AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Varma: તિલક વર્માએ માતા-પિતા માટે જે કર્યું તે જોઈ તમે ભાવુક થઈ જશો, જુઓ Video

ભારતીય સ્પિનરોએ બાંગ્લાદેશને મોટો સ્કોર કરવા દીધો ન હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 96 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. તિલકે આ મેચમાં 55 રનની અણનમ ઈનિંગ રમી હતી. સેમીફાઈનલમાં ભારતે શુક્રવારે બાંગ્લાદેશને એકતરફી રીતે હરાવ્યું હતું. આ મેચમાં તિલકે અડધી સદીની ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન લેવાયેલ તિલકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

Tilak Varma: તિલક વર્માએ માતા-પિતા માટે જે કર્યું તે જોઈ તમે ભાવુક થઈ જશો, જુઓ Video
Tilak Verma
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 1:50 PM
Share

ભારતનો યુવા બેટ્સમેન તિલક વર્મા (Tilak Varma) દેશના ઉભરતા સ્ટાર્સમાંના એક છે. તેને દેશનું ભવિષ્ય કહેવામાં આવી રહ્યો છે. તેની પાસે ટીમ ઈન્ડિયા (Team India) ને આગળ લઈ જવાની શક્તિ છે. ભારતીય ક્રિકેટ ટીમે ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ (Asian Games 2023) ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

બાંગ્લાદેશ સામે તિલક વર્માએ ફિફ્ટી ફટકારી

ભારતીય સ્પિનરોએ બાંગ્લાદેશને મોટો સ્કોર કરવા દીધો ન હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 96 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. તિલકે આ મેચમાં 55 રનની અણનમ ઈનિંગ રમી હતી.

તિલક વર્માનો ટેટૂ ફોટો વાયરલ

આ મેચમાં જ્યારે તિલકે પોતાના 50 રન પૂરા કર્યા ત્યારે તેણે જે રીતે સેલિબ્રેશન કર્યું તે જોવા જેવું હતું. 50 રન પૂરા કર્યા બાદ તેણે તેની ટી-શર્ટ ઉંચી કરી અને તેનું એક ટેટૂ બતાવ્યું. તેની પાંસળી પર તેના માતા-પિતાનું ટેટૂ છે. શાનદાર ઈનિંગ રમ્યા બાદ તે આ ટેટૂ બતાવી રહ્યો હતો. તિલકનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં તિલકે તોફાની સ્ટાઈલમાં બેટિંગ કરી માત્ર 26 બોલનો સામનો કરી બે ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે રુતુરાજ ગાયકવાડ સાથે મળીને ટીમને જીત અપાવી હતી. કેપ્ટન ગાયકવાડે 26 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 40 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IND vs BAN: ટીમ ઈન્ડિયામાં જોડાયો એન્જિનિયર, ચીનમાં બતાવ્યો દમ

IPLમાં ચમક્યો તિલક વર્મા

તિલકને IPLથી ભારતીય ક્રિકેટમાં ઓળખ મળી હતી. IPLમાં તે રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. તે IPL 2022માં મુંબઈની ટીમમાં આવ્યો હતો અને તેણે તેની બેટિંગથી તેને ઘણો પ્રભાવિત કર્યો હતો. આ પછી તેણે IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું. ત્યારથી તેને ભારતનું ભવિષ્ય કહેવામાં આવે છે. આ પછી, તેણે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર T20 ડેબ્યૂ કર્યું. તિલકે ત્રણ મેચની શ્રેણીમાં 139 રન બનાવ્યા હતા. તે પોતાની બેટિંગથી સતત પ્રભાવિત કરી રહ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">