આ ભારતીય ખેલાડી T20 WCની ફાઈનલમાં આફ્રિકાની જીત માટે પ્રાર્થના કરી રહ્યો હતો, કારણ છે ચોંકાવનારું

T20 વર્લ્ડ કપની યાદગાર જીત પર ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ ખેલાડી હાલ ભારતીય ટીમ સાથે ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. જ્યાં બંને ટીમો વચ્ચે 5 T20 મેચ રમાશે.

આ ભારતીય ખેલાડી T20 WCની ફાઈનલમાં આફ્રિકાની જીત માટે પ્રાર્થના કરી રહ્યો હતો, કારણ છે ચોંકાવનારું
Dhruv Jurel & Shubman Gill
Follow Us:
| Updated on: Jul 05, 2024 | 8:43 PM

ભારતીય ક્રિકેટ ચાહકો હજુ પણ T20 વર્લ્ડ કપની જીતની ઉજવણીમાં મગ્ન છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ હજુ આ જીતમાંથી બહાર નથી આવ્યા. તે જ સમયે, શુભમન ગિલની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 શ્રેણી રમવા માટે મેદાનમાં ઉતરશે. આ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓએ ટી20 વર્લ્ડ કપની યાદગાર જીત પર પોતાનો અનુભવ શેર કર્યો છે.

ધ્રુવ જુરેલે આફ્રિકાની જીત માટે પ્રાર્થના કરી

BCCIએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઝિમ્બાબ્વે ટૂર પર ગયેલા ભારતીય ખેલાડીઓએ T20 વર્લ્ડ કપની ફાઈનલ પર પોતાનો અનુભવ શેર કર્યો છે. આ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે શું કહ્યું તે હવે વાયરલ થઈ રહ્યું છે. ધ્રુવ જુરેલે કહ્યું કે જ્યારે હું T20 વર્લ્ડ કપની ફાઈનલ જોઈ રહ્યો હતો ત્યારે હું પ્રાર્થના કરી રહ્યો હતો કે ભારત જીતે, પરંતુ ત્યારે દક્ષિણ આફ્રિકા જીત તરફ આગળ વધી રહ્યું હતું. પછી મેં દક્ષિણ આફ્રિકાની જીત માટે બોલવાનું શરૂ કર્યું જેથી ટીમ ઈન્ડિયા જીતે અને પછી ભારતીય ટીમ ફાઈનલમાં જીતી જાય. પછી મેચમાં બાળકની જેમ જીતની ઉજવણી શરૂ થઈ.

કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?
જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર, જુઓ ફોટો
ભારતનો 1 રુપિયો આ દેશમાં થઈ જાય છે રુ 300ની બરાબર ! જાણો કઈ છે જગ્યા
વીર પહાડિયાએ અમદાવાદના કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લીધી, જુઓ ફોટો
Panipuri Benefits :જો તમને છે આ બિમારી તો, ચમત્કારીક ઈલાજ માટે ખાઓ પાણીપુરી
Shilajit Benefits: પુરુષો માટે બેસ્ટ છે શિલાજીત ! આ 6 સમસ્યાઓ કરી દેશે દૂર

અભિષેશ શર્માએ યુવરાજ સિંહ સાથે ફાઈનલ જોઈ

ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત પસંદ થયેલા અભિષેશ શર્માએ આ વીડિયોમાં જણાવ્યું કે તેણે યુવરાજ સિંહ સાથે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોઈ. જ્યારે ટીમ ઈન્ડિયા જીતી તો યુવરાજ સિંહ ઘણો ભાવુક થઈ ગયો હતો. જેના કારણે અભિષેશ શર્માને પણ ઘણી પ્રેરણા મળી અને તેને પણ તે ખૂબ જ પસંદ આવી અને તેણે કહ્યું કે તે આ ક્ષણને ક્યારેય ભૂલી શકશે નહીં અને આ જીતની ઉજવણી કરી. આ સાથે તેણે એમ પણ કહ્યું કે હવે તેણે પણ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડવો છે.

યુવા ટીમ ઝિમ્બાબ્વે સામે મેદાનમાં ઉતરશે

શુભમન ગિલને પ્રથમ વખત ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે જ સમયે, આ પ્રવાસ માટે ભારતીય ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું છે. અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, રિયાન પરાગ અને તુષાર દેશપાંડે એવા ખેલાડીઓ છે જે પહેલીવાર ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યા છે. આવી સ્થિતિમાં આ તમામ ખેલાડીઓની કારકિર્દી માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની વિક્ટરી પરેડ દરમિયાન વિરાટ કોહલીએ BCCIના ઉપાધ્યક્ષને હટી જવા કહ્યું, જાણો કેમ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">