AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: પાકિસ્તાનની ક્રિકેટ ટીમને મળ્યા નવા બે કોચ, વિશ્વ કપ માટે ટીમને તૈયાર કરનારા બંને કોચ નવા નિશાળીયા!

આ બંને કોચ મિસ્બાહ ઉલ હક અને વકાર યુનૂસનુ સ્થાન લેનાર છે. તેઓ T20 વિશ્વકપ માટે પાકિસ્તાનની ટીમના એલાનની સાથે રાજીનામુ ધરી દીધુ હતુ.

T20 World Cup: પાકિસ્તાનની ક્રિકેટ ટીમને મળ્યા નવા બે કોચ, વિશ્વ કપ માટે ટીમને તૈયાર કરનારા બંને કોચ નવા નિશાળીયા!
Mathew Hayden-Vernon Philander
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 7:25 PM
Share

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) ને T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup) પહેલા નવા કોચ મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડન (Mathew Hayden) અને દક્ષિણ આફ્રિકાના બોલર વર્નોન ફિલેન્ડર (Vernon Philander) ને કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંનેને આઈસીસી મેન્સ T20 વર્લ્ડકપની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 17 ઓક્ટોબરથી યુએઈમાં રમાવાની છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના નવા અધ્યક્ષ રમીઝ રાજાએ આ માહિતી આપી હતી. રાજાને 13 સપ્ટેમ્બરે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે હેડન અને ફિલાન્ડર બંને પાસે કોચિંગનો અનુભવ નથી. તેના કારણે તેને કોચ બનાવવા પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

અગાઉ મિસબાહ ઉલ હક અને વકાર યુનુસે કોચ પદેથી રાજીનામું આપ્યું હતું. આવી સ્થિતિમાં સકલૈન મુશ્તાક અને અબ્દુલ રઝાકને પાકિસ્તાનની ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે કોચ બનાવવામાં આવ્યા હતા. મેથ્યુ હેડન 1994 થી 2009 સુધી ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમ્યો અને 276 મેચમાં 15066 રન બનાવ્યા.

તો વળી, ફિલેન્ડરે 2011 થી 2020 સુધી દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું. આ દરમિયાન 101 મેચમાં તેના ખાતામાં 269 વિકેટ આવી. બંને ક્રિકેટરોની ગણતરી ટોચના ખેલાડીઓમાં થાય છે. મેથ્યુ હેડન 2003 અને 2007 માં વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમના સભ્ય રહી ચૂક્યા છે.

રમીઝ રાજાએ શું કહ્યું?

રમીઝ રાજાએ હેડન અને ફિલેન્ડરની નિમણૂક અંગે કહ્યું કે, ‘મને લાગે છે કે પાકિસ્તાન ટીમને નવી દિશાની જરૂર છે. T20 વર્લ્ડકપ સુધી આ કોચની નિમણૂક કરવામાં આવી છે. આપણે આગળ વધતા પહેલા ગંભીર અભ્યાસ કરવાની જરૂર છે. આ સંદર્ભે, આપણે જોવાનું રહેશે કે અમારા મોડેલને કોણ ફિટ કરે છે. અમારો ઉદ્દેશ આ ટીમને દરેક શક્ય વિકલ્પ આપવાનો છે જેથી પ્રદર્શન સુધરે.

આ પણ વાંચોઃ Gujarat Government: ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યપ્રધાન બન્યા, સૌથી વઘુ સમય CM તરીકે રહીને નરેન્દ્ર મોદીએ રચ્યો છે વિક્રમ

આ પણ વાંચોઃ Sourav Ganguly : ઇંગ્લેન્ડના આરોપો બાદ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, માન્ચેસ્ટર ટેસ્ટ રદ થવાનું સાચું કારણ જણાવ્યું

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">