AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Government: ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યપ્રધાન બન્યા, સૌથી વઘુ સમય CM તરીકે રહીને નરેન્દ્ર મોદીએ રચ્યો છે વિક્રમ

List of Gujarat Chief Ministers: મહારાષ્ટ્ર રાજ્યમાંથી 1960માં અલગ પડ્યા બાદથી 2021 સુધીના 61 વર્ષમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 17 વ્યક્તિઓ મુખ્યપ્રધાન બન્યા છે. જ્યારે ગુજરાતમાં પાંચ વાર રાષ્ટ્રપતિ શાસન પણ લદાયુ હતુ.

Gujarat Government: ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યપ્રધાન બન્યા, સૌથી વઘુ સમય CM તરીકે રહીને નરેન્દ્ર મોદીએ રચ્યો છે વિક્રમ
Gujarat State Government History List of Chief Minister who ruled the state till now
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 4:15 PM
Share

GANDHINAGAR : આજે ગુજરાતના મુખ્યપ્રધાનપદે શપથ લઈને ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના 61 વર્ષના કાર્યકાળમાં 17માં મુખ્યપ્રધાન બન્યા છે. ગુજરાતની સ્થાપના બાદ, આજદીન સુધીમાં સૌથી વઘુ વાર મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી રહ્યાં છે. નરેન્દ્ર મોદી ચાર વાર મુખ્યપ્રધાન બન્યા છે. તો માધવસિંહ સોલંકી ત્રણ વાર, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને બાબુભાઈ જસભાઈ પટેલ બે-બે વાર મુખ્યપ્રધાન બન્યા છે.

મહારાષ્ટ્ર રાજ્યમાંથી 1960માં અલગ પડ્યા બાદથી 2021 સુધીના 61 વર્ષમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 17 વ્યક્તિઓ મુખ્યપ્રધાન બન્યા છે. જ્યારે ગુજરાતમાં પાંચ વાર રાષ્ટ્રપતિ શાસન પણ લદાયુ હતુ. ગુજરાતના 17 પૈકી 3 મુખ્યપ્રધાન સપ્ટેમ્બર મહિનામાં બદલાયા છે. તો એક વાર રાષ્ટ્રપતિ શાસન પણ સપ્ટેમ્બર મહિનામાં જ લદાયુ છે.

મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરા કરનાર પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂરા કરનારા મુખ્યપ્રધાનમાં હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી, નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી એમ ચાર જણાએ જ મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરા કર્યા છે. જો કે હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષની ટર્મમાં મુખ્યપ્રધાનપદે રહીને પાંચ વર્ષ પૂરા કર્યા હતા. જ્યારે વિજય રૂપાણીએ બે ટર્મમાં મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરા કર્યા હતા. ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે સૌથી વધુ સમય રહેવાનો વિક્રમ નરેન્દ્ર મોદીના નામે છે. નરેન્દ્ર મોદી 7-10-2001થી 22-05-2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રહ્યાં છે.

ગુજરાતમાં પાંચ વાર લગાવાયુ હતુ રાષ્ટ્રપતિ શાસન ગુજરાતની સ્થાપના કાળથી અત્યાર સુધીમાં પાંચ વાર રાષ્ટ્રપતિશાસન પણ લાદવામાં આવ્યુ છે. ગુજરાતમાં લાગેલા પાંચ વારના રાષ્ટ્રપતિ શાસનમાંથી ચાર વાર કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવ્યુ હતું. જ્યારે એકવાર ભાજપના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યુ હતું. પહેલીવાર 13-05-1971થી 17-03-1972 સુધીના સમયગાળામાં રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવ્યુ હતુ. તો બીજીવાર 9-02-1974થી 18-06-1975 સુધી, ત્રીજીવાર 12-03-1976થી 24-12-1976 સુધી લગાવવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં ચોથીવાર 17-02-1980થી 6-06-1980 સુધી અને પાંચમી વાર 19-09-1996થી 21-10-1996 સુધીના સમયગાળામાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યુ હતુ.

ગુજરાતના મુખ્યપ્રધાન અને તેમનો કાર્યકાળ

ડો. જીવરાજ મહેતા 01-05-1960 થી 19-09-1963

બળવંતરાય મહેતા 19-09-1963થી 19-09-1965

હિતેન્દ્ર દેસાઈ 19-09-1965થી 12-05-1971

રાષ્ટ્રપતિ શાસન 13-05-1971થી 17-03-1972

ઘનશ્યામ ઓઝા 17-03-1972થી 17-07-1973

ચીમનભાઈ પટેલ 17-07-1973થી 9-02-1974

રાષ્ટ્રપતિ શાસન 9-02-1974થી 18-06-1975

બાબુભાઈ જસભાઈ પટેલ 18-06-1975થી 12-03-1976

રાષ્ટ્રપતિ શાસન 12-03-1976થી 24-12-1976

માધવસિંહ સોલંકી 24-12-1976થી 10-04-1977

બાબુભાઈ જસભાઈ પટેલ 11-04-1977થી 17-02-1980

રાષ્ટ્રપતિ શાસન 17-02-1980થી 6-06-1980

માધવસિંહ સોલંકી 7-06-1980થી 6-07-1985

અમરસિંહ ચૌધરી 6-07-1985થી 9-12-1989

માધવસિંહ સોલંકી 10-12-1989થી 3-03-1990

ચીમનભાઈ પટેલ 4-03-1990થી 17-02-1994

છબીલદાસ પટેલ 17-02-1994થી 13-03-1995

કેશુભાઈ પટેલ 14-03-1995થી 21-10-1995

સુરેશચંદ્ર મહેતા 21-10-1995થી 19-09-1996

રાષ્ટ્રપતિ શાસન 19-09-1996થી 21-10-1996

શંકરસિંહ વાઘેલા 23-10-1996થી 27-10-1997

દિલીપભાઈ પરીખ 28-10-1997થી 4-03-1998

કેશુભાઈ પટેલ 4-03-1998થી 6-10-2001

નરેન્દ્ર મોદી 7-10-2001થી 22-05-2014

આનંદીબહેન પટેલ 2-05-2014થી 7-08-2016

વિજય રૂપાણી 7-08-2016થી 11-09-2021

આ પણ વાંચોઃ Bhupendra Patel: જાણો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કેવા છે પડકારો ?

આ પણ વાંચોઃ કેમ ભાજપે નવા સીએમ તરીકે Bhupendra Patelની વરણી કરી ? 2022 વિધાનસભા ચૂંટણી માટે પાટીદાર માસ્ટર સ્ટ્રોક

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">