AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : થઈ જાવ તૈયાર, આજે ટી20 વર્લ્ડકપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે

ટી20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયા પોતાના ટાઈટલને ડિફેન્ડ કરવા ઉતરશે. આ વખતે આ ટૂર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ ટૂર્નામેન્ટના શેડ્યૂલની આજે જાહેરાત કરવામાં આવશે.

T20 World Cup 2026 : થઈ જાવ તૈયાર, આજે ટી20 વર્લ્ડકપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે
| Updated on: Nov 25, 2025 | 10:52 AM
Share

ટી20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકા દ્વારા યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. છેલ્લો T20 વર્લ્ડ કપ યુનાઇટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયો હતો, જ્યાં ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટાઇટલ જીત્યું હતું. આ વખતે ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટાઈટલ ડિફેન્ડ કરવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન તેનો સામનો પાકિસ્તાન સાથે થઈ શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સસિલ દ્વારા આ ટૂર્નામેન્ટના શેડ્યૂલની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ ક્યારે જાહેર થશે?

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મંગળવાર 25 નવેમ્બરના રોજ ટી20 વર્લ્ડકપ 2026ના શેડ્યુલની જાહેરાત કરશે. આ જાહેરાત મંગળવારના રોજ થશે. રિપોર્ટ મુજબ આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ પાકિસ્તાન, અમેરિકા, નેધરલેન્ડ અને નામીબિયાની સાથે ગ્રુપમાં રાખવામાં આવી છે. આ દરમિયાન તેનો સામનો પાકિસ્તાન સામે 15 ફેબ્રુઆરીના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં થઈ શકે છે. આ સિવાય ટીમ ઈન્ડિયા બાકીની તમામ મેચ ભારતમાં જ રમશે.

આ 20 ટીમો વચ્ચે રમાશે ટૂર્નામેન્ટ

ટી20 વર્લ્ડકપ 2026ની શરુઆત 7 ફેબ્રુઆરીના રોજ થવાની આશા છે જે 8 માર્ચ સુધી રમાશે. આ દરમિયાન પાકિસ્તાન પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમશે. મેજબાન ભારત અને શ્રીલંકા સિવાય ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 18 ટીમમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ,ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, સંયુક્ત રાજ્ય અમેરિકા,વેસ્ટઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, આયરલેન્ડ,કેનેડા, ઈટલી, નેધરલેન્ડ,નામીબિયા, ઝિમ્બાબ્વે,નેપાળ , ઓમાન અને યુએઈ છે.

ટીમ ઈન્ડિયાનું મેચ શેડ્યૂલ

રિપોર્ટ મુજબ ભારત પોતાની પહેલી ગ્રુપ મેચ ટી20 વર્લ્ડકપના પહેલા દિવસે 7 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં અમેરિકા વિરુદ્ધ રમશે. ત્યારબાદ 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં તેની ટકકર નામીબિયા સાથે થશે. ત્યારબાદ પાકિસ્તાન સાથે 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નેધરલેન્ડ વિરુદ્ધ આ તેની છેલ્લી ગ્રુપ મેચ રમશે. ગ્રુપ સ્ટેજ બાદ 8 બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે. જેમણે 4-4ના બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ત્યારબાદ બંન્ને ગ્રુપમાંથી 2-2 ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે અને ત્યારબાદ ફાઈનલ મેચ રમશે.

T20 વર્લ્ડકપનું આયોજન આમ તો દર 2 વર્ષે કરવામાં આવે છે. ટી20 વર્લ્ડકપના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">