદેવ ડાલટા છે જેણે બોલર હરમન સામે બેટિંગ કરતા તોફાન લાવી દીધો હતો.

ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos
શિયાળામાં ડલ પડી ગયેલી ત્વચા પર લગાવો આ વસ્તુ, ચમકી ઉઠશે ચહેરો
વિશ્વની 10 સૌથી મોટી સિમેન્ટ કંપની, જાણો UltraTech નો કયો નંબર છે?

હરમન જ્યારે બોલિંગ કરવા આવે છે ત્યારે પ્રથમ બોલ નોબોલ હોય છે જેમાં બેટ્સમેન સિક્સ ફટકારે છે. પછી જ્યારે લીગલ બોલ નાખે છે તો બોલ બાઇ માટે જાય છે જેમાં 4 રન બને છે. અત્યાર સુધી એક બોલ પર 11 રન બની ગયા હતા. આ પછી બેટ્સમેન પાંચ બોલ પર સતત પાંચ સિક્સ ફટકારે છે જેથી 30 રન બની જાઇ છે. આ બોલમાંથી એક બોલ નોબોલ હોય છે જેનો એક રન મળે છે. પછી ઓવરની અંતિમ બોલ પર બેટ્સમેન ફોર મારે છે જેમાં તેને 4 રન મળે છે. આમ એક ઓવરમાં 46 રન બની જાઇ છે.

આ પણ વાંચો: IPL : આઇપીએલના ઇતિહાસમાં કયા બેટ્સમેનના નામે છે સૌથી વધુ ‘ડકનો’ રેકોર્ડ ?

1 ઓવરમાં 46 રન કેવી રીતે બન્યા

પ્રથમ બોલ- 6 (નો બોલ)- 7 રન પ્રથમ બોલ- 4(બાઇના રન)- 4 રન બીજો બોલ- 6 રન ત્રીજો બોલ- 6 (નો બોલ)- 7 રન ત્રીજો બોલ- 6 રન ચોથો બોલ- 6 રન પાંચમો બોલ- 6 રન છઠ્ઠો બોલ- 4 રન

કુલ 46 રન

આ રીતે એક ઓવરમાં 46 રન બન્યા હતા. આ વીડિયોને જોઇને સંપૂર્ણ ક્રિકેટ જગત ચોંકી ગયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ફેન્સને પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

આઇપીએલમાં 2 વખત 1 ઓવરમાં બન્યા છે 37 રન

હાલમાં આઇપીએલની 16મી સીઝન ચાલી રહી છે. આઇપીએલમાં પણ રનનો વરસાદ થઇ રહ્યો છે. આઇપીએલના ઇતિહાસમાં 2 વખત 1 ઓવરમાં 37 રન બન્યા છે. આવુ પ્રથમ વખત થયુ હતુ જ્યારે કોચ્ચિ ટસ્કર્સના કેપી પરમેશ્વરને 2011માં આરસીબી સામે એક મેચમાં 37 રન બનાવ્યા હતા, બીજી વખત આવુ વર્ષ 2021માં જોવા મળ્યુ હતુ જ્યારે આરસીબીના હર્ષલ પટેલ સામે સીએસકેએ 37 રન કર્યા હતા.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">