IPL 2021: ફાઇનલ જંગમાં કોલકાતાના આ બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ચાલી રહ્યુ હતુ ‘આંતરીક’ યુદ્ધ ! સહેવાગે કર્યો દાવો

કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ની ટીમ IPL 2021 ની ફાઇનલમાં 27 રનથી હારી ગઇ હતી. વિરેન્દ્ર સહેવાગે દાવો કર્યો છે કે KKR ની ટીમમાં બધુ બરાબર નહોતું.

IPL 2021: ફાઇનલ જંગમાં કોલકાતાના આ બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ચાલી રહ્યુ હતુ 'આંતરીક' યુદ્ધ ! સહેવાગે કર્યો દાવો
Dinesh Karthik-Eoin Morgan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 10:29 PM

IPL 2021 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) નું પ્રદર્શન ખરેખર અદભૂત હતું. પહેલા તબક્કામાં, ટીમ 7 માંથી 5 મેચ હારી ગઈ અને તે પછી યુએઈમાં, આ ટીમે આગામી 7 માંથી 5 મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી. KKR એ એલિમિનેટરમાં RCB ની મજબૂત ટીમને હરાવી અને પછી દિલ્હીને પણ હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે, ફાઇનલમાં તેઓ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે 27 રનથી હારી ગયા હતા. ફાઇનલ મેચમાં KKR નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

વરુણ ચક્રવર્તી, લોકી ફર્ગ્યુસન અને શાકિબ અલ હસન જેવા બોલરો નિષ્ફળ રહ્યા અને મિડલ ઓર્ડર સંપૂર્ણપણે સરેન્ડર થયો. જોકે, KKR ની હાર માટે બીજું કારણ જણાવવામાં આવી રહ્યું છે. વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) દાવો કર્યો છે, કે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં બધુ બરાબર નહોતું. મેદાન પર ટીમના બે મોટા ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો.

સહેવાગે કર્યો દાવો

વિરેન્દ્ર સહેવાગે એક મીડિયા રિપોર્ટમાં વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ બેટિંગ ઇનીંગ હતી. ત્યારે તેને દિનેશ કાર્તિક અને ઈયોન મોર્ગન વચ્ચે બધુ બરાબર લાગ્યું ન હતું. વિરેન્દ્ર સહેવાગે કહ્યું, કોલકાતાની ખામી એ હતી કે, તેના બંને ઓપનર 50 રન ફટકાર્યા બાદ આઉટ થયા હતા. જો કોઈ બેટ્સમેન અંત સુધી રમ્યો હોત તો પરિણામ અલગ હોઈ શકતુ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પછી, જ્યારે મેં મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક અને ઇઓન મોર્ગનને જોયા, ત્યાં બે પ્રસંગો હતા જ્યારે તેઓ બે-બે રન બનાવી શક્યા હોત પરંતુ તેઓએ માત્ર એક રન લીધો હતો. દિનેશ કાર્તિકે પહેલા શોટ રમ્યો, મોર્ગન દોડ્યો નહીં. આ પછી મોર્ગન શોટ રમ્યો, કાર્તિકે રન બનાવ્યો નહીં. આ બતાવે છે કે કદાચ તેઓ એકબીજા સાથે ના મન મળી રહ્યા ન હતા.

કાર્તિક-મોર્ગન વચ્ચે લડાઈ ચાલી રહી હતી!

સહેવાગે કહ્યું, એવું લાગતું હતું કે મોર્ગન અને કાર્તિક વચ્ચે કંઈક બરાબર નથી. મોર્ગને કાર્તિકની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી છે. બંનેએ ખરાબ પ્રદર્શન કર્યું. મોર્ગન આઉટ થયો અને તે પછી કાર્તિકને પણ ઝડપથી આઉટ થયો. એકંદરે, કોલકાતાની નબળી કડી મિડલ ઓર્ડર હતી. તમને જણાવી દઈએ કે, ફાઇનલ મેચમાં કોલકાતાનો મિડલ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. નીતિશ રાણા અને સાકીબ ખાતું ખોલાવી શક્યા નથી. સુનીલ નારાયણ 2, મોર્ગન -4, કાર્તિક -9 રને આઉટ થયો હતો. ઈજાગ્રસ્ત રાહુલ ત્રિપાઠી પણ માત્ર 2 રન બનાવી શક્યા હતા.

આ પણ વાંચોઃ   IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇ જ નહી કોલકાતાને પણ આટલા કરોડનુ ઇનામ મળ્યુ, પ્રદર્શનના બદલામાં ખેલાડીઓને મળ્યા રોકડ ઇનામ

આ પણ વાંચોઃ IPL 2021: મિસ્ટર આઇપીએલ તરીકે જાણીતો ચેન્નાઇ સુપર કિંગ્સનો આ દિગ્ગજ ખેલાડીનુ કરિયર દાવ પર લાગ્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">