AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: ટીમ ઈન્ડિયામાં જોડાયો એન્જિનિયર, ચીનમાં બતાવ્યો દમ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ સેમી ફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટમાં મેડલ નિશ્ચિત કરી લીધો છે. આ મેચમાં ભારતે પ્લેઈંગ 11માં એક ફેરફાર કર્યો હતો અને ટીમમાં યુવા સ્પિન બોલરને T20માં ડેબ્યૂ કરવાની તક મળી હતી.

IND vs BAN: ટીમ ઈન્ડિયામાં જોડાયો એન્જિનિયર, ચીનમાં બતાવ્યો દમ
Asian Games 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 11:42 AM
Share

ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં ભારતીય ટીમ શુક્રવારે બાંગ્લાદેશને પ્રથમ સેમી ફાઈનલમાં હરાવી ફાઈનલમાં સ્થાન અને મેડલ નિશ્ચિત કર્યું હતું. ટીમ ઈન્ડિયા (Team India) ની પ્લેઈંગ 11માં લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ (Shahbaz Ahmed) ને સ્થાન મળ્યું હતું.

શાહબાઝે એક વિકેટ ઝડપી

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બાંગ્લાદેશની ટીમને 20 ઓવરમાં માત્ર 96 રન જ કરવા દીધા હતા. ભારત તરફથી સાઈ કિશોર ત્રણ, સુંદરે બે અને અર્શદીપ, તિલક, રવિ બિશ્નોઈએ એક વિકેટ લીધી હતી. આ સિવાય ડેબ્યૂ કરનાર શાહબાઝે બે ઓવર બોલિંગ કરી હતી અને 13 રન આપી એક વિકેટ ઝડપી હતી.

ODI ડેબ્યૂ કરી ચૂક્યો છે શાહબાઝ

યુવા ખેલાડી શાહબાઝ અહેમદને T20માં ડેબ્યૂ કરવાની તક મળી હતી જોકે શાહબાઝ ભારત માટે પહેલાથી જ તેની ODI ડેબ્યૂ કરી ચૂક્યો છે. તેણે 9 ઓક્ટોબર 2022ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે ત્રણ વનડે મેચ રમી છે જેમાં તેણે ત્રણ વિકેટ લીધી છે.

પિતાની વાત ન સાંભળી

શાહબાઝ બંગાળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે પરંતુ તે હરિયાણાના મેવાતનો છે. તેના પિતા ઈચ્છતા હતા કે તે એન્જિનિયર બને પરંતુ શાહબાઝને ક્રિકેટમાં રસ હતો. તે ફરીદાબાદની એક કોલેજમાંથી એન્જિનિયરિંગ કરી રહ્યો હતો પરંતુ તે ક્લાસ છોડીને ક્રિકેટ રમવા જતો હતો. જ્યારે તેના પિતા અહેમદ જાનને આ વાતની ખબર પડી ત્યારે તેણે શાહબાઝને અભ્યાસ અથવા ક્રિકેટમાંથી એક પસંદ કરવાનું કહ્યું, તેથી તેણે ક્રિકેટ પસંદ કર્યું. આ પછી તેણે ગુડગાંવની એકેડમીમાં ટ્રેનિંગ શરૂ કરી અને ત્યાંથી બંગાળ ગયો.

આ પણ વાંચો : Breaking News : એશિયન ગેમ્સ 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલમાં, મેડલ નિશ્ચિત

ભારતનો મેડલ નિશ્ચિત

સેમી ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી ભારત ફાઈનલમાં પહોંચી ગયું છે અને મેડલ નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. મહિલા ટીમ આ પહેલા ગોલ્ડ મેડલ જીતી ચુકી છે અને હવે પુરૂષ ટીમ પણ આવું જ કરવા માંગશે.

ભારતની પ્લેઈંગ 11

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, સાઈ કિશોર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">