T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પર વિરાટ કોહલીએ આપ્યુ મોટુ નિવેદન, દબાણ ભરી મેચને લઇને કહ્યુ આમ

પાકિસ્તાન (Pakistan) ની ટીમ આજ સુધી વર્લ્ડકપ (World Cup) માં ભારત સામે રમાયેલી મેચ જીતી શકી નથી, જ્યારે વિશ્વકપમાં ભારત હંમેશા જીત્યું છે.

T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પર વિરાટ કોહલીએ આપ્યુ મોટુ નિવેદન, દબાણ ભરી મેચને લઇને કહ્યુ આમ
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 11:02 PM

જ્યારે પણ ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ક્રિકેટ ટીમો સામસામે હોય છે ત્યારે આ મેચનો રોમાંચ બાકીની મેચો કરતા ઘણો વધારે હોય છે. બંને દેશો વચ્ચે રાજકીય પરિસ્થિતિ સારી નથી અને તેથી બંને ટીમોએ લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. આવી સ્થિતિમાં, બંને ટીમો માત્ર ICC માટે અથવા એશિયા કપ (Asia Cup) માં એક ઇવેન્ટમાં એકબીજાનો સામનો કરે છે. આઈસીસી ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) રવિવારથી શરૂ થઈ રહ્યો છે.

આ વર્લ્ડ કપ ફરી એક વખત એક મહાસંગ્રામ બનવા જઈ રહ્યો છે. ભારત 24 ઓક્ટોબરથી દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે પોતાનું અભિયાન શરૂ કરશે. આ મેચને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને હવે ટીમ ઈન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ આ મેચ વિશે વાત કરી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ પહેલા ખૂબ જ રોમાંચક વાતાવરણ સર્જાય છે અને તેની દરેકની મોં પર બસ એક જ વાત રહેતી હોય છે. પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આ મેચને અન્ય મેચોની જેમ લઈ રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોહલી એ આઈસીસી દ્વારા આયોજિત કેપ્ટન્સ કોન્ફરન્સમાં કહ્યું કે, મેં હંમેશા પાકિસ્તાન સામે રમાયેલી મેચને સામાન્ય મેચ તરીકે લીધી છે. હું જાણું છું કે આ મેચને લઈને ઘણી હાઇપ સર્જાય છે. મને નથી લાગતું કે અમે આ મેચમાંથી વધારાનું કંઈ લઈ શકીએ. બહારનું વાતાવરણ ચાહકોના દૃષ્ટિકોણથી એકદમ અલગ છે. અમે ખેલાડીઓ શક્ય તેટલા વ્યાવસાયિક બનવાનો પ્રયત્ન કરીએ છીએ.

વર્લ્ડ કપમાં પાકિસ્તાન જીતી શક્યું નથી

જો પાકિસ્તાનનો વર્લ્ડકપ ઇતિહાસ જોવામાં આવે તો, તે ક્યારેય ભારત સામે વર્લ્ડકપની મેચ જીતી શક્યા નથી. જેમાં ટી20 વર્લ્ડકપ અને વનડે વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. બંને ટીમો 12 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. વનડે વર્લ્ડ કપમાં સાત વખત અને ટી20 વર્લ્ડ કપમાં પાંચ વખત. પરંતુ પાકિસ્તાન એક પણ વખત જીતી શક્યું નથી.

ભારતે 2007 માં ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. તેણે ફાઈનલમાં જ પાકિસ્તાનને હરાવ્યું હતું. એક જ સિઝનમાં, બંને ટીમો ફાઇનલ પહેલા એક વખત વધુ મળી હતી અને તેમાં પણ ભારતે બોલ આઉટ પહોંચેલી મેચને જીતી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફી જીત

આઇસીસી ઇવેન્ટની વાત કરીએ તો, આ બંને ટીમો છેલ્લે 2019 વર્લ્ડ કપમાં રૂબરૂ થઇ હતી.તેમાં ભારતે જીત મેળવી હતી. આ દરમિયાન આ મેચ પહેલા, ભારત અને પાકિસ્તાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2017 ની ફાઇનલમાં પણ ટક્કર કરી હતી અને પાકિસ્તાન તેમાં જીત્યું હતું.

આ પણ વાંચોઃ   IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇ જ નહી કોલકાતાને પણ આટલા કરોડનુ ઇનામ મળ્યુ, પ્રદર્શનના બદલામાં ખેલાડીઓને મળ્યા રોકડ ઇનામ

આ પણ વાંચોઃ  IPL 2021: ફાઇનલ જંગમાં કોલકાતાના આ બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ચાલી રહ્યુ હતુ ‘આંતરીક’ યુદ્ધ ! સહેવાગે કર્યો દાવો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">