ભવિષ્યમાં ભારતની 2 ટીમો તૈયાર થશે, BCCI સચિવ જય શાહે આપ્યું મહત્વનું નિવેદન

Cricket : અમારા રોસ્ટરમાં હંમેશા 50 ખેલાડીઓ હશે. ભવિષ્યમાં અમારી પાસે એવું દૃશ્ય હશે જ્યાં ભારતીય ટેસ્ટ ટીમ એક દેશમાં શ્રેણી રમી રહી હશે અને સફેદ બોલની ટીમ બીજા દેશમાં શ્રેણી રમી રહી હશે.

ભવિષ્યમાં ભારતની 2 ટીમો તૈયાર થશે, BCCI સચિવ જય શાહે આપ્યું મહત્વનું નિવેદન
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 8:55 AM

વર્ષ 2021માં દિગ્ગજ ખેલાડીઓની બનેલી ટીમ ઈન્ડિયા (Team India) ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ રહી હતી. ત્યારે શિખર ધવન (Shikhar Dhawan) ના નેતૃત્વમાં યુવા ટીમ ઈન્ડિયાને શ્રીલંકાના પ્રવાસ માટે મોકલવામાં આવી હતી. જેના કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) હતા. આવું પહેલીવાર બન્યું હશે કે જ્યારે ભારતની બે ટીમો એક જ સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લઈ રહી હોય. પરંતુ હવે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહે આશા વ્યક્ત કરી છે કે આવનારા ભવિષ્યમાં એક સાથે બે ભારતીય ટીમો રમતી જોવા મળી શકે છે.

અમારા રોસ્ટરમાં હંમેશા 50 ખેલાડીઓ હશેઃ જય શાહ

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ‘મેં એનસીએ ચીફ વીવીએસ લક્ષ્મણ સાથે ચર્ચા કરી છે અને અમારા રોસ્ટરમાં હંમેશા 50 ખેલાડીઓ હશે. ભવિષ્યમાં અમારી પાસે એવું દૃશ્ય હશે જ્યાં ભારતીય ટેસ્ટ ટીમ એક દેશમાં શ્રેણી રમી રહી હશે અને સફેદ બોલની ટીમ બીજા દેશમાં શ્રેણી રમી રહી હશે. અમે તે દિશામાં જઈ રહ્યા છીએ જ્યાં અમારી પાસે એક જ સમયે બે રાષ્ટ્રીય ટીમો તૈયાર હશે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

તમને જણાવી દઈએ કે ગત વર્ષે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પણ બંને ભારતીય ટીમોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. જેને પગલે આવનારા સમયમાં બે ભારતીય ટીમો (Team India) એક સાથે મેદાન પર ઉતરશે અને ભારતને ભવિષ્યમાં એક સારા સુકાની પણ મળી શકશે.

ભવિષ્યમાં અઢી મહિના ચાલશે આઇપીએલની સિઝનઃ જય શાહ

એક સાથે બે રાષ્ટ્રીય ટીમના નિવેદન બાદ જય શાહ (Jay Shah) એ ભવિષ્યની IPL ને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આ એક પાસું છે જેના પર અમે કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે આગામી ICC FTP કેલેન્ડરથી, IPLની અઢી મહિનાની સત્તાવાર વિન્ડો મળી શકશે. જેથી તમામ ટોચના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો ભાગ લઈ શકે. અમે વિવિધ બોર્ડ તેમજ ICC સાથે ચર્ચા કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">