AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટની ગુજરાત ટાઈટન્સ પર રહેશે નજર, જાણો શું છે કારણ

IPL 2024 શરૂ થવાના ત્રણ-ચાર મહિના પહેલા ખેલાડીઓને ટ્રેડ અને રિટેન કરવાના આખરી દિવસે જે હંગામો થયો તે બાદ બધાની નજર ગુજરાત ટાઈટન્સ પર છે. પહેલી જ બે સિઝનમાં ટીમને ચેમ્પિયન અને ફાઈનલિસ્ટ બનાવનાર કેપ્ટનને અલવિદા કહી ટીમ મેનેજમેન્ટે યુવા સ્ટાર શુભમન ગિલને ટીમની કપ્તાની સોંપી છે, જે બાદ હવે ટીમ અને કપ્તાન બંને પર BCCIની બાજ નજર રહેશે.

ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટની ગુજરાત ટાઈટન્સ પર રહેશે નજર, જાણો શું છે કારણ
Shubman & Hardik
| Updated on: Nov 27, 2023 | 8:54 PM
Share

વનડે વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયા સામે T20 સીરિઝ, આફ્રિકા ટૂર, અફઘાનિસ્તાન સામે T20 શ્રેણી, ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ અને IPL 2024 બાદ ફરી વાર વર્લ્ડ કપ યોજાશે. આ વખતે T20 ફોર્મેટનો વર્લ્ડ કપ છે, એવામાં IPLનું પ્રદર્શન વર્લ્ડ કપની ટીમ અને કેપ્ટનના સિલેક્શન પર મોટતી છાપ છોડશે. હાલમાં ગુજરાત ટાઈટન્સની ટીમના નવા કેપ્ટનની નિમણૂક બાદ આ મામલો સમય કરતાં વહેલો ચર્ચામાં આવી ગયો છે અને હવે BCCIની નજર 2022ની ચેમ્પિયન ટીમ અને તેના કેપ્ટન પર રહેશે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટનની શોધ શરૂ થશે

ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં પણ કેપ્ટનશિપની શોધ શરૂ થવા જઈ રહી છે. આની પાછળનું સમીકરણ સમજો – રોહિત શર્મા ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. પરંતુ તે 37 વર્ષનો થવાનો છે. T20ની કમાન હાર્દિક પંડ્યાને આપવામાં આવી હતી. પરંતુ હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે પણ તે ટીમની બહાર છે. હાર્દિકની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણીમાં સૂર્યકુમાર યાદવને કમાન સોંપવામાં આવી છે. હાર્દિ ક્યારે પરત ફરશે એ હજી નક્કી નથી એવામાં સ્થિતિ એવી છે કે હજુ નક્કી નથી થયું કે 2024ના T20 વર્લ્ડ કપમાં ભારતની કમાન કોણ સંભાળશે?

રોહિત શર્મા પછી કોણ?

બે ચર્ચાઓ ગરમ છે – પ્રથમ એ કે રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં તેના પ્રદર્શન પછી T20 માં પુનરાગમન કરી શકે છે, બીજું કે તેણે પસંદગીકારોને કહ્યું છે કે તેને હવે T20 ફોર્મેટ રમવામાં રસ નથી. રોહિત શર્માએ 2022 T20 વર્લ્ડ કપની સેમિફાઈનલ બાદથી આ ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું નથી. આવી સ્થિતિમાં, પ્રશ્ન ખૂબ જ સરળ છે કે ભારતીય ટીમમાં રોહિત શર્મા પછી કોણ? આ સવાલના જવાબમાં કેએલ રાહુલ, શ્રેયસ અય્યરની સાથે હવે શુભમન ગિલનું નામ પણ સામેલ થઈ ગયું છે. જો ગુજરાત ટાઈટન્સ એક-બે સિઝનમાં સારું પ્રદર્શન કરશે તો ચોક્કસપણે શુભમન ગિલનો દાવો મજબૂત થશે.

શુભમન ગિલ કપ્તાની માટે બેસ્ટ વિકલ્પ?

આ પ્રદર્શન બાદ શુભમન ગિલ એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા નંબર પર આવી ગયો. એક સિઝનમાં તેના કરતા વધુ રન બનાવવાનો રેકોર્ડ હાલમાં વિરાટ કોહલીના ખાતામાં છે. કોહલીએ 2016 IPLમાં 4 સદી અને 7 અડધી સદીની મદદથી 973 રન બનાવ્યા હતા. શુભમન ગિલને સુકાનીપદ સોંપતી વખતે, તેના આ રેકોર્ડ્સ ચોક્કસપણે ફ્રેન્ચાઇઝી માલિકોના મગજમાં હશે. શુભમન ગિલ પાસેથી અપેક્ષા છે કે તે કેપ્ટનશિપમાં પણ પોતાના બેટિંગ આત્મવિશ્વાસનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો: શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે ‘મ્યુચ્યુઅલ ફંડ’, રોકાણનો લાભ કોઈ અન્ય ઉઠાવશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">