AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023 : ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વડાપ્રધાનને લખ્યો પત્ર

એશિયા કપની યજમાનીના વિવાદ બાદ વર્લ્ડ કપમાં ભાગ નહીં લેવાની ધમકી આપનાર પાકિસ્તાન હવે વર્લ્ડ કપમાં રમવા માટે ઉતાવળું બન્યું છે. જેના માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે તેમના વડાપ્રધાને પત્ર લખી ભારતમાં રમવાની પરવાનગી આપવા વિનંતી કરી છે.

World Cup 2023 : ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વડાપ્રધાનને લખ્યો પત્ર
Pakistan Cricket Board
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 7:20 PM
Share

ICC ODI World Cup 2023ને હવે ત્રણ મહિનાનો સમય બાકી રહ્યો છે અને વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમો લગભગ નક્કી થઈ ગઈ છે. દસમાંથી હવે માત્ર એક સ્થાન માટે જગ્યા બાકી રહી છે, જેના માટે સ્કોટલેન્ડ અને ઝીમ્બાબ્વે વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ બધા વચ્ચે પહેલાથી જ ક્વોલિફાય કરી ચૂકેલ એક ટીમના વર્લ્ડ કપમાં રમવા અંગે સસ્પેન્સ યથાવત છે અને એ છે પાડોશી દેશ પાકિસ્તાનની ટીમ.

PCBએ વડાપ્રધાનને લખ્યો પત્ર

એશિયા કપના પાકિસ્તાનમાં યોજવાના ભારતના વિરોધ બાદ ICC દ્વારા પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્ત રીતે એશિયા કપ યોજવાનું નક્કી કરવામાં આવતા પાકિસ્તાન નારાજ થયું હતું, જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં નહીં રમવાની ધમકી આપી હતી. જોકે આ વિરોધના થોડા દિવસો બાદ જ પાકિસ્તાનના સૂર બદલાઈ ગયા છે અને હવે પાકિસ્તાન ભારતમાં રમવા તૈયાર થયું છે, જે માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે તેમના દેશના વડાપ્રધાનને પત્ર લખી ભારતમાં રમવાની પરવાનગી આપવા વિનંતી કરી છે.

ભારતમાં વર્લ્ડ કપ રમવા માંગી પરવાનગી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCBએ) વડાપ્રધાન શાહબાઝ શરીફને પત્ર લખી આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભારત પ્રવાસને મંજૂરી આપવા વિનંતી કરી છે. PCBએ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયમાં પણ આ પત્રને મોકલ્યો છે. 26 જૂનના રોજ આ પત્ર લખવામાં આવ્યો હોવાનું હાલ સામે આવ્યું છે.

મેચના સ્થળને લઈ વાંધો હતો

પાકિસ્તાનને તેમની વર્લ્ડ કપની મેચ અમદાવાદ સહિત અન્ય સ્થળોએ રમવાને લઈ વાંધો હતો. જેમાં ભારત અને અફઘાનિસ્તાનની સામેની મેચના સ્થળને બદલવાની તેમની ખાસ માંગ હતી, પરંતુ ICCએ જાહેર કરેલ વર્લ્ડ કપ 2023ના સંપૂર્ણ કાર્યક્રમમાં કોઈ ફેરફાર ન કરવામાં આવતા પાકિસ્તાનને ઝટકો લાગ્યો હતો, છતાં હવે પાકિસ્તાન વર્લ્ડ કપમાં રમવા તૈયાર થયું છે. આ ઘટના અંગે પણ PCBએ પત્રમાં ખાતરી કરવા પાકિસ્તાન સરકારને વિનંતી કરી છે.

આ પણ વાંચોઃ વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ બાર્બાડોઝમાં વોલીબોલની મજા માણી, જુઓ Video

વડાપ્રધાનના જવાબ પર નજર

PCBએ વડાપ્રધાન શાહબાઝ શરીફને પત્ર લખી વર્લ્ડ કપમાં ભાગ લેવાની ઈચ્છા જાહેર કરી દીધી છે, સાથે જ વર્લ્ડ કપનો સંપૂર્ણ કાર્યક્રમ અને પાકિસ્તાનની મેચો અંગે પણ પત્રમાં જણાવવામાં આવ્યું છે. એવામાં હવે પાકિસ્તાનના વડાપ્રધાન શું નિર્ણય લે છે એના પર તમામની નજર રહેશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">