AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI : ભારત સામેની શ્રેણી પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં મેન્ટર તરીકે જોડાયો આ મહાન ખેલાડી

બ્રાયન લારા ભારત સામેની શ્રેણી પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં મેન્ટર તરીકે જોડાયો છે. બ્રાયન લારાની વેસ્ટ ઈન્ડિઝ ટીમ સાથે ટ્રેનિંગ કેમ્પની તસવીર સામે આવી છે.

IND vs WI : ભારત સામેની શ્રેણી પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં મેન્ટર તરીકે જોડાયો આ મહાન ખેલાડી
West Indies
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 11:55 PM
Share

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શરૂ થનારી સીરિઝ પહેલા વેસ્ટ ઈન્ડિઝ ટીમની ટ્રેનિંગ કેમ્પનો એક ફોટો ખૂબ વાયરલ થયો છે. આ ફોટોમાં ક્રિકેટ ઇતિહાસનો મહાન બેટ્સમેન બ્રાયન લારા જોવા મળ્યો હતો. તે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં મેન્ટર તરીકે જોડાયો છે અને હવે ભારત સામેની સીરિઝમાં ટીમને મદદ કરશે.

વેસ્ટ ઈન્ડિઝ બ્રાયન લારાની શરણોમાં

વેસ્ટ ઈન્ડિઝ ટીમ સાથે મહાન બેટ્સમેન બ્રાયન લારા જોડાયો છે. ભારત સામેની ટેસ્ટ શ્રેણી પહેલા પૂર્વ કેપ્ટન બ્રાયન લારા વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે પરફોર્મન્સ મેન્ટર તરીકે જોડાઈ ગયો છે. બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. લારાના ટીમ સાથે જોડાવા પાછળ અનેક કારણો પણ જવાબદાર હોય શકે છે, જેમનું એક છે હાલના સમયમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમનું કંગાળ પ્રદર્શન છે.

પરફોર્મન્સ મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. આ ટેસ્ટ શ્રેણી પછી, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI અને T20 મેચોની શ્રેણી પણ રમાશે. જોકે, ભારત સામેની ટેસ્ટ શ્રેણી પહેલા પૂર્વ ખેલાડી બ્રાયન લારા વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે જોડાઈ ગયો છે. વાસ્તવમાં બ્રાયન લારા કેરેબિયન ટીમ સાથે પરફોર્મન્સ મેન્ટર તરીકે જોડાયો છે.

આ પણ વાંચોઃ શ્રીલંકન ખેલાડીએ તોડ્યો મિતાલી રાજનો મોટો રેકોર્ડ, હરમનપ્રીત-મંધાનાને પાછળ છોડ્યા

ફોટો સોશિયલ મીડિયા થયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં બ્રાયન લારા વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે જોવા મળી રહ્યો છે. લારા ટીમના પ્રેક્ટિસ સેશનમાં જોડાયો હતો અને ભારત સામેની શ્રેણીમાં તેના અનુભવનો ટીમને ચોક્કથી ફાયદો થશે. ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલ વર્લ્ડકપ ક્વોલિફાયરમાં સ્કોટલેન્ડ સામે હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર ફેંકાઇ ગઈ છે. એવામાં શું બ્રાયન લારાના ટીમ સાથે જોડાયા બાદ કેરેબિયન ટીમનું પ્રદર્શન સુધરશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">