મુંબઈ ઈન્ડિયન્સની વધી મુશ્કેલી, સૂર્યકુમાર યાદવ સિઝનની તમામ મેચ નહીં રમી શકે!
આ સિઝનમાં હાર્દિક પંડ્યા મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કપ્તાની હેઠળ, ટીમ તેની પ્રથમ મેચ 24 માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે રમશે. પરંતુ શક્ય છે કે ટીમનો મહત્વનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ મેચમાં ન રમે, જે હાલમાં NCAમાં પોતાની ઈજા પર કામ કરી રહ્યો છે.
પાંચ વખતની વિજેતા અને આ સિઝનમાં નવો કેપ્ટન ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને IPL2024ની શરૂઆત પહેલા જ આંચકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે IPLની શરૂઆતની મેચોમાં રમવું ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. હાલમાં તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને તેની ઈજા પર કામ કરી રહ્યો છે.
સૂર્યા IPLની શરૂઆતની મેચો ગુમાવશે
તાજેતરમાં જ તેણે સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી હતી. આ કારણોસર તે ક્રિકેટથી દૂર છે. આ ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. આ ઈજાના કારણે તેને IPLની શરૂઆતની મેચોમાં રમવામાં મુશ્કેલી પડી રહી છે.
મુંબઈની પહેલી મેચ ગુજરાત સામે
આ સિઝનમાં હાર્દિક પંડ્યા મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કપ્તાની હેઠળ, ટીમ તેની પ્રથમ મેચ 24 માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે રમશે. આ એ જ ટીમ છે જે પાછલી બે સિઝનમાં પંડ્યાના નેતૃત્વમાં હતી અને એક વખત ચેમ્પિયન અને એક વાર રનર્સ અપ રહી ચૂકી છે.
Suryakumar Yadav is doubtful for the first 2 games in IPL 2024. [PTI]
– vs GT on 24th & vs SRH on 27th….!!!! pic.twitter.com/LqIDQU5yZg
— Johns. (@CricCrazyJohns) March 12, 2024
બે મેચમાંથી થયો બહાર
ઈજાના કારણે સૂર્યકુમાર આ સિઝનની પ્રથમ બે મેચમાંથી બહાર થઈ શકે છે. સૂર્યકુમારનું રિહેબ ટ્રેક પર છે અને તે ટૂંક સમયમાં IPLમાં પરત ફરશે. BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે NCAની સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ ટીમ સૂર્યકુમારને પ્રથમ બે મેચમાં રમવા માટે ક્લિયરન્સ આપશે કે નહીં. ગુજરાત બાદ મુંબઈને બીજી મેચ 27 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે. મુંબઈને આ બંને મેચ ઘરથી દૂર રમવાની છે.
સખત મહેનત કરી રહ્યો છે સૂર્યકુમાર
જો કે, સૂર્યકુમાર તેની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છે જેથી તે શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થઈ શકે. તે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરતો રહે છે જે દર્શાવે છે કે તે સાચા માર્ગ પર છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. સૂત્રએ કહ્યું કે મુંબઈની પ્રથમ મેચમાં હજુ 12 દિવસ બાકી છે અને ત્યાં સુધી ફિટ થવું ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. સૂર્યકુમાર T20માં નંબર-1 બેટ્સમેન છે. તેની પ્રતિભા આ ફોર્મેટમાં બોલે છે. તેની ગેરહાજરી ચોક્કસપણે મુંબઈ માટે મોટી ખોટ છે.
આ પણ વાંચો : શાહીન આફ્રિદીની કેપ્ટનશીપ જવાની છે? હવે આ ખેલાડી પાકિસ્તાન ટીમની કમાન સંભાળી શકે છે