ICC મહિલા T20 વર્લ્ડ કપ મેચની ટિકિટની કિંમત જાણો? આ લોકોને ફ્રી એન્ટ્રી મળશે
ICC મહિલા T20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી UAEમાં શરૂ થશે. આ પહેલા ટી20 વર્લ્ડ કપની મેજબાની પહેલા બાંગ્લાદેશ કરવાનું હતુ. આ મહત્વની ટૂર્નામેન્ટ માટે આઈસીસી તરફથી 11 સપ્ટેબરના રોજ ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ આઈસીસીએ 18 વર્ષથી ઓછા લોકોને સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે.
આઈસીસીએ 3 ઓક્ટોબરથી શરુ થનારા મહિલા ટી20 વર્લ્ડકપની મેચની ટિકિટના ભાવ જાહેર કર્યા છે. આ પહેલા મહત્વની ટૂર્નામેન્ટ બાંગ્લાદેશની મેજબાનીમાં આયોજિત થવાની હતુ પરંતુ રાજનૈતિક કારણોસર થયેલા વિવાદ અને પ્રદર્શનના કારણે આઈસીસીએ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ ટૂર્નામેન્ટનું આયોજન યુએઈમાં કરવાનો નિર્ણય લીધો છે.
આઈસીસીએ આ માટે શેડ્યૂલની પણ જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટની મેચ શારજહા અને દુબઈના મેદાનમાં રમાશે. તેમજ આઈસીસી તરફથી જાહેર કરવામાં આવેલી ટિકિટની કિંમતની સાથે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.
માત્ર 115 રુપિયાથી શરુ થશે ટિકિટની કિંમત
મહિલા ટી20 વર્લ્ડકપ માટે આઈસીસી તરફથી ટિકિટની જે કિંમત જાહેર કરવામાં આવી છે. તેમાં તેઓએ UAEનું ચલણ 5 દિરહામ રાખ્યું છે જે ભારતીય ચલણમાં લગભગ 115 રૂપિયા હશે. આ ટુર્નામેન્ટ 18 દિવસ માટે UAE માં આયોજિત કરવામાં આવશે, જેને લઈ આઈસીસીનો પ્રયત્ન છે કે, વધુમાં વધુ લોકો સ્ટેડિયમમાં મેચ જોવા આવે. આ કારણે તેમણે ટિકિટના ભાવ પણ ઓછા રાખ્યા છે. આઈસીસીએ ટિકિટના ભાવ જાહેર કરવા માટે એક અનોખી રીત અપનાવી છે.
The iconic Burj Khalifa was lit up in Women’s #T20WorldCup colours as ICC unveiled ticket details for the tournament https://t.co/OKg637slv7
— ICC (@ICC) September 11, 2024
જેમાં તેમણે દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા પર લેઝર શોના માધ્યમથી મહિલા ટી20 વર્લ્ડકપને પ્રમોટ કર્યો અને ટિકિટની કિંમત જાહેર કરી છે.
શારજ્હામાં રમાશે સેમીફાઈનલ , દુબઈમાં ફાઈનલ
આગામી મહિલા ટી20 વર્લ્ડકપના શેડ્યુલની વાત કરીએ તો આ વખતે કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. જેને 5-5 ગ્રુપમાં વહેંચાયેલા છે, જેમાં ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાન,શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મહિલા ટીમ છે. તેમજ ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ,સ્કોટલેન્ડ અને વેસ્ટઈન્ડિઝની મહિલા ટીમ સામેલ છે. 15 ઓકટોબરનો છેલ્લી ગ્રુપ મેચ રમાશે. બંન્ને ગ્રુપમાંથી ટોપ-2 પર રહેનારી ટીમ સીધી સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવશે.
શારજહાં મેદાન પર 17 અને 18 ઓક્ટોબરના રોજ સેમિફાઈનલ રમાશે. તેમજ 20 ઓક્ટોબરના રોજ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમાશે.