AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયા અન્ડર-19 વર્લ્ડ કપ હારી ગઈ, પરંતુ 4 ખેલાડીઓને મળી આ અમૂલ્ય ભેટ

અન્ડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ટાઈટલ મેચમાં 79 રને જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નહીં, પરંતુ ફાઈનલમાં તેમણે ઘણી ભૂલો કરી જેના કારણે ફાઈનલમાં આ પરિણામ ભોગવવું પડ્યું. જો કે આ મેચ બાદ ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓને મોટું સન્માન મળ્યું છે.

ટીમ ઈન્ડિયા અન્ડર-19 વર્લ્ડ કપ હારી ગઈ, પરંતુ 4 ખેલાડીઓને મળી આ અમૂલ્ય ભેટ
ICC Under 19 World Cup Team India
| Updated on: Feb 12, 2024 | 11:46 PM
Share

ભલે ભારતીય ક્રિકેટ ટીમ અન્ડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હોય, પરંતુ તેના ખેલાડીઓએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું તેમાં કોઈ શંકા નથી. આ શાનદાર પ્રદર્શન બાદ ICCએ ખેલાડીઓને એક મોટી અને અમૂલ્ય ભેટ આપી છે.

ICCની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન

ICCએ સોમવારે અન્ડર-19 વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ ટીમની જાહેરાત કરી હતી, જેમાં કુલ 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમમાં ભારતના ચાર ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતના ચાર ખેલાડીઓને મળ્યું સ્થાન

ટીમ ઈન્ડિયાના કેપ્ટન ઉદય સહારન, ઓલરાઉન્ડર મુશિર ખાન, બેટ્સમેન સચિન ધાસ અને ડાબોડી સ્પિનર ​​સૌમ્યા પાંડેને ICCની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હ્યુગ વેગનને ટુર્નામેન્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમની પસંદગી મીડિયા, બ્રોડકાસ્ટર્સ અને ICC પ્રતિનિધિઓની પેનલ દ્વારા કરવામાં આવી હતી.

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના માત્ર 3 ખેલાડી

મોટી વાત એ છે કે આ ટીમમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના માત્ર 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાના બે, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનના એક-એક ખેલાડીને સ્થાન મળ્યું છે.

ઉદય સહારન-મુશીર ખાન બેસ્ટ પ્લેઈંગ-11માં સામેલ

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ઉદય સહારન ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે 7 ઈનિંગમાં 56થી વધુની એવરેજથી 397 રન બનાવ્યા. સહારનના બેટમાંથી એક સદી અને ત્રણ અડધી સદી આવી હતી. મુશીર ખાને પણ શાનદાર બેટિંગ કરી અને 60ની એવરેજથી 360 રન બનાવ્યા. આ ખેલાડીએ બે સદી ફટકારી હતી.

સચિન ધાસ-સૌમ્યા પાંડેને ટીમમાં મળ્યું સ્થાન

મિડલ ઓર્ડર બેટ્સમેન સચિન ધાસે પણ 7 મેચમાં 60થી વધુની એવરેજથી 303 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 116થી વધુ હતો. આ સિવાય સચિન ધાસે પણ એક સદી અને અડધી સદી ફટકારી હતી. સૌમ્યા પાંડેએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીએ 7 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. તેનો ઈકોનોમી રેટ પણ માત્ર 2.68 રન પ્રતિ ઓવર હતો.

અન્ડર-19 વર્લ્ડ કપની શ્રેષ્ઠ ટીમ:

લુઆન ડી પ્રિટોરિયસ, હેરી ડિક્સન, મુશીર ખાન, હ્યુગ વેબગન, ઉદય સહારન, સચિન ધાસ, નાથન એડવર્ડ્સ, કેલમ વિડલર, ઉબેદ શાહ, ક્વેના માફાકા, સૌમ્ય પાંડે, જેમી ડંક (12મો ખેલાડી).

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રાજકોટ ટેસ્ટમાંથી વધુ એક સ્ટાર ખેલાડી બહાર, 8 મેચમાં 5 સદી ફટકારનારને મળ્યું સ્થાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">