AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખી ટીમ 9 રનમાં ઢેર, ફક્ત 4 બોલમાં મેચનું આવ્યું પરિણામ, આ કેવી આંતરરાષ્ટ્રીય મેચ….

જો કોઇ કહે કે ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં ફક્ત 9 રનમાં આલઆઉટ થઇ ગઇ હતી તો કદાચ માનવામાં નહીં આવે, પણ આવું થયુ છે. ફક્ત આ જ નહી વિપક્ષી ટીમે ફક્ત ચાર બોલમાં ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવી હતી.

આખી ટીમ 9 રનમાં ઢેર, ફક્ત 4 બોલમાં મેચનું આવ્યું પરિણામ, આ કેવી આંતરરાષ્ટ્રીય મેચ....
Philippines Women Team Allout in 9 runs
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 4:11 PM
Share

ક્રિકેટને અનિશ્ચિતતાઓનો ખેલ ગણવામાં આવે છે. આ ખેલમાં જ્યા સુધી અંતિમ બોલ નાખવામા ન આવે ત્યા સુધી કઇ પણ શક્ય છે. ટીમ 10 રન પર પણ ઓલઆઉટ થઇ શકે છે અને ક્યારેક હાઇએસ્ટ સ્કોર પણ બની શકે છે. હવે થાઇલેન્ડ અને ફિલીપીંસ વચ્ચેની ટી20 મેચને જ જોઇ લો. આ મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં એક ટીમે 11.1 ઓવર સુધી જ બેટીંગ કરી અને ફક્ત 9 રન બનાવ્યા હતા. જવાબમાં બીજી ટીમે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વગર 4 બોલમાં 10 રન કરીને 10 વિકેટથી શાનદાર જીત મેળવી હતી.

9 રનમાં ઢેર થઇ ફિલીપીંસ ટીમ

પ્રથમ બેટીંગ કરતા ફિલીપીંસની ટીમમાંથી કોઇ પણ બેટર બે આંકડાનો સ્કોર પણ હાંસિલ ન કરી શકી. ટીમ તરફથી 4 બેટરએ 2-2 રન બનાવ્યા, જ્યારે એક રન એક્સ્ટ્રાનો રહ્યો. આ રીતે 9 રનનો સ્કોર નોંધાયો. થાઇલેન્ડ તરફથી Thipatcha Putthawong એ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, જ્યારે Onnicha Kamchomphu એ ત્રણ વિકેટ લીધી હતી. તે સિવાય એક વિકેટ Nattaya Boochatham ના નામે રહી હતી.

થાઇલેન્ડની ટીમે આ રીતે કર્યો લક્ષ્ચ હાંસિલ

એકદમ સરળ લક્ષ્યનો પીછો કરવા ઉતરી થાઇલેન્ડની ક્રિકેટ ટીમે એલેક્સ સ્મિથ તરફથી નાખવામા આવેલ ઓવરની 4 બોલમાં જ મેચ પતાવી દીધી હતી. કેપ્ટન Nannapat Koncharoenkai એ 2 બોલમાં નોટઆઉટ 3 રન, જ્યારે Natthakan Chantham એ 2 બોલમાં એક ચોગ્ગાની મદદથી નોટઆઉટ 6 રન કર્યા હતા. રોચક વાત એ છે કે 9 રન મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી લોઇએસ્ટ સ્કોર નથી.

માલીના નામે સૌથી શર્મનાક રેકોર્ડ

મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ માલિના નામે છે. માલિની ટીમ 2019માં 6 રનમાં રવાંડા સામે ઓલઆઉટ થઇ ગઇ હતી. માલદિવની ટીમ પણ 2019માં બાંગ્લાદેશ સામેની મેચમાં 6 રનમાં ઓલઓઉટ થઇ હતી. માલદિવની ટીમ વર્ષ 2019માં નેપાળ સામે 8 રનમાં ઓલઆઉટ થઇ હતી.

થાઇલેન્ડની ટીમે ચાર બોલમાં સમાપ્ત કર્યો રન ચેઝ

બીજી બાજૂ થાઇલેન્ડની ટીમે વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. તેણે 4 બોલમાં રન ચેઝ કર્યા હતા. જો એક ઇનિંગમાં નાખવામાં આવેલ બોલની વાત કરીએ તો સૌથી મોટી જીત હતી. આ પહેલા રવાંડા અને તંજાનિયા પણ 4 બોલમાં જીત મેળવવામાં સફળ રહી હતી. ત્રણ ટીમના નામે સંયુક્ત રેકોર્ડ છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">