AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL : આઇપીએલના ઇતિહાસમાં કયા બેટ્સમેનના નામે છે સૌથી વધુ ‘ડકનો’ રેકોર્ડ ?

ઇન્ડીયન પ્રીમીયર લીગની હાલમાં 16મી સીઝન રમાઇ રહી છે. IPL 2023 માં ઇમ્પેક્ટ પ્લેયરના આગમન સાથે રનનો વરસાદ થઇ રહ્યો છે. એક સીઝનમાં 200 પ્લસનો સ્કોરનો રેકોર્ડ તો તૂટી જ ગયો છે પણ ઘણા બેટ્સમેનએ શૂન્ય પર આઉટ થઇને રેકોર્ડ બૂક્સમાં નામ નોંધાયુ છે.

IPL : આઇપીએલના ઇતિહાસમાં કયા બેટ્સમેનના નામે છે સૌથી વધુ 'ડકનો' રેકોર્ડ ?
Rohit Sharma dismissed 15 times for duck in IPL
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 1:30 PM
Share

આઇપીએલ 2023 માં બેટ્સમેનનો દબદબો રહ્યો છે. ટીમ માટે 200 પ્લસ રનનો સ્કોર સરળ થઇ ગયો છે અને એક મેચમાં બંને ટીમે મળીને કુલ 400 રનનો સ્કોર ઘણી વખત પાર કર્યો છે. બેટ્સમેનનો જો આ સીઝનમાં દબદબો રહ્યો છે તો બોલર પણ પાછળ નથી રહ્યા. ઓપનીંગ બેટ્સમેન જ્યા સદી ફટકારે છે તો ઘણા ઓપનીંગ બેટ્સમેન ઝીરો પર પણ આઉટ થયા છે. આઇપીએલમાં આપનીંગમા યશસ્વી જાયસ્વાલ, હેરી બ્રુકે સદી ફટકારી છે તો રોહિત શર્મા, ડેવિડ વોર્નર જેવા દિગ્ગ્જ બેટ્સમેન ઝીરો પર પણ આઉટ થયા છે.

આ પણ વાંચો: આખી ટીમ 9 રનમાં ઢેર, ફક્ત 4 બોલમાં મેચનું આવ્યું પરિણામ, આ કેવી આંતરરાષ્ટ્રીય મેચ….

આઇપીએલમાં રોહિત શર્માના 15 ‘ડક’

આઇપીએલની 46મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ હતી. આ આઇપીએલ 2023 ની 46મી મેચ હતી અને આ મેચમાં મુંબઇની 6 વિકેટથી જીત થઇ હતી. આ મેચ રોહિત શર્માની મુબંઇ માટે 200મી ટી20 મેચ હતી. રોહિત શર્માએ આઇપીએલમાં 235 મેચ રમી છે અને 6063 રન કર્યા છે. મુંબઇ માટે રોહિતે 5166 રન કર્યા છે જેમાં એક સદી સામેલ છે.

આ મેચમાં રોહિત શર્મા ઝીરો પર આઉટ થયો હતો. રોહિત પોતાની ઇનિંગમાં ત્રીજા બોલ પર ઝીરોમાં આઉટ થયો હતો. તેને ધવને આઉટ કર્યો હતો. આ સાથે રોહિત ઝીરો પર આઉટ થયેલ બેટ્સમેનની લીસ્ટમાં ટોચ પર પહોંચી ગયો છે.

આઇપીએલમાં સૌથી વધુ ઝીરોનો સ્કોર

  1. રોહિત શર્મા- 15 વખત
  2. મંદિપ સિંહ- 15 વખત
  3. દિનેશ કાર્તિક- 15 વખત
  4. સુનીલ નૈરન- 15 વખત
  5. અંબાતી રાયડુ- 14 વખત

આઇપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વખત ઝીરોનો સ્કોર

રોહિત શર્મા બેટ્સમેન તરીકે તો ઝીરો પર સૌથી વધુ વખત આઉટ થયો છે પણ કેપ્ટન તરીકે પણ લીસ્ટમાં ટોચ પર છે.

  1. રોહિત શર્મા- 10 વખત
  2. ગૌતમ ગંભીર- 10 વખત
  3. એડમ ગિલક્રિસ્ટ- 7 વખત
  4. શેન વોર્ન- 7 વખત
  5. વિરાટ કોહલી- 6 વખત
  6. આર અશ્વિન- 5 વખત
  7. એમએસ ધોની- 4 વખત

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">