IND vs AUS : 2 સિક્સર અને ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, 77 વર્ષમાં પહેલીવાર બનાવ્યો આવો રેકોર્ડ
ગાબા ટેસ્ટમાં ચોથા દિવસની રમત બાદ જસપ્રીત બુમરાહ અને આકાશ દીપ અણનમ પરત ફર્યા હતા. બંનેએ પોતાની અણનમ ઈનિંગમાં એક-એક સિક્સર પણ ફટકારી હતી. આ બંને નંબર 10 અને 11 બેટ્સમેન હતા. ભારતના 10 અને 11મા નંબરના બેટ્સમેનોએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે સિક્સર ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને આકાશ દીપે 17 ડિસેમ્બર 2024ના રોજ ટેસ્ટ ક્રિકેટમાં જે સિદ્ધિ હાંસલ કરી તે લાંબા સમય સુધી યાદ રહેશે. ટીમ ઈન્ડિયાના આ નંબર 10 અને 11 નંબરના બેટ્સમેનોએ છેલ્લી વિકેટ માટે શાનદાર રમત રમી અને ઓસ્ટ્રેલિયા સામે સિક્સ પણ ફટકારી. આ સાથે ટેસ્ટમાં પ્રથમ વખત 10મા અને 11મા નંબરના ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયા સામે સિક્સર ફટકારી છે. આ પરાક્રમ 77 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત થયું છે. બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ શ્રેણી 1947માં રમાઈ હતી. પરંતુ ત્યારથી આજ સુધી આવું ક્યારેય બન્યું ન હતું.
આકાશ-બુમરાહે કમિન્સને સિક્સર ફટકારી
ગાબા ખાતે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસના અંતિમ સત્રમાં આકાશ અને બુમરાહે ટીમ ઈન્ડિયાની છેલ્લી વિકેટ માટે અણનમ ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન બંનેએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સામે એક-એક સિક્સર પણ ફટકારી હતી. બુમરાહ અને આકાશ બંનેની આ સિક્સર જોવા લાયક હતી, જેણે ચાહકોની સાથે-સાથે ભારતીય ડ્રેસિંગ રૂમમાં પણ ઉત્સાહ ભરી દીધો હતો.
ભારતનો સ્કોર 252/9
આકાશ દીપ અને બુમરાહની ટૂંકી પરંતુ મહત્વની ઈનિંગ્સે 77 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ન માત્ર આટલી સિદ્ધિ હાંસલ કરી છે, પરંતુ ટીમ ઈન્ડિયાને આ બંને અંગદની જેમ અડગ ઊભા રહેવાનો ફાયદો પણ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 445 રનના જવાબમાં ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 252 રન બનાવી લીધા છે.
Jasprit Bumrah just smashes Pat Cummins for six! #AUSvIND pic.twitter.com/vOwqRwBaZD
— cricket.com.au (@cricketcomau) December 17, 2024
ભારતને ફોલોઓનના સંકટમાંથી બચાવી લીધું
આકાશ દીપ 31 બોલમાં 27 રન અને બુમરાહ 27 બોલમાં 10 રન બનાવીને અણનમ છે. જ્યારે ટીમ ઈન્ડિયાની નવમી વિકેટ પડી ત્યારે તેને ફોલોઓન ટાળવા માટે 32 રનની જરૂર હતી. આ મુશ્કેલ સમયમાં બુમરાહ અને આકાશે ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. બંનેએ ફોલોઓનનો ખતરો ટાળ્યો અને ચોથા દિવસની રમત પૂરી થયા પછી પણ આ જોડી અણનમ રહી.
Virat Kohli & Gautam Gambhir reacting as if India have won the World Cup. They just saved the follow-on against Australia ❤️❤️❤️#AUSvIND #tapmad #DontStopStreaming #CatchEveryMatch pic.twitter.com/PmQgccffj1
— Farid Khan (@_FaridKhan) December 17, 2024
બુમરાહે 6 અને આકાશ દીપે 1 વિકેટ લીધી
બેટિંગ પહેલા જસપ્રીત બુમરાહ અને આકાશ દીપે બોલિંગમાં પણ યોગદાન આપ્યું હતું. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં 28 ઓવરમાં 76 રન આપીને 6 વિકેટ લીધી હતી. જ્યારે આકાશ દીપને એક વિકેટ મળી હતી. તેણે 29.5 ઓવરમાં 95 રન આપ્યા હતા.
આ પણ વાંચો: Virat Kohli Video: ગાબામાં આકાશદીપની સિક્સર જોઈ વિરાટ કોહલી ખુશીથી જૂમી ઉઠ્યો, જુઓ વીડિયો