AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીલંકન ખેલાડીએ તોડ્યો મિતાલી રાજનો મોટો રેકોર્ડ, હરમનપ્રીત-મંધાનાને પાછળ છોડ્યા

મહિલા ક્રિકેટમાં શ્રીલંકાની સ્ટાર ખેલાડીએ કમાલ કરી બતાવી હતી. શ્રીલંકન કપ્તાને ન્યૂઝીલેન્ડ સામે જોરદાર ફટકાબાજી કરી યાદગાર સદી ફટકારવાની સાથે ટીમ ઈન્ડિયાની પૂર્વ કપ્તાનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

શ્રીલંકન ખેલાડીએ તોડ્યો મિતાલી રાજનો મોટો રેકોર્ડ, હરમનપ્રીત-મંધાનાને પાછળ છોડ્યા
Chamari Atapattu
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 10:43 PM
Share

શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં શાનદાર બેટિંગ કરતા 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 11 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. સાથે જ ચમારી અટાપટ્ટુમિતાજી રાજનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

ODI ક્રિકેટમાં ચમારીની આઠમી સદી

શ્રીલંકાની મહિલા ટીમની કેપ્ટન ચમારી અટાપટ્ટુનું બેટ ફરી એકવાર જોરદાર ચાલ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં ચમારીએ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી, જેના આધારે યજમાન ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. શ્રીલંકાની કેપ્ટને ODI ક્રિકેટમાં તેની આઠમી સદી ફટકારવાની સાથે સાથે મિતાલી રાજના મોટા રેકોર્ડને તોડી નાખ્યો હતો.

ચમારી અટાપટ્ટુની ધમાકેદાર બેટિંગ

ચમારી અટાપટ્ટુએ શાનદાર બેટિંગ કરી હતી. ચમારીએ 175ના સ્ટ્રાઈક રેટથી માત્ર 80 બોલમાં 140 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ આક્રમક સદીની ઇનિંગ્સ દરમિયાન ચમારીએ 13 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. શ્રીલંકાની કેપ્ટન સામે ન્યૂઝીલેન્ડની બોલરો સંપૂર્ણપણે લાચાર દેખાતી હતી અને ચમારીએ મેદાનના ચારેય ખૂણામાં શોટ ફટકાર્યા હતા.

મિતાલી રાજથી આગળ નીકળી

ચમારીના બેટથી વનડે ક્રિકેટમાં આ આઠમી સદી હતી. આ સાથે, ચમારી 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે મિતાલી રાજથી આગળ નીકળી ગઈ છે. મિતાલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ODI ક્રિકેટમાં કુલ 7 સદી ફટકારી છે. ચમારી એશિયન દેશોમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાની વર્તમાન કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પણ પાંચ સદી ફટકારી છે અને આ યાદીમાં ત્રીજા અને ચોથા નંબર પર છે.

આ પણ વાંચોઃ ગુરુ પૂર્ણિમા : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ગુરુને કર્યા યાદ, કરી ખાસ પોસ્ટ

સૌથી ઝડપી સદી

ચમારી અટાપટ્ટુ ODI ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારી એશિયન મહિલા બેટ્સમેન બની ગઈ છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે માત્ર 60 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે નીલાક્ષી ડી સિલ્વા સાથે મળીને તેણે શ્રીલંકા માટે વનડે ક્રિકેટમાં સૌથી મોટી ભાગીદારી પણ કરી હતી. ચમારીએ નીલાક્ષી સાથે મળીને ત્રીજી વિકેટ માટે 190 રનની ભાગીદારી કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">