T20 વર્લ્ડ કપ 2024: આતંકવાદી હુમલાની સંભાવના સહિત અનેક વાતો પર રોહિત શર્માનું મોટું નિવેદન

|

Jun 04, 2024 | 11:20 PM

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચમાં આયર્લેન્ડ સામે ટકરાવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 5 મોટી વાતો કહી છે. તેણે ન્યૂયોર્કની પિચના મિજાજથી લઈને આતંકવાદી હુમલાની સંભાવના સુધી દરેક બાબત પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમજ રાહુલ દ્રવિડનું નામ સાંભળીને તે થોડો ભાવુક થઈ ગયો હતો.

T20 વર્લ્ડ કપ 2024: આતંકવાદી હુમલાની સંભાવના સહિત અનેક વાતો પર રોહિત શર્માનું મોટું નિવેદન
Rohit Sharma

Follow us on

T20 વર્લ્ડ કપ 2024 જીતવાનો ઈરાદો છે અને ગમે તે સંજોગોમાં શાનદાર રમત બતાવવાનું વચન છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આયર્લેન્ડ સામેની મેચ પહેલા આ જ વાત કહી. ન્યૂયોર્કમાં 5 જૂને આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત મેદાનમાં ઉતરશે અને તે પહેલા કેપ્ટન રોહિત શર્માએ 5 મોટી વાતો કહી. રોહિત શર્માએ ન્યૂયોર્કની પિચ, આતંકવાદી હુમલાની ધમકી, ટીમનો ટાર્ગેટ, રાહુલ દ્રવિડ અને તેના પરિવારને લઈને મોટા નિવેદન આપ્યા છે. ચાલો તમને જણાવીએ કે ન્યૂયોર્કમાં ભારતીય કેપ્ટને શું કહ્યું?

ખેલાડીઓની સુરક્ષા પર કહી વાત

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર આતંકવાદી હુમલાનો ખતરો છે અને તેથી જ ન્યૂયોર્ક પોલીસ વિભાગે સુરક્ષા કડક કરી છે. મેચ માટે સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે રોહિત શર્માને આ મુદ્દે પૂછવામાં આવ્યું તો તેણે સ્પષ્ટ કહ્યું કે ખેલાડીઓ અને પ્રશંસકોની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેદાનની અંદર કોઈએ આવવું જોઈએ નહીં. કોઈપણ દેશના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

સ્પિન કોમ્બિનેશન શું હશે?

જ્યારે રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે તે આયર્લેન્ડ સામે કયા સ્પિનરોને મેદાનમાં ઉતારશે તો તેણે કહ્યું કે તે નથી જાણતો, તે ચાર સ્પિનરોને પણ તક આપી શકે છે. તમારા માટે વિકલ્પો હોવું મહત્વપૂર્ણ છે. આ તમામ સ્પિનરોએ બાંગ્લાદેશ સામે સારી બોલિંગ કરી હતી.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

ન્યૂયોર્કમાં સારો સ્કોર શું હશે?

રોહિત શર્માએ પણ ન્યૂયોર્કની પિચ પર બેટિંગ કરી છે અને તેણે કહ્યું કે આ પિચ પર 140-150 રન સારો સ્કોર હશે. ભારતીય સુકાનીએ એમ પણ કહ્યું કે દરેક ટીમ માટે સ્થિતિ સમાન હશે. રોહિત શર્માનું ધ્યાન પીચ પર નહીં પરંતુ તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં સારું પ્રદર્શન કરવા પર છે.

શું રોહિતે આફ્રિકા-શ્રીલંકા મેચ જોઈ?

રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે શું તેણે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની મેચ જોઈ હતી? તેના પર તેણે કહ્યું કે તે વ્યસ્ત છે, તેથી તે મેચ જોઈ શક્યો નથી. રોહિતે જણાવ્યું કે તેનો પરિવાર સોમવારે જ ન્યૂયોર્ક પહોંચ્યો હતો. જોકે સપોર્ટ સ્ટાફે તેને પિચ અંગે ઈનપૂટ આપ્યો હતો.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પરિણામો 2024: બે દિગ્ગજ ક્રિકેટરોએ જંગ જીતી, બે મોટા ખેલાડીઓ ખરાબ રીતે હારી ગયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:15 pm, Tue, 4 June 24

Next Article