T20 World Cup : બાબર આઝમ પહેલેથી જ ટેન્શનમાં, ભારત-પાક મેચ પહેલા કહ્યું-‘ઘબરાહટ હોતી હૈ’, જુઓ વીડિયો
T20 World Cup : ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. ચારેબાજુ આ મેચની ચર્ચા છે અને ઘણી હસ્તીઓ તેને જોવા આવે તેવી અપેક્ષા છે. ખેલાડીઓ પર ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું દબાણ રહેશે. આ બધાની વચ્ચે બાબર આઝમે મેચ પહેલા નર્વસ થાય છે તેના અનુભવવાની વાત કરી છે.
IND vs PAK : T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થયો છે. પ્રથમ દિવસે યજમાન દેશ અમેરિકાનો સામનો કેનેડા સામે થયો હતો. આ મેચમાં અમેરિકાએ કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. હવે આ ટૂર્નામેન્ટમાં તમામની નજર ભારત-પાકિસ્તાન મેચ પર ટકેલી છે. નાસો કાઉન્ટી સ્ટેડિયમમાં 9મી જૂને રમાનારી આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ મેચ માટે માહોલ પહેલેથી જ બનાવવાનું શરૂ થઈ ગયું છે અને ઘણી હસ્તીઓ આવવાની અપેક્ષા છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ આ મેચ પહેલા તણાવમાં છે. તેણે કહ્યું છે કે તે નર્વસ છે.
ભારત-પાક મેચ પર બાબરે શું કહ્યું?
ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ છે. જ્યારે પણ બંને ટીમો સામસામે હોય છે ત્યારે ચાહકોને રોમાંચક મેચ જોવા મળે છે. ટી-20 વર્લ્ડ કપ 2022માં પણ બંને વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. એટલા માટે ટૂર્નામેન્ટમાં ચાહકોથી લઈને ભૂતપૂર્વ ક્રિકેટરો અને ખેલાડીઓમાં આ વિશે ચર્ચા થઈ રહી છે. જેના કારણે બાબર આઝમ નર્વસ છે.
Pakistan captain @babarazam258 is a special guest on the 52nd episode of the PCB Podcast as he previews the ICC Men’s #T20WorldCup 2024 in a candid conversation ️
https://t.co/uGO0ClzHz5 https://t.co/BYUwA5AuY3 ️ https://t.co/5PwtwBWgdw ⏪ https://t.co/81YqYgI2eN pic.twitter.com/VW6vsKiiOh
— Pakistan Cricket (@TheRealPCB) June 2, 2024
(Credit source : @TheRealPCB)
તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પોડકાસ્ટ પર પણ આ વાત સ્વીકારી છે. બાબરે ભારત-પાકની મેચને વિશ્વની સૌથી ચર્ચિત મેચ ગણાવી હતી. તેણે કહ્યું કે તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ, લોકો આ મેચની જ વાત કરે છે. ચાહકોનું ધ્યાન આ મેચ પર સૌથી વધુ છે. એટલા માટે મેચ પહેલા નર્વસનેસ છે.
બાબર આઝમે નર્વસ હોવાનું સ્વીકાર્યું
જો કે બાબર આઝમે નર્વસ હોવાનું સ્વીકાર્યું પરંતુ ટીમ ઈન્ડિયા સાથેની મેચ દરમિયાન તેનો સામનો કરવાની યોજના વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું કે આ કોમ્પિટિશનના પ્રેસરનો સામનો કરવાનો ખેલાડી તરીકે રમતની મૂળભૂત બાબતોને અનુસરવી એ સૌથી સરળ રસ્તો છે. બાબરે કહ્યું કે આ મેચને સરળ બનાવવા માટે તે શાંત રહે છે અને પોતાની કુશળતા પર કામ કરે છે અને પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે.
T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચનો રેકોર્ડ
ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ હંમેશા પાકિસ્તાન પર પરાસ્ત રહી છે. આ T20 વર્લ્ડ કપમાં બંનેને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. બંને વચ્ચે 9 જૂને મુકાબલો થશે. આ પહેલા બંને ટીમો 7 મેચ રમી ચૂકી છે. જેમાં ભારતે 5 વખત પાકિસ્તાનને હરાવ્યું છે, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. જ્યારે 2021માં પાકિસ્તાને ભારત સામે પ્રથમ વખત જીત મેળવી હતી.