Breaking News: IND vs PAK: Emerging Asia Cup ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની થશે ટક્કર

ભારત અને પાકિસ્તાન બંનેએ શુક્રવારે પોતપોતાની સેમીફાઈનલ મેચ જીતી લીધી છે. જે બાદ હવે ઇમર્જિંગ એશિયા કપની ફાઈનલની બે ટીમઓ નકી થઈ ગઈ છે. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.

Breaking News: IND vs PAK: Emerging Asia Cup ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની થશે ટક્કર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 9:10 PM

ભારત (Team India) અને પાકિસ્તાનની ટીમો રવિવારે Emerging Asia Cup ફાઇનલમાં ટકરાશે. 10 વર્ષ બાદ બંને ટીમો ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલમાં આમને-સામને થશે. શુક્રવારે ભારત A એ સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 51 રને હરાવ્યું હતું. આ પહેલા પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ઇમર્જિંગ એશિયા કપની ફાઈનલમાં ભારત-પાકિસ્તાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની ફાઈનલ અગાઉ 2013માં રમાઈ હતી, જેમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે જીત મેળવી હતી. ભારતીય ટીમ ઇમર્જિંગ એશિયા કપની પ્રથમ ચેમ્પિયન છે. જ્યારે પાકિસ્તાન ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ટીમ ઈન્ડિયા 211 રનમાં ઓલઆઉટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા યશ ધુલની ટીમ 211 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશી બોલરોએ ટીમ ઈન્ડિયાને ઘણી પરેશાન કરી હતી. તેમણે ભારતીય બેટ્સમેનોનું ક્રિઝ પર રહેવું મુશ્કેલ બનાવી દીધું હતું. ભારતીય દાવ એક છેડે ખોરવાઈ ગયો હતો, પરંતુ કેપ્ટન યશ ધુલે આશા છોડી ન હતી.

યશ ધુલે સૌથી વધુ રન બનાવ્યા

યશ ધુલ એક છેડે ટકી દાવને અંત સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. યશ ધુલના રૂપમાં ભારતને છેલ્લો ફટકો 49.1 ઓવરમાં લાગ્યો હતો. તેણે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. યશ ધુલે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય અભિષેક શર્માએ 63 બોલમાં 34 રન બનાવ્યા હતા. માનવ સુથારે નીચલા ક્રમમાં આવીને તોફાની બેટિંગ કરી અને 24 બોલમાં 21 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી મેહદી હસન, તંજીમ હસન અને રકીબુલ હસને 2-2 વિકેટ લીધી હતી.

સારી શરૂઆત બાદ બાંગ્લાદેશ ઢેર

211 રનના ટાર્ગેટના જવાબમાં બાંગ્લાદેશ A એ તોફાની શરૂઆત કરી હતી. મોહમ્મદ નઈમ અને તંજીદ હસન વચ્ચે 70 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ ભારત A માટે મુશ્કેલી ઉભી કરી હતી, પરંતુ માનવ સુથારે મોહમ્મદ નઈમને 38 રન પર બોલ્ડ કરીને આ ભાગીદારીને તોડી નાખી હતી.

આ પણ વાંચો : Breaking News: Virat Kohli Century: 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં વિરાટ કોહલીની શાનદાર સદી

નિશાંત સિંધુએ 5 વિકેટ લીધી

મોહમ્મદ નઈમના આઉટ થયા બાદ ભારતીય બોલરોએ બાંગ્લાદેશની લય બગાડી હતી અને આખી ટીમ 34.2 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી તંજીદ હસને સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. નિશાંત સિંધુએ 20 રનમાં 5 વિકેટ લીધી હતી. જ્યારે માનવ સુથારે 32 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">