ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેને લીધો સંન્યાસ, એમએસ ધોનીની જેમ ક્રિકેટને કહ્યું અલવિદા

|

Jun 03, 2024 | 5:08 PM

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેને ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે 73 ODI અને 9 T20 મેચ રમી છે. તેણે 87 ફર્સ્ટ ક્લાસ, 186 લિસ્ટ A અને 163 T20 મેચ પણ રમી છે. આ ખેલાડી મહારાષ્ટ્ર ક્રિકેટનું મોટું નામ માનવામાં આવે છે અને તે IPLમાં પાંચ ટીમ તરફથી રમ્યો છે.

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેને લીધો સંન્યાસ, એમએસ ધોનીની જેમ ક્રિકેટને કહ્યું અલવિદા
Kedar Jadhav & MS Dhoni

Follow us on

પોતાની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેદાર જાધવે સંન્યાસ લઈ લીધો છે. કેદાર જાધવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે તેણે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની શૈલીમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. કેદાર જાધવે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું – મારી કારકિર્દી દરમિયાન તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. બપોરે 3 વાગ્યાથી મને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત ગણવામાં આવશે.

ધોનીની જેમ કેદારની નિવૃત્તિ

કેદાર જાધવનો આઈડલ એમએસ ધોની હતો. ધોનીની જેમ જાધવને પણ મેચ ફિનિશર માનવામાં આવતો હતો અને તેથી જ તેની જેમ તેણે પોતાની કારકિર્દીનો અંત જાહેર કર્યો હતો. ધોનીએ 15 ઓગસ્ટ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. ધોનીએ પોતાનો વીડિયો પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘તમારા પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. 19:29 થી મને નિવૃત્ત ગણવામાં આવવો જોઈએ.

રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા
શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ

કેદાર જાધવની કારકિર્દી

કેદાર જાધવે 2014માં શ્રીલંકા સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 2015માં તેણે ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ રમી હતી. જાધવે 73 ODI મેચોમાં 40 થી વધુની એવરેજથી 1389 રન બનાવ્યા છે. T20માં તે 6 ઈનિંગ્સમાં 122 રન બનાવી શક્યો હતો. કેદાર જાધવ મહારાષ્ટ્ર ક્રિકેટનું મોટું નામ માનવામાં આવે છે. તેણે આ ટીમ માટે 87 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 17 સદીની મદદથી 6100 રન બનાવ્યા છે. જ્યારે લિસ્ટ Aમાં તેણે 10 સદીના આધારે 5520 રન બનાવ્યા છે. T20માં તેણે 163 મેચમાં 2592 રન બનાવ્યા છે. જેમાં 14 અડધી સદી સામેલ છે.

કેદાર જાધવ IPLમાં પાંચ ટીમ તરફથી રમ્યો

કેદાર જાધવ IPLમાં પણ ઘણું ક્રિકેટ રમ્યો છે. તે સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, દિલ્હી ડેરડેવિલ્સ, કોચી ટસ્કર્સ કેરળ માટે રમ્યો છે. કેદારે IPLમાં 95 મેચમાં 22.37ની એવરેજથી 1208 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : T20I ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું કે, 6 ખેલાડીઓ એક જ સ્ટાઈલમાં આઉટ થયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article