આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ગુજરાતના આ ખેલાડીઓએ કરી કેપ્ટનશીપ, જાણો કોણ છે લિસ્ટમાં

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને(Hardik Pandya) T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ગુજરાતનો પહેલો ખેલાડી છે જે આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બન્યો છે. જો કે આ પૂર્વે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ગુજરાતના ખેલાડીઓએ  કેપ્ટનશીપ કરી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ગુજરાતના આ ખેલાડીઓએ કરી કેપ્ટનશીપ, જાણો કોણ છે લિસ્ટમાં
Team India Captain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 10:57 PM

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને(Hardik Pandya) T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા  ગુજરાતનો(Gujarat)  પહેલો ખેલાડી છે જે આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બન્યો છે. જો કે આ પૂર્વે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ગુજરાતના ખેલાડીઓએ  કેપ્ટનશીપ કરી છે. જેની વિગતવાર વાત કરીએ તો વર્ષ 1998-1999 માં ગુજરાતના અજય જાડેજાએ (Ajay Jadeja) ODIમાં કેપ્ટનશીપ કરી હતી. અજય જાડેજાએ 13 મેચોમાં કપ્તાની કરી છે તેમાં 8 મેચમાં જીત મેળવી છે અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અજય જાડેજાએ કપ્તાન તરીકે 44ની એવરેજથી 396 રન ફટકાર્યા છે. ODIમાં 1999માં છેલ્લી વખત ગુજરાતનો  ખેલાડી અજય જાડેજા કેપ્ટન બન્યો હતો. તે એકમાત્ર ખેલાડી છે જે ગુજરાતમાંથી છે અને તેને આંતરરાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરી છે.

ગોધરામાં જન્મેલા નારી કોન્ટ્રાક્ટરે ભારતીય ટેસ્ટ મેચની કેપ્ટનશીપ કરી હતી

ટેસ્ટ મેચની વાત કરીયે તો ગોધરામાં જન્મેલા નારી કોન્ટ્રાક્ટરે ભારતીય ટેસ્ટ મેચની કેપ્ટનશીપ કરી હતી. 1960-61માં પાકિસ્તાન સામે 26 વર્ષની ઉંમરે કેપ્ટન બનાવામાં આવ્યો હતો. તેના સમયમાં તે કેપ્ટન અને બેટ્સમેન બંને તરીકે તેની ટોચ પર હતો. તેના નામે 22 સદીઓ સાથે, તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 39.86ની એવરેજથી 8611 રન બનાવ્યા. તેમણે સી.કે. ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન માટે 2007માં નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવ્યો છે. હાલમાં તે મુંબઈમાં રહે છે.

Datta Daekwad ભારતીય ટેસ્ટ ટીમની ઇંગ્લેન્ડ સામે કેપ્ટનશીપ કરી હતી

Datta Daekwad નો જામનગરમાં જન્મ થયો હતો. 1959 માં Datta Daekwad ભારતીય ટેસ્ટ ટીમની ઇંગ્લેન્ડ સામે કેપ્ટનશીપ કરી હતી. આ સમયમાં તે માત્ર 11 ટેસ્ટ મેચ રમ્યા હતા. રણજી ટ્રોફીમાં ગાયકવાડ બરોડા માટે આધારસ્તંભ હતો. તેઓ રણજી ટ્રોફી 1947 થી 1961 સુધી રમ્યા હતા.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વિનોદ માંકડે  1954-1959 સુધી ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી

વિનોદ માંકડે 1954-1959 સુધી ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી છે. વિનોદ માંકડનો જન્મ જામનગરમાં થયો હતો. બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટમાં વિનોદ માંકડના યોગદાનને યાદ કરીને સ્થાનિક અંડર-19 વન-ડે ટુર્નામેન્ટને વિનુ માંકડ ટ્રોફી નામ આપ્યું છે.

હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ગુજરાતનો પહેલો ખેલાડી છે જે આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બન્યો છે. T20 માં આંતરરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધીમાં કુલ 8 ખેલાડીઓએ ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. હાર્દિક પંડ્યા 9મો કેપ્ટન બન્યો. સાઉથ આફ્રિકા સામેની વર્તમાન ટી20 સિરીઝમાં હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં ઋષભ પંતને કેપ્ટન અને હાર્દિકને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. IPL 2022માં હાર્દિકે ડેબ્યૂ સિઝનમાં જ તેની ટીમ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી હતી. ભારતીય ટીમમાં પંડ્યાનુ કામ ઝડપ થી રન બનાવવાનુ છે. તેની બેટીંગ ને લઇને ટીમ પણ ઘણી વાર મુશ્કેલીમાંથી બહાર આવી શકી છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">