AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024 : ભારત સામે હાર બાદ પાકિસ્તાની ખેલાડીની આંખમાંથી આંસુ નહોતા રોકાતા, જુઓ VIDEO

T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાની ટીમને ભારત સામે 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર બાદ પાકિસ્તાની ખેલાડી નસીમ શાહ ભાવુક થયો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

T20 World Cup 2024 : ભારત સામે હાર બાદ પાકિસ્તાની ખેલાડીની આંખમાંથી આંસુ નહોતા રોકાતા, જુઓ VIDEO
| Updated on: Jun 10, 2024 | 10:53 AM
Share

ભારતીય ટીમે રોમાંચક મેચમાં પાકિસ્તાની ટીમને 6 રનથી હાર આપી હતી. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 119 રન પર ઓલઆઉટ થઈ હતી અને પુરી 20 ઓવર પણ રમી શકી ન હતી, પરંતુ તેમ છતાં ભારતીય બોલરના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયા મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયાને જીત છેલ્લી ઓવરમાં મળી હતી. ભારત સામે મળેલી હાર બાદ એક સ્ટાર પાકિસ્તાની ખેલાડી ભાવુક જોવા મળ્યો હતો.

આંખોમાંથી આસું આવ્યા

ભારત વિરુદ્ધ મેચમાં પાકિસ્તાનની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 18 રનની જરુર હતી. બોલરની જવાબદારી અર્શદીપ સિંહને મળી હતી. તેમણે પહેલા બોલ પર ઈમાદ વસીમને આઉટ કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની ટીમને છેલ્લી પાંચ બોલમાં 18 રન બનાવ્યા હતા. અર્શદીપની સામે નસીમ શાહ હતો, પરંતુ તે છેલ્લી ઓવરમાં 9 રન બનાવી શક્યો હતો. મેચ હાર્યા બાદ નસીમ શાહની આંખોમાંથી આસું આવ્યા હતા.

નિરાશા તેના ચેહરા પર જોવા મળી હતી. ત્યારબાદ શાહીન અફરીદીએ તેના ખંભા પર હાથ રાખ્યો અને તેને મેદાનમાંથી બહાર લઈ ગયા હતા. તો સપોર્ટ સ્ટાફના સભ્યોએ નસીમ શાહને સંભાળ્યો હતો. નસીમ શાહનો રડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

ભારતીય ટીમ માટે રિષભ પંત સિવાય કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરી શક્યું ન હતી. તેમણે ટીમ માટે 42 રનની ઈનિગ્સ રમી હતી. તેના કારણે ભારતીય ટીમ સ્કોર 100ને પાર કરી શકી હતી. ત્યારબાદ જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે મેચમાં 3 વિકેટ લીધી હતી. શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : IND vs PAK: ન્યૂયોર્કમાં પણ લહેરાયો ત્રિરંગો, પાકિસ્તાને ટીમ ઈન્ડિયા સમક્ષ ફરી આત્મસમર્પણ કર્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">